US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!

  • World
  • March 3, 2026
  • 0 Comments

■ અમેરિકા-ઈઝરાયેલ હુમલાનો ભોગ બનેલા માસૂમ ઈરાની બાળકીઓના સામૂહિક અંતિમ સંસ્કાર જોઈ દુનિયા ધ્રુજી ગઈ!

US Iran war: અમેરિકાએ ઓપરેશન “એપિક ફ્યુરી” અને ઈઝરાયલે ઓપરેશન “રોરિંગ લાયન” સંયુક્ત રીતે ચલાવી ઈરાની ઈસ્લામિક શાસનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની હત્યા કરી સાથેજ સેંકડો લોકો માર્યા ગયા હુમલાઓ અહીંની સ્કૂલો ઉપર પણ થયા તેમાં અનેક બાળકોના અરેરાટી ભર્યા મોત થયા આ માત્ર સૈન્ય કાર્યવાહી નહોતી, પણ ત્રીજા વિશ્વયુદ્ધની ગંભીર દસ્તક સમાન કહી શકાય કારણ કે હવે પછી જે અસરો થવાની છે તે વિશ્વભરમાં મોંઘવારી બૉમ્બ વિસ્ફોટના રૂપમાં થશે.

■ઈરાનમાં 158 સ્કૂલના વિદ્યાર્થિનીઓના અંતિમ સંસ્કાર જોઈ વિશ્વભરમાં લોકો ભાવુક થયા!

ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં 158 સ્કૂલના વિદ્યાર્થિનીઓના મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે આ દીકરીઓના અંતિમ સંસ્કારના દ્રશ્યો જોઈ લોકો રડી પડ્યા હતા આ માસૂમ બાળકીઓનો શુ વાંક હતો? કે તેઓને પણ છોડવામાં આવ્યા નહિ!આજે આ બાળકીઓના એક સાથે જનાઝા નીકળ્યા અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે આ દ્રશ્યો જોઈને કઠણ હ્રદયના લોકો પણ રડી પડ્યા હતા.

ઈરાનમાં આજે જ્યારે એક સાથે આ બાળકીઓના તાબૂત મૂકવામાં આવ્યા તો આખું શહેર શોકમાં ડૂબી ગયું. જનાજાની નમાજ પઢવા માટે હજારો લોકો ભેગા થયા. મિનાબ શહેરમાં જ સામૂહિક જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય મેદાન અને મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા.આ દરમિયાન એક સાથે બાળકીઓના જનાજા નીકળ્યા હતા ત્યારબાદ બાળકીઓ માટે નમાઝ એ જનાજા પઢવામાં આવી અને સામુહિક દફનવિધિ કરાઈ આ દ્રશ્યો દુનિયાભરમાં લોકોએ જોયા ત્યારે યુદ્ધની ભયાનકતા સામે આવી હતી.

■અમેરિકાને ઈરાન ઉપર હુમલો કરવામાં કેટલો ખર્ચ થયો?

તુર્કી સમાચાર એજન્સી Anadolu Agency નો અંદાજ છે કે ઓપરેશન એપિક ફ્યુરીના પહેલા 24 કલાકમાં અમેરિકાએ આશરે $779 મિલિયન (₹71,754,663,750) ખર્ચ કર્યો હતો.જેમાં $271 મિલિયન ફક્ત ફાઇટર જેટના મેઈન્ટનેસ અને શસ્ત્રો પર ખર્ચ થયા હોવાનો અંદાજ છે. આમાં F-15E Strike Eagle જેવા ફાઇટર જેટની ઉડાનો પણ સામેલ છે.

■ દરરોજ લાખો ડોલરનો ખર્ચ

જ્યારે કોઈ મોટું ભૂમિ યુદ્ધ ન પણ હોય, ત્યારે સમુદ્ર અને હવામાં યુએસની હાજરી અત્યંત ખર્ચાળ છે.સેન્ટર ફોર અ ન્યૂ અમેરિકન સિક્યુરિટી અનુસાર, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ જેવા એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપના સંચાલનનો ખર્ચ દરરોજ આશરે $6.5 મિલિયન છે.જો આ પ્રદેશમાં અઠવાડિયા સુધી અનેક સ્ટ્રાઈક ગ્રુપ તૈનાત કરવામાં આવે, તો આ ખર્ચ કરોડો ડોલર સુધી પહોંચી શકે છે.આ ઉપરાંત, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન, ગુપ્તચર કામગીરી અને ખાસ વિમાનો પણ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ સંઘર્ષ ચાર કે પાંચ અઠવાડિયામાં સમાપ્ત થશે કે વધુ સમય ચાલશે તે સ્પષ્ટ નથી.પરંતુ એક વાત ચોક્કસ છે કે અબજો ડોલરનો બોજ દરરોજ વધી રહ્યો છે. જો આ યુદ્ધ લંબાય છે, તો યુનાઇટેડ સ્ટેટ્સને લશ્કરી, આર્થિક અને રાજકીય એમ ત્રણેય મોરચે ભારે કિંમત ચૂકવી શકે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • September 22, 2026
  • 2 views
SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

  • September 22, 2026
  • 3 views
UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 7 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

  • September 21, 2026
  • 10 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 11 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા