Gujarat Politics: ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ રાજકીય પક્ષોમાં આવશે મોટો બદલાવ! ભાજપ-કોંગ્રેસ-આપ સક્રિય!

  • Gujarat
  • February 22, 2026
  • 0 Comments

Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષોમાં હલચલ શરૂ થઈ ગઈ છે અને ભાજપની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રણ દિવસ માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ભાજપના નેતાઓને ખખડાવ્યા હતા નીતિન નબીને કમલમ ખાતે પ્રદેશ નેતા, શહેર પ્રમુખો ઉપરાંત અન્ય પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી જેમાં પ્રભારીઓની કામગીરીને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેઓએ કહ્યું કે પ્રભારી જિલ્લામાં જઈને ન્યાયની વાતતો કરે છે પણ એ જ જિલ્લામાં પોતાના માણસો સેટ કરી પોતે જ જાણે પક્ષના સર્વેસર્વા હોય તેવો વર્તાવ અને નીતિ યોગ્ય નથી દરેક સમાજ ઉપર પક્કડ મજબૂત બનાવો જે પણ પદ મળ્યું છે તેની યોગ્ય જવાબદારી નિભાવવા સૂચના આપી હતી.

આ સિવાય ધારાસભ્ય-સાંસદોને પણ નીતિન નબીને ઘેર બેઠાં કાર્યાલય ચલાવવા કરતા લોક પ્રતિનિધિ તરીકે લોકો વચ્ચેનો સંપર્ક જાળવી રાખવા પોત પોતાના મત ક્ષેત્રમાં જઈ લોકોને સાંભળવા સલાહ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં મોટો બદલાવ આવે તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતની વાત કરવામાં આવેતો વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવાય તેવી અટકળો ચાલી રહી છે. જે અંગે દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી ચર્ચા છે. હાઇકમાન્ડે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખને છૂટો દોર અપાશે,જ્યારે નિષ્ફળ રહેલા પ્રદેશ નેતાઓને હઠાવવા સૂચના આપી છે. આ ઉપરાંત જિલ્લા-શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી અપાશે. દરેક જિલ્લામાં પ્રભારી નીમવા પણ નક્કી કરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરી હાલ દિલ્હીમાં છે. જ્યાં છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવા નક્કી કરાયુ હોવાની વિગતો જાણવા મળી રહી છે.

જ્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખેડૂતો અને જનતાના પાયાના પ્રશ્નો ઉઠાવી સતત વિપક્ષની ભૂમિકામાં રહી છે ત્યારે હવે આગામી ચૂંટણીઓ દરમિયાન જનતામાં પોતાનું મજબૂત પ્રદર્શન બતાવવા રાજકીય છાવણીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ
  • July 24, 2026

Ahmedabad Waterlogging: રાજ્યના સૌથી વિકસિત શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં વરસાદ બાદ સર્જાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

  • July 26, 2026
  • 2 views
Jantar Mantar Student Protest: જંતર-મંતરથી રાજીનામા સુધી, Gen Z નું આંદોલન, સરકારનો યુ-ટર્ન અને લોકશાહી પર નવી ચર્ચા

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 5 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 6 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

  • July 25, 2026
  • 10 views
Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા