Trump: ભારતમાં SIR-ED મામલો અને USમાં ઇમિગ્રન્ટ્સ મુદ્દે ટ્રમ્પના ગુંડાઓના આતંક! આ બન્ને ઘટનાઓમાં કેટલું સામ્ય? ખાસ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ!

Trump: ભારતમાં જે રીતે SIR કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વિપક્ષ દ્વારા વિરોધ ચાલુ છે અને તેમાંય મમતા બેનર્જી અને અમિત શાહ વચ્ચે ચકમક ઝરી રહી છે જે સમાચારો ટ્રેન્ડીંગમાં છે ત્યારે આવુજ કઈક અમેરિકામાં ચાલી રહ્યું છે અમેરિકામાં ટ્રમ્પનાં આદેશ ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેનો પણ વિરોધ અને વિવાદ ચાલુ છે તેમાંય મિનેસોટા રાજ્યના મિનિયાપોલિસમાં એક ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અધિકારીએ એક મહિલાને માથામાં ગોળી મારી હત્યા કરી દેતા લોકોમાં વિરોધ શરૂ થયો છે.

ડાઉનટાઉન મિનિયાપોલિસના એક રહેણાંક વિસ્તારમાં ICE અધિકારીએ 37 વર્ષીય મહિલા કાર ચાલકને તેના પરિવારના સભ્યની સામે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી માથામાં ગોળી મારી હતીમૃતક મહિલાની ઓળખ રેની નિકોલ મેકલિન ગુડ તરકે થઇ, તેને 6 વર્ષનું નાનું બાળક છે.સોશિયલ મીડિયા પર મેકલિન ગુડ એક કવિ અને લેખક હતી, તે મૂળ કોલોરાડોની હતી.

અહેવાલ મુજબ બુધાવરે સવારે 9:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઇ ગઈ છે. મહિલાની હત્યા થતા લોકોમાં સ્થાનિક લોકોમાં રોષનો માહોલ છે, જવાબદાર ICE અધિકારી સામે કર્યવાહીની માંગ સાથે પ્રદર્શનકારીઓ ઉમટી પડ્યા હતાં. મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ પાઠવવા સેંકડો લોકો હાજર થયા હતાં લોકોએ ICEની ગાડીઓ પર બરફના ગોળા ફેંક્યા હતા.

■ટ્રમ્પ વહીવટીતંત્રએ ICEના અધિકારીનો પક્ષ લઈ બચાવ કર્યો

હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે ICEના અધિકારીને બચાવ કરતા કહ્યું કે તેણીએ અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અધિકારીએ સ્વબચાવમાં આ કાર્યવાહી કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મૃતક મહિલા પર આવા જ આરોપ લગાવ્યા અને ICEની કાર્યવાહીનો બચાવ કર્યો.

જોકે,મિનિયાપોલિસ શહેરના મેયર જેકબ ફ્રેએ ICE અધિકારીની કાર્યવાહીને વખોડી કાઢી છે. તેમણે ક્રિસ્ટી નોએમના દાવાને જુઠ્ઠાણું ગણાવ્યો. તેમણે ઇમિગ્રેશન સામે કાર્યવાહીના ભાગ રૂપે મિનિયાપોલિસ અને સેન્ટ પોલમાં 2,000 થી વધુ અધિકારીઓની ફેડરલ તૈનાતીની પણ ટીકા કરી હતી.મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે કહ્યું કે ખૂબજ વખોડવા લાયક આ ઘટના છે તે પોતે પણ અન્ય લોકોની જેમ ગુસ્સામાં છે.અમેરિકામાં આ ઘટના બાદ લોકોમાં ટ્રમ્પ વિરુદ્ધ માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહયા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ

  • April 30, 2026
  • 5 views
Chaitar Vasava Jhagadia Case: ‘જેલથી ડરતા નથી’, ઝઘડિયા મેટ્રોપોલિટન કેસમાં ચૈતર વસાવાના પોલીસ અને તંત્ર પર ગંભીર આક્ષેપ

Ahmedabad Vatva Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલ્યું: ખોદકામમાં મળ્યા હાડકા, વાળ અને વીંટી

  • April 30, 2026
  • 7 views
Ahmedabad Vatva Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલ્યું: ખોદકામમાં મળ્યા હાડકા, વાળ અને વીંટી

Gujarat Local Body Election Analysis: 2027 વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર? ગુજરાતમાં ભાજપ મજબૂત, કોંગ્રેસ સંગઠન સંકટમાં અને આપ સામે અસ્તિત્વનો પડકાર

  • April 29, 2026
  • 7 views
Gujarat Local Body Election Analysis: 2027 વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર? ગુજરાતમાં ભાજપ મજબૂત, કોંગ્રેસ સંગઠન સંકટમાં અને આપ સામે અસ્તિત્વનો પડકાર

Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

  • April 29, 2026
  • 9 views
Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી

  • April 29, 2026
  • 8 views
Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી

Ahmedabad Mayor Race: અમદાવાદના નવા મેયર માટે રાજકીય દોડધામ તેજ, AMCના 20 હજાર કરોડના બજેટનું સુકાન કોને મળશે?

  • April 29, 2026
  • 7 views
Ahmedabad Mayor Race: અમદાવાદના નવા મેયર માટે રાજકીય દોડધામ તેજ, AMCના 20 હજાર કરોડના બજેટનું સુકાન કોને મળશે?