Narendra Modi: ટ્રમ્પે PM મોદી ઉપર તંત્ર-મંત્ર અને મેલી વિદ્યાનો પ્રયોગ કરતા મોદી ભ્રમિત થઈ ગયા છે : પરમહંસ આચાર્ય

  • India
  • January 31, 2026
  • 0 Comments

Narendra Modi: દુનિયામાં ભારતના PM નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે મોદી આગળ નીકળી જશે તેથી ‘ટ્રમ્પે મોદી ઉપર મેલી વિદ્યા કરાવીને તંત્ર મંત્ર દ્વારા વશીકરણ કરાવતા મોદી ભ્રમિત થઈ ગયા છે અને તેઓ એવા નિર્ણય લઈ રહયા છે કે તેઓની ટીકા થાય અને લોકપ્રિયતા ઘટી જાય’ આ મુજબ અયોધ્યાના પરમહંસ આચાર્યનું કહેવું છે.

આચાર્યએ મજબૂત દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી પર તંત્ર મંત્ર કરી વશીકરણ કર્યું જેને લઈ યુજીસી જેવા વિવાદિત નિયમો સરકાર લાવી હતી પણ હવે અમને ખબર પડી જતા અમે વૈદિક મંત્રોથી મોદીને વશીકરણથી મૂક્ત કરી દીધા છે જેથી હવે તેઓ ટ્રમ્પના પ્રભાવમાંથી મુક્ત થઈ ગયા છે.

મહત્વનું છે કે યુજીસીના નવા નિયમોનો વિરોધ કરનારા પરમહંસ આચાર્યએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે યુજીસી આવા નિયમો લઇને શુ કામ આવ્યું? આવું કેમ થઇ ગયું તે અંગે અમે અમારી રીતે તપાસ કરી અને જોયું તો ખબર પડી કે શું હકીકત છે? આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે મોદીના વધી રહેલા પ્રભાવને કારણે તેમના પર તંત્ર મંત્ર કરાવીને વશીકરણ કરવામાં આવ્યું છે, જે બાદ મે ધ્યાન કર્યું તો જાણવા મળ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તંત્ર મંત્ર કરાવી પીએમ મોદીનું વશીકરણ કરાવ્યું હતું.

નરેન્દ્ર મોદીને મેલી વિદ્યાના પ્રભાવમાંથી મુક્ત કરવા અમે વૈદિક મંત્રોનું પઠન સહિતની ક્રિયાઓ કરી ટ્રમ્પની કરેલી વિધિ હઠાવી દીધી છે અને હવે બધુ ઠીક કરી દીધુ, હવે મોદીજી પર કોઇ પણ પ્રકારના તંત્ર મંત્ર કે વશીકરણની અસર નહીં થાય. નરેન્દ્ર મોદીની દેશને જરૂર છે અને દેશનો વિકાસ અટકી ન જાય તે માટે મોદી આગળ વધતા રહે તે જરૂરી છે કેમકે નરેન્દ્ર મોદી પાસે દેશને ઘણી અપેક્ષાઓ છે.
તે વાત ધ્યાને લઇ અયોધ્યાથી મોદીની કુશળતા માટે પૂજા પાઠ કરતા રહીશું.

અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ પણ પરમહંસ આચાર્યએ કહ્યું હતું કે યુજીસીના નવા નિયમો પરત લેવામાં આવે નહીં તો મને ઇચ્છા મૃત્યુની છૂટ આપવામાં આવે.

જોકે,દેશભરમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને નામદાર કોર્ટે તેના ઉપર સ્ટે મૂકી દીધો હતો. જ્યારે બીજી તરફ ટ્રમ્પ દ્વારા મોદી ઉપર કરવામાં આવેલી મેલી વિદ્યા પરમહંસ આચાર્યએ દૂર કરતા હવે મોદી ટ્રમ્પના પ્રભાવથી મુક્ત થઈ ગયા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ