Gujarat Winter | ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુઠવાયા!હજુપણ ઠંડી વધવાની આગાહી

  • Gujarat
  • November 15, 2025
  • 0 Comments

Gujarat Winter |દેશના ઉત્તર તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતાં રાજ્યના તમામ વિસ્તારોમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળતા લોકો કકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાન 13 ડિગ્રી સુધી પહોંચ્યું છે, અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, અમદાવાદમાં 16.5°C, ગાંધીનગરમાં 14.5°C, વડોદરામાં 15°C, રાજકોટમાં 14.6°C, કેશોદમાં 13.9°C, જ્યારે નલિયા સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વઘ્યું છે,ગુજરાતમાં શિયાળો હવે જામી રહ્યો છે.

હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં પણ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે.હજુ આગામી તા. 18 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે.ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર હવે રાજ્યમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.પહાડીઓ પરથી ફૂંકાતા ઠંડા ઉત્તરીય પવનોએ સવાર અને સાંજે ઠંડીમાં વધારો કર્યો છે.હાલમાં કાતિલ ઠંડીનો અનુભવ થતાં લોકો ગરમ વસ્ત્રો, કેપ, વગેરેમાં લપેટાયેલા જોવા મળી રહયા છે.

સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં પણ શિયાળાની તીવ્રતા જોવા મળી છે.દેશના દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, યુપી અને બિહારમાં ઠંડા પવનો ફૂંકાતા લઘુત્તમ તાપમાન 10°C ની આસપાસ પહોંચ્યું છે, મેદાની અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાની શરૂઆત થતા તેની અસર પણ ગુજરાતમાં દેખાવાની છે જેથી વધુ કાતિલ ઠંડીનો અનુભવ થશે.પહાડી વિસ્તારોમાં તાપમાન 0°C થી નીચે આવી જતા આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

 

  • Related Posts

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
    • August 8, 2026

    Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

    Continue reading
    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
    • August 8, 2026

    Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    • August 8, 2026
    • 4 views
    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    • August 8, 2026
    • 4 views
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    • August 8, 2026
    • 8 views
    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    • August 8, 2026
    • 6 views
    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    • August 8, 2026
    • 9 views
    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

    • August 8, 2026
    • 9 views
    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા