Jammu and Kashmir: શ્રીનગરના નૌગામ પોલીસે જપ્ત કરેલા વિસ્ફોટકોના પરિક્ષણ દરમ્યાન થયો બ્લાસ્ટ; 9ના મોત,29 ઘાયલ!

  • India
  • November 15, 2025
  • 0 Comments

Jammu and Kashmir:  જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનની અંદર એક મોટો વિસ્ફોટ થતાં ભારે અફરા તફરી મચી ગઇ હતી.આ વિસ્ફોટમાં નવ લોકોનાં મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. ઇમારતને પણ વ્યાપક નુકસાન થયું છે.પોલીસે જપ્ત કરેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થાને પોલીસ સ્ટેશન પરિસરમાં રાખવામાં આવ્યો હતો જેમાં અચાનક બ્લાસ્ટ થયાની વાત સામે આવી છે, આ વિસ્ફોટકોની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી હતી.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જમ્મુ અને કાશ્મીરનું કનેકશન સામે આવ્યા કેટલાક ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓની નૌગામ પોલીસ સ્ટેશન પરિસરમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી,આ સમય દરમિયાન, શુક્રવારે મોડી રાત્રે (14 નવેમ્બર) થયેલા વિસ્ફોટમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ઘાયલોની 92 આર્મી બેઝ અને SKIMS સૌરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે,આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યાં હતાં.હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉ.મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટના જથ્થામાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જપ્ત કરાયેલા કુલ 360 કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં. પોલીસ ટીમો જપ્ત કરાયેલા એમોનિયમ નાઈટ્રેટ વગેરેના નમૂના લઈ રહી હતી, ત્યારેજ બ્લાસ્ટ થયો હતો.

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ પછી આ બીજો મોટો વિસ્ફોટ છે, જેમાં નવ લોકોના મોત થયા હતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.નૌગામ પોલીસ સ્ટેશન જૈશ-એ-મોહમ્મદના ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલની તપાસનું કેન્દ્ર છે.આ પોલીસ સ્ટેશન એરપોર્ટ વિસ્તારની ખૂબ નજીક પણ છે તેથી આ ઘટનાની ગંભીરતા વધી જાય છે.

રાત્રે લગભગ 11:20 વાગ્યાની આસપાસ નૌગામ પોલીસ સ્ટેશન જોરદાર વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું,પોલીસે ટેરર મોડ્યુલ સાથે મોટી માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક ઝડપ્યો હતો જેનું પોલીસ અને તહસીલદાર સાથે FSL ટીમ એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટકનું નિરીક્ષણ કરી રહી હતી એ દરમિયાન પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ
  • September 19, 2026

Delhi SIR Notices: દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચની કામગીરીની પારદર્શિતાને લઈને સવાલો ઊભા થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 8 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 10 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ