Donald Trump: અમેરિકા 66 ઈન્ટરનેશનલ સંગઠનોને BYE-BYE કર્યું ; ભારતના નેતૃત્વ વાળા મુખ્ય પર્યાવરણીય સંગઠનોમાંથી પણ ખસી ગયું!

  • World
  • January 8, 2026
  • 0 Comments

–ડોનાલ્ડ ટ્રમ્પના ખતરનાક ઈરાદા દુનિયા સામે છતા થઈ રહયા છે!

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારત વિરોધી માનસિકતા ધરાવતા થઈ ગયા છે અને 50 ટકા ટેરીફ વધાર્યા બાદ પણ હજુ ટેરીફ વધારવાની ધમકી આપી રહયા છે આ બધા વચ્ચે હવે ભારત-ફ્રાન્સનું નેતૃત્વ ધરાવતા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)માંથી અમેરિકા હઠી ગયું છે.

મહત્વનું છે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) ભારત અને ફ્રાન્સ દ્વારા ૨૦૧૫માં શરૂ કરાયેલ એક આંતર-સરકારી સંસ્થા છે,
જેમાં દુનિયામાં સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટે અને આબોહવા પરિવર્તનની સામે લડી શકાય તેનું હેડક્વાર્ટર ગુરુગ્રામ ભારતમાં છે.

ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં ૧૨૦થી વધુ દેશોએ રસ લઈ તેના પર સહી કરી છે, જેમાં ભારત, ફ્રાન્સ, જાપાન, બ્રાઝિલ સહિત અન્ય દેશોનો સમાવેશ થાય છે જેમાંથી અમેરિકા ખસી ગયું છે.આ પ્રકરણ દુનિયાના અન્ય 66 જેટલા ઇન્ટરનેશનલ સંગઠનોમાંથી અમેરિકાએ પોતાનું નામ પાછું ખેંચી લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 35 બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને 31 સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાંથી અમેરિકા બહાર નીકળી ગયાનો ઉલ્લેખ છે.સાથેજ અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે પ્રમુખ ટ્રમ્પે કરેલી જાહેરાત મુજબ “અમેરિકા 66 અમેરિકા-વિરોધી, નકામા અથવા ખોટા ખર્ચવાળા આંતરરાષ્ટ્રીય સંગઠનોને છોડી રહ્યું છે અને અન્ય સંગઠનોની પણ સમીક્ષા ચાલુ છે જે જરૂર જણાશેતો છોડી દેવામાં આવશે”

અમેરિકા હવેથી એ વૈશ્વિક અમલદારોને સબસિડી આપવાનું બંધ કરશે જેઓ અમેરિકાના હિતોની વિરુદ્ધ કામ કરે છે.
ટ્રમ્પ પ્રશાસન હંમેશા અમેરિકા અને અમેરિકનોના હિતોને પ્રાધાન્ય આપશે.પ્રમુખ ટ્રમ્પનો આ નિર્ણય વિદેશ મંત્રીના અહેવાલ અને પોતાની કેબિનેટ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આવ્યો હોવાનું એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે.

કેબિનેટ સાથેની ચર્ચામાં નક્કી થયું કે આ સંગઠનોમાં ભાગ લેવો અથવા તેમને સમર્થન આપવું અમેરિકાના હિતોની વિરુદ્ધ હતું. ઓર્ડરમાં તમામ એક્ઝિક્યુટિવ વિભાગો અને એજન્સીઓને મેમોરેન્ડમમાં ઉલ્લેખ કરાયેલા સંગઠનોમાંથી અમેરિકાને નીકળી જવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

■અમેરિકા જે સંગઠનો છોડી રહ્યું છે તેમાં નીચે મુજબના મુખ્ય સંગઠનોનો સમાવેશ થાય છે.

●બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો

ભારત અને ફ્રાન્સના નેતૃત્વ હેઠળના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA), ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) જેવા મુખ્ય પર્યાવરણીય સંગઠનોનો સમાવેશ થાય છે.

●સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ

જ્યારે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ જેવાકે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ, ઇન્ટરનેશનલ લો કમિશન, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર, પીસ બિલ્ડિંગ કમિશન, યુએન એનર્જી, યુએન પોપ્યુલેશન ફંડ અને યુએન વોટર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આમ,ધીરે ધીરે ડોનાલ્ટ ટ્રમ્પના ખતરનાક ઈરાદા સામે આવી રહયા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત