NarmadaPolitics: રાજ્યમાં દારૂની “માથાકૂટ” વચ્ચે નેતાના ભાઈ ‘દારૂ’વેંચતા પકડાયા!રાજકીય છાવણીમાં મુદ્દો ગરમાયો

  • Gujarat
  • November 30, 2025
  • 0 Comments

NarmadaPolitics:હાલમાં,ગુજરાતમાં દારૂનો મુદ્દો બરાબરનો ગરમાયો છે અને મેવાણીએ આ મામલે પોલીસ ઉપર આક્ષેપ કરી પટ્ટા ઉતારી દેવાની ચીમકી આપતા ભાજપ બચાવમાં આવ્યું અને હર્ષ સંઘવીએ સંસ્કાર વાળી વાત કરતા મુદ્દો વધુ ગરમાયો છે ત્યારે દારૂની મેટર ઉપર ભાજપ ઢાંક પીછોડો કરી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ લગાવી રહ્યું છે તેવે સમયે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને દારૂબંધી મામલે પોતાનું સમર્થન જાહેર કર્યું છે તેઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપના રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે અને હપ્તાની ચેઇન ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે
નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાને પોલીસે દારૂની 11 બોટલ સાથે ઝડપી લેતા રાજકારણ ગરમાયુ છે.

નર્મદા જિલ્લા LCBએ બાતમીના આધારે રાત્રે રેડ કરતા 11 દારૂની બોટલ મળી આવી હતી આ સમયે ભદ્રેશ વસાવા પોતાના ઘરે જ ગેરકાયદે વિદેશી દારૂની 11 બોટલ વેચવાની તૈયારીમાં હતો, ત્યાં જ LCBની ટીમે છાપો મારી કુલ રૂ. 25000થી વધુ કિંમતનો દારૂની બોટલો જપ્ત કરી વસાવા વિરુદ્ધ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ભદ્રેશ વસાવા અગાઉ પણ બે વખત દારૂની હેરાફેરીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. 2021 અને 2023માં પણ તેની ધરપકડ થઈ હતી, છતાં ફરી દારૂ વેચવાનું ચાલુ રાખ્યું હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ ઘટનાને લઈ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. આ બધા વચ્ચે ભાજપના જિલ્લા ઉપપ્રમુખે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે “જે પાર્ટી ‘ઈમાનદારી’નો ડંકો વગાડી રહી છે તે પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ જ દારૂ વેચતો ઝડપાય છે.

જોકે, AAPના નિરંજન વસાવાએ સ્પષ્ટતા કરી છે કે,“મારો ભાઈ છે એટલે એને છોડી દેવાય નહિ કાયદો બધા માટે સરખો જ લાગુ પડે છે,જો તેણે ગુનો કર્યો હશે તો તેને સજા થવીજ જોઈએ. તેમણે ઉમેર્યુ કે પાર્ટી પોલીસની કાર્યવાહીનું સ્વાગત કરે છે

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?
  • April 30, 2026

Farzana murder case vatva: અમદાવાદના વટવા વિસ્તારમાં તાજેતરમાં 35 વર્ષ જૂના એક ભેદી મર્ડર કેસનો પર્દાફાશ થયો છે, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. વર્ષ 1992માં ફરઝાના બાનું નામની…

Continue reading
Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?
  • April 30, 2026

Colombia Hippos Vantara: કોલંબિયામાં અત્યારે એક અનોખી પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે, જેનો છેડો દાયકાઓ જૂના ડ્રગ કાર્ટેલ લીડર પાબ્લો એસ્કોબાર સાથે જોડાયેલો છે. 1993માં એસ્કોબારના મૃત્યુ બાદ, તેના ફાર્મ હાઉસમાંથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

  • April 30, 2026
  • 6 views
Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

  • April 30, 2026
  • 9 views
Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

  • April 30, 2026
  • 17 views
Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

  • April 30, 2026
  • 14 views
Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

  • April 30, 2026
  • 21 views
Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

  • April 30, 2026
  • 12 views
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત