Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ”ના હોબાળા વચ્ચે ગુજરાતનો ‘નલિયા કાંડ’ તાજો થયો! સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું ? જુઓ વિડીયો

Epstein Files: હાલમાં અમેરિકાનો બાળ યૌન શોષણ અપરાધી જેફરી એડવર્ડ એપસ્ટીન ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તેની ફાઇલ્સમાં પીએમ મોદી અને અન્ય લોકોના નામો સામે આવતા વિપક્ષ દ્વારા જવાબ માંગવામાં આવી રહયો છે ત્યારે હવે ગુજરાતમાં અગાઉના વર્ષોમાં ખૂબ ગાજેલા નલિયા કાંડ (નલિયા સેક્સ કાંડ) ફરી ચર્ચામાં આવ્યું છે.

■ શુ હતો નલિયા કાંડ મામલો?

ગુજરાતના કચ્છ જિલ્લાના નલિયામાં ૨૦૧૭માં એક ગંભીર સામૂહિક દુષ્કર્મ અને સેક્સ રેકેટનો કિસ્સો જે તે વખતે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.જેમાં ૨૦૧૭માં મુંબઈની એક ૨૪ વર્ષીય પરણિત કચ્છી યુવતીએ નલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેને નશીલું પીણું પીવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ દુષ્કર્મનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમય સુધી તેનું જાતીય શોષણ કર્યું હતું.આ કેસમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેટલાક સ્થાનિક નેતાઓના નામ ઉછળ્યા હતા, જેના કારણે ભારે રાજકીય હોબાળો થયો હતો. ભાજપે ત્યારબાદ આ સંડોવાયેલા નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.

ભારે હોબાળો થતાં ગુજરાત સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી હતી અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા.ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૫માં ભુજ સેશન્સ કોર્ટે આ કેસમાં તમામ ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતા (મુખ્ય સાક્ષી) પોતાના નિવેદનથી ફરી ગઈ (Hostile) હતી, જેના કારણે પુરાવાઓના અભાવે આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા.આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો હતોઆ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!
  • April 18, 2026

BJP: ગુજરાતમાં ભાજપની રણનીતિ શામ,દામ,દંડ,ભેદ વાળી રહી છે અને તેનો ઉપયોગ કરી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પહેલા જ 700 જેટલી બેઠકો મતદાન વગર જ બિન હરીફ કરી ભગવો ફરકાવી દીધો છે,ઉપરાંત…

Continue reading
Ahmedabad: અમદાવાદમાં ભાજપ સામે લોકોમાં આક્રોશ! ભાજપના જ અગ્રણીએ “વિકાસ”ની ખોલી પોલ, જુઓ વિડીયો
  • April 17, 2026

Ahmedabad: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ છે ત્યારે લોકોમાં ચૂંટણી માટે મત માંગવા આવતા નેતાઓ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોમાં પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ ન આવવાને કારણે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી સામે પડનાર મધુ કિશ્વર પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં ડિસ્ટર્બ થઈ ગયા હતા!જુઓ,ખાસ ચર્ચા

  • April 19, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી સામે પડનાર મધુ કિશ્વર પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં ડિસ્ટર્બ થઈ ગયા હતા!જુઓ,ખાસ ચર્ચા

IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

  • April 19, 2026
  • 5 views
IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

  • April 18, 2026
  • 5 views
BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

  • April 18, 2026
  • 14 views
Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

  • April 18, 2026
  • 17 views
W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી  મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

  • April 18, 2026
  • 11 views
Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ