બિહારના ચૂંટણી પરિણામો ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતની દેન છે!: સંજય રાઉત

  • India
  • November 14, 2025
  • 0 Comments

BIHAR ELECTION | બિહાર ચૂંટણીના પરિણામોમાં  NDAની જંગી જીત મામલે  શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના નેતા સંજય રાઉતે આજે શુક્રવારે કહ્યું કે ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક નથી આતો થવાનું જ હતું.

તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ અને ભાજપે સંયુક્ત રીતે તેમનો “રાષ્ટ્રીય એજન્ડા” પૂર્ણ કર્યો છે. રાઉતે એમ પણ કહ્યું કે બિહારના પરિણામો 2024 ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જેવા જ હતા, જ્યાં શાસક મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના અને NCP) એ જંગી વિજય મેળવ્યો હતો.

રાઉતે X પર કહ્યું કે બિહારના પરિણામોમાં “મહારાષ્ટ્ર પેટર્ન” સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેઓ 2024 ની મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ને હારનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે લખ્યું, “બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી આશ્ચર્ય પામવાની જરૂર નથી. ચૂંટણી પંચ અને ભાજપ રાષ્ટ્રીય એજન્ડાને આગળ ધપાવવા માટે જે રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે તે જોતાં, અલગ પરિણામની અપેક્ષા રાખવી નિરર્થક હતી. મહારાષ્ટ્રમાં આ જ પેટર્ન જોવા મળી છે.” રાઉતે વધુમાં આરોપ લગાવ્યો કે સત્તામાં આવવાની આશા રાખતા ગઠબંધનને “૫૦ બેઠકોથી નીચે ધકેલી દેવામાં આવ્યું છે.”

જ્યારે અમિત શાહે  બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર  પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ જીત સ્પષ્ટપણે મોદી સરકારની નીતિઓમાં જનતાનો વિશ્વાસ દર્શાવે છે. શાહના મતે, ચૂંટણી પરિણામો વિકાસ અને દેશના સામાન્ય લોકોની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે બિહારના લોકોના નિર્ણયને રાષ્ટ્રનો મૂડ ગણાવ્યો હતો.

બિહારમાં બમ્પર બહુમતી તરફ અગ્રેસર એનડીએના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને જેડી(યુ)ના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને, મીઠાઈ વહેંચીને ઉજવણી કરી રહયા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
  • May 13, 2026

Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

Continue reading
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર
  • May 13, 2026

Congress Attacks BJP RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને એક અત્યંત સૂચક નિવેદન આપ્યું છે, જેણે દેશના રાજકારણમાં ચર્ચા જગાવી છે. ‘પીટીઆઈ-વીડિયો’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 5 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 9 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 5 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 13 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 12 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ