BANGLADESH: ઉસ્માન હાદીના મોતથી બાંગ્લાદેશમાં હિંસા,અખબાર કાર્યાલયોમાં આગચંપી, હત્યારાઓ ભારત ભાગી ગયા હોવાનો દાવો કરાયો!

  • World
  • December 19, 2025
  • 0 Comments

BANGLADESH: બાંગ્લાદેશમાં જુલાઈમાં થયેલા બળવાના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીને ગોળી વાગ્યા બાદ સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયુ છે, મુહમ્મદ યુનુસે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો.૧૯ ડિસેમ્બરે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ઢાકામાં જાહેર આક્રોશ વચ્ચે, ઘણા વિરોધીઓએ બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબારો અને અખબારોના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી.

ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ અખબાર કચેરીમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગ ચાંપી હતી.ટોળા ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા હતા.યુનુસે હાદીના હત્યારાઓને ઝડપી લેવા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું અને રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો હતો.

બાંગ્લાદેશમાં જુલાઈ બળવાના અગ્રણી નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું છ દિવસ સુધી જીવન મરણ સુધી લડ્યા બાદ ગતરોજ ગુરુવારે રાત્રે સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હાદીને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાષ્ટ્રને સંબોધતા, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું, “આજે હું તમારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો છું. જુલાઈ બળવાના નિર્ભય યોદ્ધા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદી હવે આપણી વચ્ચે રહયા નથી.”

નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીએ ઉસ્માન હાદીના અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “NCPના તમામ સ્તરના નેતાઓ અને કાર્યકરો અમારા સાથી સાથીના અવસાનથી ખૂબ જ દુઃખી છે. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને સંબંધીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

ઢાકા ટ્રિબ્યુન અનુસાર,એજન્સીઓએ તપાસ દરમિયાન ફૈઝલ કરીમ મસૂદને ઓળખ કાઢ્યો છે જેણે ઉસ્માન હાદીને ગોળી મારી હતી.પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન (RAB) એ જણાવ્યું હતું કે તેનો સાથી, આલમગીર શેખ, હુમલામાં વપરાયેલી મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો તપાસ સૂત્ર દ્વારા દાવો કરાયો હતો કે બંને શંકાસ્પદ હત્યારાઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત ભાગી ગયા છે.

નોંધનીય છે કે રાજધાની ઢાકાના પોલ્ટન વિસ્તારમાં અપક્ષ સાંસદ ઉમેદવાર શરીફ ઉસ્માન હાદીને ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. બાઇક પર સવાર હુમલાખોરોએ હાદી પર ગોળીબાર કર્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, હાદી રિક્ષામાં સવાર હતા ત્યારે બે ઈસમો મોટરસાઇકલ આવ્યા હતા જે પૈકી પાછળ બેઠેલા વ્યક્તિએ બંદૂક કાઢી અને હાદી પર ગોળીબાર કર્યો. આ સમગ્ર ઘટના થોડીક જ સેકન્ડમાં બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બંને બાઇક સવાર હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા.આ ઘટના 12 ડિસેમ્બરે બની હતી.

હુમલા સમયે, હાદીનો મિત્ર, મોહમ્મદ રફી, જે ઇન્કલાબ મંચનો કાર્યકર પણ હતો, તે રીક્ષા પાછળ આવતો હતો. તેણે જણાવ્યું કે હાદી શુક્રવારની નમાજ પઢીને પાછા ફર્યા હતા અને હાઇકોર્ટ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા ત્યારે વિજયનગર વિસ્તારમાં હુમલો થયો હતો ગોળી વાગતાંજ હાદી રિક્ષામાંથી પડી ગયા હતા આ ઘટના 12 ડિસેમ્બરના રોજ શુક્રવારે લગભગ 2:25 વાગ્યે બની હતી.
ત્યારબાદ ઘાયલ હાદીને પહેલા ઢાકા ત્યારબાદ 15 ડિસેમ્બરે એરલીફ્ટ કરી સિંગાપોર લઈ જવાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે મૃતક શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાના વિરોધી હતા અને શેખ હસીનાના પક્ષ અવામી લીગને વિખેરી નાખવાની ઝુંબેશમાં હાદીનો ઇન્કલાબ મંચ મોખરે હતો.શરીફ ઉસ્માન હાદીના નેતૃત્વમાં 2024 માં વિદ્યાર્થીઓના થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ, શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

France Student Protests: ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે વિરોધ, 1.6 લાખથી વધુ લોકો રસ્તા પર ઊતર્યા
  • October 15, 2026

France Student Protests: ફ્રાન્સમાં શાળાઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વધતી ભીડ સામે વિરોધ પ્રદર્શનો સતત ત્રીજા સપ્તાહે પણ ચાલુ રહ્યા છે. મંગળવારે દેશનાં વિવિધ શહેરોમાં 1.6 લાખથી વધુ…

Continue reading
Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા સરકાર બરતરફ, આસિમ મુનીરની વધતી સત્તા વચ્ચે લોકશાહી સામે સવાલ
  • October 15, 2026

Khyber Pakhtunkhwa Governor Rule: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાની ચૂંટાયેલી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સરકારને હટાવી રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે અને કટોકટી જાહેર કરવામાં આવી છે. આ પગલાને ઉગ્રવાદ પર નિયંત્રણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay TVK SIR Protest: INDIA ગઠબંધનના વિરોધ પ્રદર્શનમાં TVKની એન્ટ્રી, સહયોગી VCKના નિવેદનથી વિજયની પાર્ટી મુશ્કેલીમાં

  • October 17, 2026
  • 1 views
Vijay TVK SIR Protest: INDIA ગઠબંધનના વિરોધ પ્રદર્શનમાં TVKની એન્ટ્રી, સહયોગી VCKના નિવેદનથી વિજયની પાર્ટી મુશ્કેલીમાં

Yogi Adityanath નો અખિલેશ યાદવ પર પ્રહાર, ‘PDA’ના નારા વચ્ચે ઉદ્યોગપતિને રાજ્યસભાની બેઠક વેચવાનો આરોપ

  • October 17, 2026
  • 3 views
Yogi Adityanath નો અખિલેશ યાદવ પર પ્રહાર, ‘PDA’ના નારા વચ્ચે ઉદ્યોગપતિને રાજ્યસભાની બેઠક વેચવાનો આરોપ

Telangana BC CM Demand: તેલંગાણા કોંગ્રેસમાં BC મુખ્યમંત્રીની માગથી રાજકીય ચર્ચા તેજ, રેવંત રેડ્ડીના નેતૃત્વ સામે નવો પડકાર

  • October 17, 2026
  • 5 views
Telangana BC CM Demand: તેલંગાણા કોંગ્રેસમાં BC મુખ્યમંત્રીની માગથી રાજકીય ચર્ચા તેજ, રેવંત રેડ્ડીના નેતૃત્વ સામે નવો પડકાર

Devbhumi Dwarka Drought: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ખેડૂતોની નિષ્ફળ મગફળી મુખ્યમંત્રીને કુરિયર કરાઈ

  • October 16, 2026
  • 4 views
Devbhumi Dwarka Drought: દેવભૂમિ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ, ખેડૂતોની નિષ્ફળ મગફળી મુખ્યમંત્રીને કુરિયર કરાઈ

Gujarat Congress Press Conference: ગુજરાતમાં પોલીસ તંત્રના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોને હેરાન કર્યાનો દાવો

  • October 16, 2026
  • 5 views
Gujarat Congress Press Conference: ગુજરાતમાં પોલીસ તંત્રના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોને હેરાન કર્યાનો દાવો

Bhanu-Navghan Bharwad Case: નડિયાદના પૂર્વ ભાજપ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 33 ફરિયાદોનો ઉલ્લેખ

  • October 16, 2026
  • 7 views
Bhanu-Navghan Bharwad Case: નડિયાદના પૂર્વ ભાજપ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 33 ફરિયાદોનો ઉલ્લેખ