Ind Vs SA: કેપ્ટન શુભમન ગિલ ICU માં દાખલ,હવે કોલકાતા ટેસ્ટમાં રમવું મુશ્કેલ

Shubman Gill Injury Update: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતા ટેસ્ટ મેચના બીજા દિવસે નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું છે, અને મેચ ત્રીજા દિવસે સમાપ્ત થવાની તૈયારીમાં છે.

ટીમ ઈન્ડિયા આ મેચમાં આગળ હોય તેવું લાગે છે, પરંતુ કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે.ભારતીય કેપ્ટન શુભમન ગિલને ટેસ્ટ દરમિયાન અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગિલને મેચના બીજા દિવસે ગરદનમાં ખેંચ આવતા,
તેઓને કોલકાતાની વુડલેન્ડસ હોસ્પિટલમાં એડમિટ થવાની ફરજ પડતા હવે તેના માટે આ ટેસ્ટની બીજી ઇનિંગમાં રમવું મુશ્કેલ બન્યું છે.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે આ ઘટના બની હતી.ટીમ ઈન્ડિયાએ 15 નવેમ્બર, શનિવારના રોજ પોતાની પહેલી ઇનિંગ શરૂ કરી હતી.

જ્યારે વોશિંગ્ટન સુંદર પહેલા તબક્કામાં આઉટ થયો, ત્યારે કેપ્ટન ગિલ બેટિંગ કરવા આવ્યો. બે બોલનો સામનો કર્યા પછી,સાઇમન હાર્મરના બોલ પર ગિલે ત્રીજા બોલ પર સ્વીપ શોટ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો.

જોકે, શોટ મારતાની સાથે જ તેને ગરદનમાં ભારે ખેંચ આવતા દુઃખાવો થતાં તેણે તરત જ તેનું હેલ્મેટ કાઢી નાખ્યું ત્યારબાદ ટીમ ફિઝિયોએ તેની તપાસ કરી,અને તે રમી શકે તેવી સ્થિતિ નહિ જણાતા પેવેલિયનમાં પરત થયો.

ડ્રિંક્સ બ્રેક પછી 35મી ઓવરમાં આ ઘટના બની હતી,જોકે, જ્યારે તેને ગળામાં કોલર બાંધીને લઈ જવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની, જેનાથી ઈજાની ગંભીરતા સામે આવી છે.
ગિલને ગરદનમાં ખૂબ દુઃખાવો છે જેના કારણે તેમને કલકત્તાની વુડલેન્ડ્સ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં જરૂરી સ્કેન અને MRI કરવામાં આવ્યું છે.તેમના ગળામાં અને આસપાસ દુખાવાને કારણે તેમને નિરીક્ષણ માટે ICU માં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

જેથી હવે,ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં આગળ રમી શકવું હાલ અનિશ્ચિત દેખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ રમી રહી છે.
આ મેચમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

કેપ્ટન શુભમન ગિલ ભારતના પ્રથમ દાવમાં ગરદનના ખેંચાણને કારણે 4 રનના સ્કોર પર રમત બહાર થઈ ગયા છે, પરિણામે, ભારતનો પ્રથમ દાવ 189 રનના સ્કોર પર નવમી વિકેટ ગુમાવવા સાથે સમાપ્ત થયો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?
  • August 18, 2026

Social Media Censorship: માર્ચથી જુલાઈ 2026 દરમિયાન ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યૂટ્યુબને સરકાર અને તેની એજન્સીઓ તરફથી ઓનલાઇન કન્ટેન્ટ બ્લોક કરવા માટે આશરે 1.95 લાખ આદેશ મોકલવામાં આવ્યા હોવાનું અહેવાલમાં સામે…

Continue reading
Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?
  • August 18, 2026

Dimagi Naxal controversy: 15 ઓગસ્ટ 2026ના સ્વતંત્રતા દિવસના ભાષણ બાદ ‘દિમાગી નક્સલ’ શબ્દને લઈને દેશના રાજકીય અને સામાજિક વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ભાષણમાં દેશની સુરક્ષા અને વિચારધારા અંગે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?

  • August 18, 2026
  • 3 views
Social Media Censorship: દરરોજ 1,275 બ્લોકિંગ આદેશ! સોશિયલ મીડિયા પર વધી રહી છે સરકારી દખલગીરી?

Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?

  • August 18, 2026
  • 6 views
Dimagi Naxal controversy: ‘અર્બન નક્સલ’થી ‘દિમાગી નક્સલ’ સુધી, BJPની ટેગ પોલિટિક્સની આખી કહાની, હવે કેમ ફેલ થઈ રહી છે?

BJP New Team 2026: BJPની નવી રાષ્ટ્રીય ટીમમાં મોટો ફેરફાર! પીયૂષ ગોયલથી રામ માધવ સુધી કોને શું મળ્યું?

  • August 18, 2026
  • 6 views
BJP New Team 2026: BJPની નવી રાષ્ટ્રીય ટીમમાં મોટો ફેરફાર! પીયૂષ ગોયલથી રામ માધવ સુધી કોને શું મળ્યું?

Government Schools conditions: શાળાની તૂટેલી ઇમારતો, ટપકતી છતો, ગંદુ પાણી અને મિડ-ડે મીલના નામે મજાક! વાહ મોદીજી વાહ!

  • August 18, 2026
  • 8 views
Government Schools conditions: શાળાની તૂટેલી ઇમારતો, ટપકતી છતો, ગંદુ પાણી અને મિડ-ડે મીલના નામે મજાક! વાહ મોદીજી વાહ!

Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર

  • August 18, 2026
  • 12 views
Gujarat Cyber Crime: ગુજરાતમાં સાયબર લૂંટનો મોટો ખુલાસો: 11 મહિનામાં રૂ.1,334 કરોડનું નુકસાન, રોકાણ કૌભાંડ બન્યું સૌથી મોટું હથિયાર

E20 Fuel: ઇથેનોલ મિશ્રણથી કોને ફાયદો અને કોને નુકસાન? મુખ્ય આર્થિક સલાહકારના નિવેદને વધારી ચર્ચા

  • August 18, 2026
  • 7 views
E20 Fuel: ઇથેનોલ મિશ્રણથી કોને ફાયદો અને કોને નુકસાન? મુખ્ય આર્થિક સલાહકારના નિવેદને વધારી ચર્ચા