Donald Trump: મને “નોબેલ શાંતિ પુરસ્કાર” કેમ ન આપ્યો? હવે જોઈલો હું શું કરી શકું છું! ટ્રમ્પે નોર્વેના PMને પત્ર લખી કાઢી હૈયા વરાળ!

  • World
  • January 21, 2026
  • 0 Comments

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર કબ્જો કર્યા બાદ દુનિયાભરમાં ધમકીઓ આપવાનું શરૂ કરતાં હાહાકાર મચી ગયો છે અને આ બધા વચ્ચે તેઓએ નોર્વેના વડાપ્રધાનને એક પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે, જે પત્ર સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો છે ટ્રમ્પે પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘8 જેટલા યુદ્ધો અટકાવ્યા હોવા છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો નથી, તેથી હવે હું શાંતિ જાળવી રાખવાની કોઈ જવાબદારી લેતો નથી.’

આ સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ કઈ પણ કરી શકે છે પહેલા વેનેઝુએલા અને હવે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની દિશામાં આગળ વધી શકે છે અને યુરોપિયન દેશો સામે પણ બાંયો ચડાવી છે મતલબ કે જો તેઓને શાંતિ પુરસ્કાર મળ્યો હોત તો કદાચ આ સ્થિત ન હોત.

AI નકશો અને સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર AI દ્વારા બનાવવામાં આવેલો એક નવો નકશો પોસ્ટ કર્યો છે, જેમાં ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુએલાને અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે ટ્રમ્પે ઈરાનની વળતા ” યુદ્ધ” ની ધમકી બાદ કહ્યું,”જો કંઈ થશે, તો અમે તેમને નકશા પરથી ભૂંસી નાખીશું.”

મહત્વનું છે કે ટ્રમ્પ પહેલાથી જ ઈરાનમાં શાસન પરિવર્તન વિશે વાત કરી ચૂક્યા છે અને હવે તેઓ જંગ છેડવાની વાત કરી રહયા છે અને જે હુમલો થશે તે વિનાશક હશે જેની કોઈએ કલ્પના નહિ કરી હોય તેને પૃથ્વીના નકશા પરથી ગાયબ કરી દઈશું એવી ધમકી આપી છે આમ, ટ્રમ્પની સીધી ધમકી બાદ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ તેહરાન નજીકના એક સુરક્ષિત બંકરમાં છુપાઈ ગયા હોવાના અહેવાલ છે.

મહત્વનું છે કે છેલ્લા સાત મહિનામાં તેઓ બીજી વખત બંકરમાં છૂપાયા છે બીજી તરફ ગ્રીનલેન્ડ મુદે ફ્રાન્સે વલણ કડક અપનાવી ટ્રમ્પનો વિરોધ કરતા ટ્રમ્પની ટેરીફની ધમકી બાદ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનએ પોતાના નિવેદનમાં કહ્યુ કે ‘કોઈપણ દેશની જમીન, આઝાદી કે સાર્વભૌમત્વ પર દબાણ લાવવા માટે ટેક્સ અને આર્થિક પાબંદીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવો બિલકુલ સ્વીકાર્ય નથી.’

આમ,ટ્રમ્પ હવે બેબાકળા થયા છે અને યુરોપિયન દેશો સામે પણ બાખડી પડતાં મામલો ગરમાયો છે અને ટ્રેડવોરને લઈ શેર બજારમાં ઉથલ પાથલ મચી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
  • June 19, 2026

US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 2 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 5 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 9 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક