બિહારમાં હવે ‘કૌન બનેલા મુખ્યમંત્રી?’ મામલે ઉત્સુકતા! ભાજપમાં ‘અવઢવ’ની સ્થિતિ!

  • India
  • November 14, 2025
  • 0 Comments

BIHAR ELECTION | બિહારમાં અત્યાર સુધીના આવેલા પરિણામોમાં ફરી એકવાર નીતિશ કુમાર છવાઈ ગયા છે.  બિહારમાં નીતિશ કુમાર નવ વખત મુખ્યમંત્રી રહ્યા છે. ચૂંટણી દરમિયાન ભાજપે એવો માહોલ બનાવ્યો કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડીશું, પણ એવું નથી કહ્યું કે NDAના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે આ વાત હવે પછીના ઘટનાક્રમમાં મુખ્ય મુદ્દો બનવાની છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર NDAની સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમારે ચૂપચાપ અનોખી વ્યૂહનીતિ અપનાવીને બાજી પલટી નાખી છે.

NDAની આ જીતમાં સૌથી મોટુ પરિબળ હોયતો તે ચૂંટણીની જાહેરાત અગાઉ બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરેલા સીધા 10 હજાર રૂપિયાનો મામલો છે,લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી 1 કરોડને વટાવી ગઈ અને તેનો સીધો ફાયદો NDAને ફળ્યો છે.

બીજી તરફ મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી મતદારો પર તેની કોઈ અસર થઈ ન હતી અને પરિણામો બધાની સામે છે.

જોકે,લોકોની નજર હવે પછીની સ્થિતિ ઉપર છે, ચૂંટણી પહેલાં એવી હવા બંધાઈ હતી કે ભાજપ અને નીતિશ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ભાજપે ચિરાગ પાસવાનને 29 સીટ આપી દીધી એનાથી નીતિશને ગમ્યું ન હતું અને તેમણે ચિરાગને ફાળવેલી પાંચ સીટ પર પોતાના 5 સ્વતંત્ર્ય ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

બીજું કે અત્યાર સુધી નીતિશ કુમારને 125 બેઠક સામે ભાજપને 75 બેઠક ફાળવાતી હતી પણ આ વખતે એવું નથી થયું, આ વખતે નીતિશ કુમારને 101 અને ભાજપને 101 બેઠકો ફાળવાઈ છે. બંનેએ સરખાભાગે સીટો વહેંચવાનો પ્લાન પણ નીતિશને પસંદ આવ્યો નથી. બિહારની ચૂંટણીમાં ભાજપે એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ, 100થી વધારે સાંસદોને કામે લગાડ્યા હતા. ભાજપે 300 જેટલી જાહેરસભાઓ કરી છે.

બિહારની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ભાજપે સ્પષ્ટ કહ્યું હતું કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું પણ જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે NDA જીતે તો નીતિશ જ CM બનશે? ત્યારે શાહે જવાબ આપ્યો હતો કે એ ચૂંટણી પરિણામો આવી જાય પછી વિચારીશું. જેનો મતલબ એ થાય કે જો NDA સત્તામાં આવે છે તો ભાજપ અને નીતિશ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાને લઈને વિવાદ થઈ શકે છે.

અત્યાર સુધીના ઈતિહાસમાં નીતિશની છાપ ગમેત્યારે  પલટી મારવાની રહી છે અને કોઈ તેમને ખુરસી પરથી હટાવી શક્યું નથી. આ વખતે માનો કે NDA જીતે છે, પણ નીતિશને બદલે બીજા કોઈને CM બનાવવા ભાજપ કોશિશ કરશેતો નીતિશ કુમાર પલટી મારી શકે છે.

નીતિશ કુમાર જીતી ગયા પછી પણ પલટી મારી શકે છે અને આ ભાજપને સારી રીતે જાણે છે ત્યારે હવે આગળ શું થાય છે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 5 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 7 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 7 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 9 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!