Gujarat: રાજ્યમાં અંદાજપત્રનું અવનવું ; અઢી કરોડ શહેરજનો ઉપર દર મહિને ₹2000 બોજો આવશે!

  • Gujarat
  • February 14, 2026
  • 0 Comments

દિલીપ પટેલ

Gujarat: રાજ્યની 17 મહાનગરપાલિકાનું 2026-27નું એક વર્ષનું ખર્ચ રૂ. 60 હજાર કરોડ થવાનો છે.જૂની 8 મહાનગરપાલિકાનું અંદાજપત્ર રૂ.49 હજાર કરોડ અને નવી 9 મહાનગરપાલિકામાં રૂ. 10 હજાર કરોડનું અંદાજપત્ર રહેશે.17 મહાનગરોમાં અઢી કરોડ લોકો રહે છે. દરેક શહેરી લોકો પાસેથી વર્ષે રૂ.24થી 25 હજાર એટલે કે દરેક વ્યક્તિ પાસેથી મહિને રૂ.2 હજાર લેવામાં આવશે. 5 સભ્યોનું એક કુટુંબ ગણવામાં આવે તો વર્ષે રૂ. 1 લાખથી સવા લાખ શહેરની સરકારને વેરા, ફી, દર પેટે ચૂકવશે. આ ખર્ચ ગ્રામ્ય વિસ્તાર કરતાં અનેક ગણું વધારે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27 માટેનું બજેટ રૂ. 18,518 કરોડનું છે.સુરત મહાનગર પાલિકાનું બજેટ 10593 કરોડ છે,આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે તેની ઈફેક્ટ સીધી બજેટ પર જોવા મળી રહી છે, કર વધારો નથી થયો પણ અહીં ટુરિઝમ સીટી બનાવવા માટે શન ટુરીઝમ, ઈન્ડસ્ટ્રી ટુરિઝમ અને ટ્રેડ-એડવેન્ચર ટુરિઝમ બનાવાશે.

વડોદરા મનપાનું વર્ષ 2026-27નું બજેટ 7672.21 કરોડ છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાનું રુ. 3604.90 કરોડનું બજેટ છે. વધારાના કરબોજ નથી. મિલકત વેરા  અને પાણી વેરાના ચડત વ્યાજમાં રુ. 5,000 સુધીની માફી આપી છે.એજ રીતે ગાંધીનગર કોર્પોરેશનનું બજેટ 1918.35 કરોડ રૂપિયા છે. એઆઈ ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે. આઈટી પ્રોજેક્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.  થઈ ગયું છે. જેને હવે આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાનું રૂ. 1860 કરોડના બજેટમાં 9 કરોડ રૂપિયાના કર વધારાનું સૂચન કરાયું છેજૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર તેજસ પરમાર (IAS) દ્વારા રૂ. 1,501 કરોડનું માતબર બજેટ રજૂ કર્યું આગામી વર્ષ 2026-27 નું બજેટ કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવ્યું છે.

ભાવનગર મહાનગર પાલિકાનું બજેટ રૂ. 2 હજાર કરોડની આસપાસ રહેશે.જૂનાગઢ મનપાનું 1491.73 કરોડનું બજેટ મંજૂર. રૂા.6 કરોડનો કરબોજ.જાન્યુઆરી 2025થી બીજી 9 મ્યુનિસિપલ કોર્પોરેશન મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને દરજ્જો અપાયો છે.નવસારી મનપાનું રૂ. 1100 કરોડ નક્કી કરાશે.9 મહાનરગરના બજેટ જાહેર થયા નથી. દરેકના સરેરાશ રૂ. 1 હજાર કરોડ ગણવામાં આવે તો તે 10 હજાર કરોડ આસપાસ રહેશે.

■2021માં શહેરોની વસ્તીનો અંદાજ અને શહેરોનો ચો.કી. વિસ્તાર નીચે મુજબ છે.

■અમદાવાદ – 530 ચો.કી વિસ્તાર અને વસ્તી 82,53,000

■ સુરત – 461.6 ચો.કી વિસ્તાર અને 74,90,000 વસ્તી
■વડોદરા – 220.33 – 22,33,000
■રાજકોટ – 170 – 19,34,000
■ભાવનગર – 108.27 – 7,71,000
■જામનગર – 125.67 – 6,23,000
■જૂનાગઢ – 160 – 4,15,000
■ગાંધીનગર – 326 – 4,10,000
■આણંદ – 47.89 – 3,74,000
■નવસારી – 43.71 – 3,67,000
■સુરેન્દ્રનગર – 58.6 – 3,29,000
■મોરબી – 46.58 – 3,27,000
■ગાંધીધામ – 63.49 – 3,22,000
■નડિયાદ – 78.55 – 2,92,000
■ભરૂચ – 43.8 – 2,90,000
■પાટણ – 43.89 – 2,83,000
■પોરબંદર – 38.43 – 2,82,000
■મહેસાણા – 31.08 – 2,47,000
■ભુજ – 56 – 2,44,000
■વેરાવળ – 39.95 – 2,41,000
■વાપી – 22.44 – 2,23,000
■વલસાડ – 24.1 – 2,21,000
■ગોધરા – 20.16 – 2,11,000
■પાલનપુર – 39.5 – 1,82,000
■હિંમતનગર – 21.01 – 1,81,000
■કલોલ – 25.42 – 1,74,000
■બોટાદ – 10.36 – 1,69,000
■અમરેલી – 65 – 1,53,000
■ગોંડલ – 74.48 – 1,45,000
■જેતપુર – 23.27 – 1,53,000
■ડીસા – 20.08 – 1,11,160
કૂલ – 3,037 – 2,76,50,000.

ગુજરાતના મુખ્ય શહેરોની વસ્તીમાં 2011ની સરખામણીમાં મોટો વધારો થયો છે.આમ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો વિસ્તરણ સાથે લાખોની વસ્તીનો અંદાજ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 8 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી