મોકામા બેઠક ઉપર અનંતસિંહ જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીત્યા! વીણા દેવી હાર્યા!

  • India
  • November 14, 2025
  • 0 Comments

BIHAR ELECTION | બિહારમાં ચૂંટણી અગાઉ વિવાદોમાં ઘેરાયેલી મોકામા વિધાનસભા બેઠક પર બે બાહુબલી વચ્ચે ટક્કર સામે સૌની નજર હતી તે બેઠક ઉપર આખરે અનંત સિંહે જીત મેળવી છે, જ્યારે તેમના હરીફ ઉમેદવાર વીણા દેવીનો પરાજય થયો છે.

મહત્વનું છે કે વીણા દેવી ભૂતપૂર્વ સાંસદ અને મજબૂત ઉમેદવાર સૂરજ ભાન સિંહના પત્ની છે, જેમને આરજેડી ટિકિટ મળી હતી. આ બેઠક માટે 25 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી. અનંત સિંહ 29,710 મતોથી જીત્યા હતા. અનંત સિંહે મોકામાથી જીતનો રેકોર્ડ બનાવ્યો છે,તેઓએ આ બેઠક ઉપર છઠ્ઠી વખત પ્રચંડ જીત મેળવી છે.

આ વખતે, મોકામા વિધાનસભા બેઠક ચર્ચામાં એટલા માટે હતી કારણ કે અહીં ત્રિકોણીય જંગ હતો અને પાંચ વખત ધારાસભ્ય રહેલા અનંત સિંહનો મુકાબલો આરજેડીના મજબૂત નેતા સૂરજ ભાન સિંહની પત્ની વીણા દેવી અને જન સૂરજ પાર્ટીના પીયૂષ પ્રિયદર્શી સામે હતો પરિણામે આ બેઠક ઉપર તમામનું ધ્યાન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પીયૂષ અને અનંત સિંહનો કાફલો એકબીજાની સામે આવતાં વિવાદ થયો અને સામસામે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પરિણામે જન સૂરજના સમર્થક દુલાર ચંદ યાદવનું મોત થતાં ભારે ખળભળાટ મચ્યો હતો

આ મર્ડર કેસમાં FIR દાખલ થયા બાદ, અનંત સિંહને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા અને તે હજુ પણ જેલમાં બંધ છે તો પણ મોકામામાં અનંત સિંહ જીતી ગયા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?
  • June 19, 2026

Indian Political Defections: ભારતીય લોકશાહી આજે એક એવા મોડ પર આવીને ઉભી છે જ્યાં વિચારધારાની કોઈ કિંમત રહી નથી. ઉદારવાદીઓ અને સેક્યુલર બૌદ્ધિકો વારંવાર ભાજપની આક્રમકતા અને તેમની સત્તા પર…

Continue reading
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ
  • June 19, 2026

NCERT Dancing Girl Controversy: ૪,૫૦૦ વર્ષ જૂની સિંધુ ખીણ સભ્યતાની કાંસ્ય મૂર્તિ ‘ડાન્સિંગ ગર્લ’ ને NCERT દ્વારા પહેલા ઢાંકવી અને પછી લોકોના આક્રોશ બાદ તેને પાછી લાવવી, તે માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 3 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 4 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 13 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 9 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’