Narendramodi: CM નરેન્દ્ર મોદીએ જોયેલા સપના PM મોદી પૂર્ણ ન કરી શક્યા!! જુઓ, વિશેષ અહેવાલ.

● CM મોદીનું સપનું હતું કે અમેરિકા વાળા ભારતના વિઝા લેવા લાઈનમાં ઉભા હશે!! બીજી વાત એ પણ કરી હતી કે જો ભારત સરકાર મને કામ સોંપે તો દરેકના ઈ પાસપોર્ટ માત્ર એક વર્ષમાં બનાવી દઉં ! હવે મોદીએ કોઈને પૂછવાનું નથી અને CM માંથી PM બની ગયા છે પરંતું પોતાનું જ સપનું પૂર્ણ કરી શક્યા નહી!!

Narendramodi: નરેન્દ્ર મોદી એક આક્રમક વ્યક્તિવ ધરાવતા વક્તા છે અને તેઓ જે બોલે તેને જનતા વધાવી લેતી હતી તેઓના સપના ઘણા હતા પણ કમનસીબે બધા સપના પૂર્ણ ન થઈ શક્યા તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે સ્વામી વિવેકાનંદનું સપનું હતું તે મારુ પણ સપનું છે અને “જોજો એક દિવસ અમેરિકા વાળા ભારતના વિઝા લેવા લાઈનમાં ઉભા હશે!”
સાથેજ તે વખતની સરકારને દોષ દેતા હતા ઇ-ગવર્નન્સ હેઠળ ઝડપી પાસપોર્ટ પ્રક્રિયા થઈ શકે તેમ છે અને જો ભારત સરકાર ગુજરાતીઓના ઈ-પાસપોર્ટનું કામ મને સોંપે તો માત્ર એકજ વર્ષમાં બધાના ઈ પાસપોર્ટ બનાવી દઉં..પણ હવે બદલાયેલા સમયમાં મોદી પોતે CM માંથી PM બની ગયા છે પણ આજે તેઓના જ સપના પૂર્ણ થઈ શક્યા નથી.

મોદી જે વાત કરતા હતા તેની વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે અને આજે વિદેશમાંથી લોકો ભારત આવતા નથી પણ મોટા પ્રમાણમાં જઈ રહયા છે વિદેશ મંત્રાલયના આંકડાઓ મુજબ વાત કરવામાં આવેતો દર વર્ષે લગભગ 25 લાખ ભારતીયો વિદેશોમાં સ્થાયી થવા માટે દેશ છોડી રહયા છે સર્વે મુજબ દર 5માંથી એક ધનાઢ્ય વ્યક્તિ  વિદેશ જવાની તૈયારીમાં હોય છે.

દેશમાં લગભગ 22% અલ્ટ્રા રિચ લોકો વિદેશમાં વસવાટની ઈચ્છા રાખી રહયા છે. તેના મુખ્ય કારણોમાં ત્યાનું સારું જીવન સ્તર,સ્વચ્છતા,શુદ્ધ આહાર,પર્યાવરણ,કાયદા,ભારતની તુલનામા વધારે સુવિધાઓ અને કારોબાર કરવાની સરળ પ્રક્રિયા વગરે મુખ્ય છે.

એક સર્વેમાં મળી આવ્યું કે, અમેરિકા બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને સંયુક્ત અરબ અમીરાત અમીર ભારતીયોનું પસંદીદા સ્થાન છે. ખાસ કરીને UAEના ગોલ્ડન વીઝા યોજનાના કારણે અહીં સ્થાયી થવાની ઈચ્છા વધારે જોવા મળી છે. આ સર્વે દેશની મુખ્ય સંપત્તિ સંચાલન કંપની કોટક પ્રાઈવેટે પરામ્શ EY સાથે મળીને કર્યો છે આમ, ભારત છોડી અમીરો વિદેશમાં સ્થાયી થઈ રહયા છે તે વાત સામે આવી રહી છે તેથી મોદીજીનું સપનું અહીં પોતે વડાપ્રધાન હોવાછતાં બદલાવ કરી શક્યા નથી તે વાસ્તવિક સ્થિતિ છે.

આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત કરીએ છીએ, જોવાનું ચૂકશો નહિ.
જુઓ ખાસ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા
  • February 13, 2026

Surendranagar: સમગ્ર રાજ્યમાં હાલ ફોર્મ7 ભરીને લાખ્ખો નામ રદ કરવાના થયેલા પ્રયાસો સામે વિપક્ષ દ્વારા ભારે વિરોધ થયો છે ત્યારે આવુજ કઈક સુરેન્દ્રનગરમાં પણ થયું છે.જિલ્લામાં ફોર્મ 7 ભરી મતદાર…

Continue reading
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!
  • February 13, 2026

Kutch: કચ્છમાં મોટાપાયે ખાનગી કંપનીઓને જમીનો પધરાવાઈ રહી છે ત્યારે હવે ગૌ માતા સહિતના દુધાળા પશુઓના મોઢામાંથી કોળિયો છીનવવાની સરકારની હિલચાલનો માલધારી સમાજની બહેનોએ વિરોધ કર્યો છે.કચ્છમાં વિકાસના ઓઠા હેઠળ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views
Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 7 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?