Soliders: દેશ માટે લડનારા 50 હજાર માજી સૈનિકોની વ્યથા! ન્યાય ક્યારે મળશે?

●માજી સૈનિકો જે જમીન માંગી રહયા છે તે જમીન આપવાનું મોદી સરકારે 2006થી બંધ કરી દીધું છે ; દુકાનો આપી પણ કબ્જો ન મળ્યો ! માજી સૈનિકોની માંગ કોઈ સાંભળતું નહિ હોવાની રાવ

( સંકલન : દિલીપ પટેલ )

Soliders: દેશની આર્મીમાં ફરજ બજાવનારા નિવૃત સૈનિકો છેલ્લા ઘણાજ વર્ષોથી ન્યાયની લડત ચલાવી રહયા છે હાલમાં ગુજરાતમાં 70 હજાર માજી સૈનિકો છે જેઓ લશ્કરમાંથી નિવૃત્ત થયા બાદ તેમને આજીવિકા માટે મળતી 16 એકર જમીન મળી નથી કારણકે 2006થી નરેન્દ્ર મોદીએ જમીન આપવાની બંધ કરી છે.

અગાઉ સાથણી તરીકે જમીન આપવી એવો નિયમ મોદી સરકારે કર્યો ત્યારથી 50 હજાર પૂર્વ જવાનોને જમીન આપવામાં આવી નથી. 2006 પહેલાં જમીન આપી છે તેમાંથી 70 હજાર 20 હજારને જમીન મળી છે પણ તેમાંય ઘણાં એવા છે કે જમીનનો કબજો સરકાર આપતી નથી.

આવા 300 – 400 એવા સૈનિકો છે કે તેમને જમીન તો આપી છે પણ કબજો અપાયો નથી જમીન ન જોઈતી હોય એમને સરકાર નોકરી આપે એવો નિયમ છે પણ તેમાં આકરાં નિયમો લાગુ કર્યાં હોવાથી જમીન મળતી નથી.

કાગીરલ યુદ્ધમાં શહિદ થઈ ગયેલા પંચમહાલ જિલ્લાના સૈનિકના કુટુંબને જમીન આપી પણ કબજો અપાતો ન હતો, સંગઠને જમીનનો કબજો અપાવેલો હતો અમદાવાદમાં માજી સૈનિકને દુકાનો આપી હતી અને પ્રધાન આવીને ઉદઘાટન કરી ગયા અને તેમના હાથે દુકાનની ચાવી આપી હતી પણ તે આશ્ચર્ય જનક રીતે પરત લઈ લેવામાં આવી હતી જે આજ દિન સુધી એ દુકાન આપવામાં આવી નથી.

પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે. 10 હજાર જેવા યુવાન માજી સૈનિકો છે જેમને નોકરી મળી શકે તેમ છે પણ વર્ષે 50 જવાનોથી વધારે કોઈને નોકરી મળતી નથી.

40 હજાર એવા છે કે, જેમને જમીન કે સૈનિક અનામતમાં નોકરી મળી શકે તેમ નથી. હમાણાં પોલીસમાં 400 વેકન્સી અનામતની હતી. પણ તેમાંથી માંડ 20 પસંદ થયા છે માંગણીઓ માટે 2022માં આંદોલન કર્યા પછી ફરીથી સપ્ટેમ્બર 2025માં માંગણીઓ માટે આંદોલન કર્યું હતું. તો લાઠીચાર્જ કરાયો હતો. દરેક જિલ્લામાં યાત્રા કાઢી હતી.

માજી સૈનિકો તેમજ ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ‘ઓપરેશન અનામત’ નામનું આંદોલન કરવામાં આવ્યું હતું. માજી સૈનિકો દ્વારા એકસ આર્મીને 10 ટકા અનામત તરીકે નોકરીના કાયદામાં આવેલા ફેરફારને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાસિંગ માર્ક્‌સ 40 રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે.

મિનિમમ માર્ક્‌સ અને પગાર રક્ષણના સુધારાઓ હટાવવામાં આવે અને તેમને મળતા લાભો આપવામાં આવે. 9 દિવસ આંદોલન ચાલ્યું હતું. 2 હજાર નિવૃત્ત જવાનો જોડાયા હતા.

● 2022 પાંચ માંગણીઓનો સ્વીકાર

1. શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી
2. શહીદ જવાનાના બાળકોને રૂ. 5 હજાર શિક્ષણ સહાય આપવી
3. શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. 5 હજારની સહાય આપવી
4. અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી
5. અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ. 5 લાખની સહાય આપવી

આ બધી માંગણીઓ પૈકીની માત્ર 3 માગણીઓ અમલી કરી છે જેમાં શહીદોને 1 કરોડ આપવા, દારૂનો પરવાનો તથા ગેલેન્ટરી એવોર્ડની સંખ્યા વધારવામાં આવી.

ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની સમિતિ બનાવવાની વાત કરી હતી.

જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે, એમ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું પણ જમીન તો 20 વર્ષથી આપી નથી.

● માજી સૈનિકોની પડતર 18 માંગણીઓ નીચે મુજબ છે

– કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂક કરો.
– સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
– ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
– સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
– શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
– વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
– શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
– શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
– ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું શહીદ સ્મારક, આરામ ગૃહ.
– પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપો.
– રહેણાંક માટે પ્લોટની ફાળવો.
– દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખો.
– હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ આપો.
– સામાજિક પ્રશ્નોને અગ્રતા આપો.
– ઉચ્ચ અભ્યાસમાં બાળકોને અનામત
– બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપે.
– માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપો.

આ પ્રશ્નોનું નિરાકરણ ન થતાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર નિમાવત સહિત 100 માજી સૈનિકોએ પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપ્યું હતું. જોકે,હજુપણ સૈનિકોની માંગ પૂર્ણ થઈ નથી ત્યારે સવાલ થાય કે માજી સૈનિકોને જો ન્યાય ન મળતો હોયતો અન્યોની વાત ક્યાં કરવી?સિનીયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 6 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત