‘મારી માતાથી લઈને સંબંધીઓ સુધી, બધાના મત…’ પુષ્પમ પ્રિયાએ હાર બાદ EVM ગોટાળાનો લગાવ્યો આરોપ!

  • India
  • November 14, 2025
  • 0 Comments

Pushpam Priya Choudhary | બિહારની ચૂંટણીમાં વિપક્ષ હવે EVMના ગોટાળા અંગે આક્ષેપ લગાવી રહયા છે ત્યારે દરભંગા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપે EVMમાં ગોટાળા કરી જીત મેળવી હોવાનો આક્ષેપ પ્લુરલ્સ પાર્ટીના ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરીએ કર્યો છે.

ભાજપના સંજય સરાવગીએ દરભંગા વિધાનસભા બેઠક જીતી લીધી છે તેઓના હરીફ પ્લુરલ્સ પાર્ટીના પુષ્પમ પ્રિયા ચૌધરીને આશ્ચર્ય જનક રીતે માત્ર 1,403 મતો મળ્યા છે. પોતાની હાર બાદ, પુષ્પમ પ્રિયાએ EVMમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમની માતા અને સંબંધીઓના મત પણ ભાજપને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે મુસ્લિમ મતો પણ ભાજપને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા

બિહાર ચૂંટણીમાં દરભંગા વિધાનસભા બેઠકના પરિણામો પર બધાની નજર હતી. આ બેઠક પર ભાજપના સંજય સરાવગીએ જીત મેળવી છે જ્યારે મુકેશ સાહનીની પાર્ટી VIP ના ઉમેશ સાહની બીજા ક્રમે રહ્યા. આ બેઠક માટે સૌથી વધુ ચર્ચિત ઉમેદવાર ધ પ્લુરલ્સ પાર્ટીના પુષ્પમ પ્રિયા ચૌધરી હતા. પુષ્પમ પ્રિયા ચૌધરી કુલ ૧૪૦૩ મતો મેળવીને ૮મા સ્થાને રહ્યા. ૨૦૨૫ના બિહાર ચૂંટણી પરિણામોમાં તેમની હાર બાદ, પુષ્પમ પ્રિયા ચૌધરીએ જે નિવેદન આપ્યું તે ચોંકાવનારું છે.

X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે ‘આ વખતે, દરેક વિસ્તારમાં મારી માતા, પરિવાર અને સંબંધીઓના મત ભાજપના ઉમેદવારને ટ્રાન્સફર કરવામાં આવ્યા જે દરેક બૂથ પર સેંકડો મતોની હેરાફેરીનો સ્પષ્ટ પુરાવો છે!

મતદારો આશ્ચર્યચકિત છે કે મત ક્યાં ગયા? જે બૂથ પર સેંકડો મત પડ્યા હતા ત્યાં પણ સંખ્યા 0-2 થી 5-7 સુધીની છે! દરેક બૂથ પર સમાન પેટર્ન! આંકડાકીય રીતે પણ અશક્ય! કદાચ જે વ્યક્તિને EVM સાથે હેરાફેરી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું તેને કહેવામાં આવ્યું ન હતું કે આ વખતે હું મારા વતનથી ચૂંટણી લડુ છું જ્યાં મારા હજારો મત ગણાય છે. આ વખતે તમે લોકોએ મોટી ભૂલ કરી છે.

તેમણે આગળ લખ્યું કે દરભંગામાં પણ મુસ્લિમોએ તેમના પરિવારના સ્નેહ અને પ્રેમથી હજારો મત આપ્યા. ભાજપે તેમના બૂથમાં જોયા વિના, તે બધા મતો પોતાનામાં ટ્રાન્સફર કરી દીધા! આ વખતે, જેનું હારવાનું નક્કી હતું તેમણે રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો છે,  વિપક્ષના મતો પણ EVMમાં સંપૂર્ણપણે લૂંટાઈ ગયા હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

CJP AISA Protest Delhi: જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન, દિલ્હી પોલીસને કરી ઔપચારિક જાણ
  • October 7, 2026

CJP AISA Protest Delhi: Cockroach Janta Party (CJP) અને વિદ્યાર્થી સંગઠન AISAએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની જાહેરાત કરી…

Continue reading
CJP Maharashtra Police Notice: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP વોલન્ટિયર્સને નોટિસ, દિપકેએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
  • October 7, 2026

CJP Maharashtra Police Notice: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગને લઈને 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રસ્તાવિત પ્રદર્શન પહેલાં મહારાષ્ટ્રમાં પોલીસની કાર્યવાહી ચર્ચામાં આવી છે. CJP એટલે કે Cockroach…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan Houthi Conflict: પાકિસ્તાન માટે હૂતી સામે યુદ્ધ કેમ મુશ્કેલ? સઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ફસાયું ઇસ્લામાબાદ

  • October 7, 2026
  • 3 views
Pakistan Houthi Conflict: પાકિસ્તાન માટે હૂતી સામે યુદ્ધ કેમ મુશ્કેલ? સઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ફસાયું ઇસ્લામાબાદ

China Economy Crisis: પ્રવાસીઓ વધ્યા પણ ખર્ચ ઘટ્યો, ચીનની અર્થવ્યવસ્થાની મુશ્કેલી ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

  • October 7, 2026
  • 5 views
China Economy Crisis: પ્રવાસીઓ વધ્યા પણ ખર્ચ ઘટ્યો, ચીનની અર્થવ્યવસ્થાની મુશ્કેલી ભારત માટે કેમ મહત્વપૂર્ણ?

Moscow Format Meeting: મોસ્કો ફોર્મેટની આઠમી બેઠકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવની અસર, સહિયારા નિવેદન પર સહમતિ ન બની

  • October 7, 2026
  • 5 views
Moscow Format Meeting: મોસ્કો ફોર્મેટની આઠમી બેઠકમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવની અસર, સહિયારા નિવેદન પર સહમતિ ન બની

CJP AISA Protest Delhi: જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન, દિલ્હી પોલીસને કરી ઔપચારિક જાણ

  • October 7, 2026
  • 12 views
CJP AISA Protest Delhi: જ્ઞાનેશ કુમરના રાજીનામા માટે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન, દિલ્હી પોલીસને કરી ઔપચારિક જાણ

CJP Maharashtra Police Notice: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP વોલન્ટિયર્સને નોટિસ, દિપકેએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

  • October 7, 2026
  • 7 views
CJP Maharashtra Police Notice: જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે CJP વોલન્ટિયર્સને નોટિસ, દિપકેએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

Rahul-Priyanka Gandhi FIR: ‘રાહુલ ગાંધી SIR સામે લડી રહ્યા છે, ડાયબોલિકલ ડ્યૂઓ FIRમાં વ્યસ્ત’, જયરામ રમેશનો મોદી-શાહ પર પ્રહાર

  • October 7, 2026
  • 11 views
Rahul-Priyanka Gandhi FIR: ‘રાહુલ ગાંધી SIR સામે લડી રહ્યા છે, ડાયબોલિકલ ડ્યૂઓ FIRમાં વ્યસ્ત’, જયરામ રમેશનો મોદી-શાહ પર પ્રહાર