Trump: ડોનાલ્ટ ટ્રમ્પના “બોર્ડ ઓફ પીસ”માં જોડાવા દુશ્મન દેશો સાથે ભારતને આમંત્રણ ! મોદી ગુંચવાયા ! દોસ્તને શુ જવાબ આપવો? જુઓ વિશેષ અહેવાલ

Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં શાંતિ માટે એક ‘બોર્ડ ઓફ પીસ’ બનાવ્યું અને તેના સભ્ય બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું ત્યારે બધા ખુશ થઈ ગયા અને “જો ટ્રમ્પને જરૂર પડીને એમ કહી..બધા ખુશ થવા લાગ્યા પણ પાછળથી જ્યારે ખબર પડી કે આવું આમંત્રણતો આપણા દુશ્મન દેશો પાકિસ્તાન અને તુર્કીને પણ આપવામાં આવ્યું છે ત્યારે બધા નાખુશ થઈ ગયા.

બીજી મહત્વની વાત એ કે આ બોર્ડમાં સમાવિષ્ટ દેશોને પ્રાથમિક સભ્યપદ મળે અને જો કાયમી સદસ્યતા જોઇતી હોયતો તે દેશોએ 1 અબજ ડોલર એટલે કે અંદાજે 9 હજાર કરોડ રૂપિયા સુધી ખર્ચ કરવા પડે બીજુ કે આ રકમ સભ્ય બન્યાના 1 વર્ષની અંદર જ આપવી પદે ,જોકે તમામ દેશો માટે કાયમી સભ્ય બનવું જરૂરી નથી માનીલો કે જો કોઈ દેશ 9 હજાર કરોડ રૂપિયા નથી આપતો, તો 3 વર્ષ પછી તેની સદસ્યતા આપોઆપ ખતમ થઈ જશે.

જોકે, PM મોદીએ અત્યારસુધી આ બોર્ડમાં સામેલ થવાની પુષ્ટિ કરી નથી તે જુદી વાત છે ટ્રમ્પનું ‘બોર્ડ ઓફ પીસ’ એટલે ટ્રમ્પ પોતે રાજા અને બાકીના દરબારીઓ એટલે કે ટ્રમ્પની હા માં હા મિલાવવાની ઉપરાંત ટ્રમ્પ ઈચ્છે તેજ આગામી પ્રમુખ બની શકે આમ ટ્રમ્પ જ કર્તાહર્તા રહે તે રીતનું આ સંગઠન છે.

આ બોર્ડનો ઉપયોગ યુનાઈટેડ નેશનના વિકલ્પ તરીકે કરી શકાય છે, જેમાં અમેરિકાનું વર્ચસ્વ હોય. ટ્રમ્પ અન્ય દેશોના પ્રતિનિધિઓને પણ આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલી રહ્યા છે જોકે,UNએ ટ્રમ્પના પીસ પ્લાનને 2 વર્ષ માટે જ મંજૂરી આપી છે અને એને માત્ર ગાઝા સુધી સીમિત રાખવા કહ્યું હતું.

મહત્વનું છે કે અમેરિકાએ સૌ પ્રથમ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે 20 પોઈન્ટનો એક ગાઝા પીસ પ્લાન બનાવ્યો જેને નવેમ્બર 2025માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSCએ મંજૂરી આપી હતી પણ હવે કઈક બીજું બન્યું જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાનો બીજો ફેઝ શરૂ કરી દીધો છે. આના માટે એક બોર્ડ ઓફ પીસ બનાવવામાં આવ્યું છે આ બોર્ડ એક ઇન્ટરનેશનલ બોડી છે અને ટ્રમ્પ તેના આજીવન ચેરમેન રહેવના છે અને આપણે આ બોર્ડની વાત કરી રહયા છે જેમાં ટ્રમ્પ સર્વેસર્વા છે અને આ બોર્ડના ચાર્ટરમાં ગાઝાનો ઉલ્લેખ જ નથી.

આમ,ટ્રમ્પ દુનિયામાં વધુ અન્ય દેશોને પોતે કહે તે રીતે કરવા તૈયાર કરી રહયા છે જોકે,ચીન અને રશિયા આમાંથી બાકાત છે કારણકે તેઓ પોતાની રીતે મજબૂત છે તેથી અમેરિકા પર કોઈ રીતે નિર્ભર નથી ત્યારે ભારતે ક્યારેક ચીન તો ક્યારેક અમેરિકા તો ક્યારેક રશિયા એમ કરવું પડે છે.

આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તેમજ રાજેશ ઠાકર અને મેહુલ વ્યાસ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ જે વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 3 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 4 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • September 22, 2026
  • 5 views
SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

  • September 22, 2026
  • 5 views
UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 8 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન