Bihar Election:નીતિશ કાલે રાજીનામું આપશે!ધારાસભ્ય દળની બેઠકમાં CM સહિત ડે. CM નક્કી થશે! આ નામોની ચર્ચા

  • India
  • November 16, 2025
  • 0 Comments

Bihar Election Result 2025:બિહારમાં NDAની જીત બાદ, મંત્રીમંડળની રચના અને ઘટક પક્ષોના હિસ્સેદારી માટે ફોર્મ્યુલાને અંતિમરૂપ આપી દેવાયું છે અને આવતી કાલે સોમવારે તા.17 નવેમ્બરના રોજ JDU વિધાનસભા પક્ષની બેઠક મળનાર છે.

આવતીકાલે મળનારી ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે.મુખ્યમંત્રી નીતિશ કુમાર આવતી કાલે તા.17 નવેમ્બરના રોજ રાજ્યપાલને રાજીનામું આપશે અને આજ દિવસે નવી સરકાર બનાવવાનો દાવો કરશે અને
નીતિશ કુમાર તા.20 નવેમ્બરના રોજ 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે અને
નીતિશ કુમારની સાથે 18 મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.
તેમ સૂત્રો જણાવી રહયા છે.

મહત્વનું છે કે હાલમાં 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ ઉભરી આવ્યો છે,છતાં સરકારમાં ફરી એકવાર નીતિશ કુમારની પાર્ટી, જેડીયુનું કદ પણ વધ્યું છે.સુત્રોનું માનીએતો આ વખતે મંત્રીમંડળમાં 30થી 32 જેટલા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. JDU અને BJP પાસે સમાન સંખ્યામાં મંત્રીઓ હોઈ શકે છે.

ચિરાગ પાસવાનની પાર્ટીને ત્રણ મંત્રી પદ મળી શકે છે, જ્યારે જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષોને એક-એક મંત્રી પદ મળી શકે છે. વર્તમાન વિધાનસભા સંખ્યાના આધારે, બિહારમાં કુલ 36 મંત્રીઓની નિમણૂક થઈ શકે છે,JDUના ક્વોટામાંથી 11 મંત્રીઓની નિમણૂક થઈ શકે છે.

2022ના ચૂંટણી પરિણામો પછી, ભાજપે બિહારમાં બે ડેપ્યુટી સીએમ રાખવાની પરંપરા શરૂ કરી છે ત્યારે ફરી એકવાર બે ડેપ્યુટી સીએમ નિયુક્ત થઈ શકે છે, જોકે,બંને ભાજપના બદલે એક ડેપ્યુટી સીએમ પદ માટે LJP(R) પણ દાવો કરી રહી છે.જોકે, જો નીતિશ કુમાર મુખ્યમંત્રી બને છે, તો ભાજપ નક્કી કરશે કે ડેપ્યુટી સીએમ પદ માટે કોને નક્કી કરવા.

દરમિયાન, વાત તો એવી પણ છે કે ડેપ્યુટી CM પદની રેસમાં ભાજપમાંથી સમ્રાટ ચૌધરી, રામકૃપાલ યાદવ અને મંગલ પાંડેના નામોની ચર્ચા ચાલી રહી છે.

હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) ના સંરક્ષક અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી આજે ગયાથી દિલ્હી પહોંચશે. માંઝી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ભાજપ નેતાઓને મળશે. આ દરમિયાન, ઉપેન્દ્ર કુશવાહા પટણાથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
તેઓ અમિત શાહને પણ મળશે. આ સાથે, LJP (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાન પણ રવિવારે (16 નવેમ્બર) પટણાથી દિલ્હી જઈ રહ્યા છે.દિલ્હીમાં, સરકાર રચના અંગે LJP(R), HAM અને RLM સાથે વાતચીત કરશે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ