Indira Bridge: ઇન્દિરા બ્રિજની તિરાડો વાળા સમાચાર ‘ખોટા’ હોવાનો તંત્રનો ફાંકો! ‘સબ સલામત’નું સર્ટિફિકેટ આપી દીધું!

Indira Bridge: અમદાવાદમાં સુભાષ બ્રિજ અને દધિચી બ્રિજ જર્જરિત હોવાની વિગતો બાદ ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડો પડી હોવાના મિડિયામાં અહેવાલો આવતા આ અંગે તંત્ર બચાવમાં ઉતરી પડ્યું હતું અને નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા હાથ ધરાયેલી તપાસ બાદ સત્તાવાર નિવેદન પણ આપી દીધું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે “ન્યૂઝ”માં જે તિરાડો દેખાડવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ખામી નથી, પરંતુ એન્જિનિયરિંગના નિયમ મુજબ રાખવામાં આવેલા ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે. વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં જ ‘ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ’ દ્વારા ટેકનિકલ ઓડિટ કરવામાં આવ્યું હતુ અને બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા ઈન્દિરા બ્રિજ પર જોવા મળેલી તિરાડો અને ખાડાના ફોટા સાથેના અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું અને તપાસ કરી સબ સ્લામતનું સર્ટિફિકેટ આપી મિડિયાના અહેવાલોને ‘ભ્રામક સમાચાર’ ગણાવી દીધા હતા.

અમદાવાદમાં ખખડધજ થઈ ગયેલા બ્રિજ મામલે હમણાં હમણાં તંત્ર ઉપર માછલાં ધોવાઈ રહયા છે ત્યારે ઇન્દિરા બ્રિજની વાત આવતા હવે તંત્ર સબ સલામતની ડીંગ હાંકવા માંડ્યું છે લોકોમાં સવાલો ઉઠ્યા છે કે જો બ્રિજ ખરેખર સુરક્ષિતજ હોય અને ટેકનિકલ ઓડિટ થઈ ગયું હોય તો પછી તંત્ર દ્વારા તે રિપોર્ટ જનતા સમક્ષ મુકવો જોઈએ. ઠાલા નિવેદન આપવાને બદલે સત્તાવાર ‘ફિટનેસ સર્ટિફિકેટ’જ જાહેર કરવામાં તંત્રને કેમ પેટમાં દુઃખે છે રજૂ કરે તો તેમાં ખોટું શું છે?

બીજી વાત મીડિયામાં ઇન્દિરા બ્રિજ ઉપર તિરાડ વાળા સમાચાર સવારે પ્રસિદ્ધ થયા અને ગણતરીના કલાકોમાં તંત્રએ તપાસ પણ કરી લીધી અને સબ સલામત એટલે કે ‘બ્રિજ સુરક્ષિત છે’ તેવું સર્ટીફીકેટ પણ આપી દીધુ બોલો.માત્ર એક જ દિવસમાં ઇન્દિરા બ્રિજનું ઝડપી નિવેદન આશ્ચર્ય જગાવે છે.

અન્ય બ્રિજ પણ બિસ્માર હાલતમાં છે ત્યારે તંત્ર વર્ષો સુધી કોઈ ખુલાસો કે સમારકામ કરતું નથી, તો ઈન્દિરા બ્રિજ બાબતે આટલી તાત્કાલિક સ્પષ્ટતા પાછળનું કારણ ભેદી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો
  • March 15, 2026

● નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું શુ છે તેના કારણો જાણો (સંકલન : દિલીપ પટેલ) Hilsa Fish: બંગાળમાં સૌથી વધુ જેની માંગ રહે છે તે…

Continue reading
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન
  • March 13, 2026

Congress: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં હાલ ગેસની ભયાનક તંગી સર્જાઈ છે અને લોકો ઠેરઠેર કતારોમાં ઉભા રહ્યાના દ્રશ્યો જોવા મળી રહયા છે વડોદરામાં પણ આવી સ્થિતિ છે બીજી તરફ કેબિનેટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

  • March 15, 2026
  • 2 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

  • March 15, 2026
  • 4 views
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

  • March 15, 2026
  • 9 views
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

  • March 15, 2026
  • 7 views
Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો

  • March 15, 2026
  • 7 views
Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો

Iran War: દુનિયા બેહાલ,રશિયા માલામાલ ! દરરોજ 150 મિલિયન ડોલરની કમાણી

  • March 15, 2026
  • 9 views
Iran War: દુનિયા બેહાલ,રશિયા માલામાલ ! દરરોજ 150 મિલિયન ડોલરની કમાણી