Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

  • World
  • March 6, 2026
  • 0 Comments

■ અત્યાર સુધી જૂનો સ્ટોક વાપર્યો હવે અદ્યતન મિસાઇલથી હુમલા થશે! “રોક શકે તો રોક લો!” ઈરાનના રાષ્ટ્રપતિના નિવેદનથી કઈક મોટું થવાની આશંકા

■ઈરાન આક્રમક બન્યું : ઈઝરાયલ પર ખોર્રમ શહર, ફતેહ જેવી અદ્યતન મિસાઈલો છોડી: કુવૈતમાં અમેરિકન મિલિટરી બેઝ સુસાઈડ ડ્રોનથી હુમલા કરી તરખાટ મચાવ્યો! અમેરિકાની રૂ.4100 કરોડની અત્યાધુનિક સિસ્ટમ કાટમાળમાં ફેરવી નાખી!

Iran War: અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો સાતમાં દિવસે ઇરાને ઇઝરાયલ સામે મિસાઇલોનો 22મો તબક્કો શરૂ કરવા સાથે કુવૈતમાં અમેરિકન લશ્કરી મથકને આત્મઘાતી ડ્રોનથી નિશાન બનાવવા સાથે હવે નવી ટેકનોલોજી સાથે વધુ આક્રમક બનવાના નિર્દેશ આપ્યા છે,ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જણાવ્યું હતું કે ઓપરેશન ટ્રુ પ્રોમિસ-4 ની 22મી તબક્કો ઇઝરાયલી કબજા હેઠળના પ્રદેશોમાં વિસ્તારોને નિશાન બનાવતી હતી. ખોર્રમ શહર -4, ખૈબર અને ફત્તેહ જેવી અદ્યતન મિસાઇલો છોડવામાં આવી છે.

આ દરમિયાન, ઇરાની સૈન્યએ જણાવ્યું હતું કે તેની ભૂમિ સેનાએ કુવૈતમાં અમેરિકન લશ્કરી મથકો પર મોટા પાયે આત્મઘાતી ડ્રોન હુમલો કર્યો હતો. ઇરાની રાજ્ય ટીવી અનુસાર, યુએસ બેઝ તરફ ઘણા વિનાશક ડ્રોન મોકલવામાં આવ્યા હતા. ઇરાની સૈન્યએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા હુમલા ચાલુ રહેશે.

સેટેલાઇટ ઈમેજ મુજબ, જૉર્ડન સ્થિત મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાના THAAD (Terminal High Altitude Area Defense) મિસાઈલ બેટરીના રડાર સિસ્ટમને ઈરાને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી છે. રેથિયૉન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ AN/TPY-2 રડારની કિંમત અંદાજે 50 કરોડ ડૉલર (આશરે ₹4,100 કરોડથી વધુ) છે. તસવીરોમાં એરબેઝ પાસે રેતમાં 13 ફૂટ પહોળા બે મોટા ખાડા દેખાય છે, જે સૂચવે છે કે રડારને સચોટ રીતે તોડી પાડવા માટે એકથી વધુ મિસાઈલોનો ઉપયોગ થયો હતો.

આ બધા વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆને ટ્વીટ કર્યું કે “આપણે યુદ્ધના નવા તબક્કામાં પ્રવેશ કર્યો છે,તેહરાન પાસે જૂની મિસાઈલોનો સ્ટોક ખતમ થઈ ગયો છે, અને હવે ઈસ્લામિક રિપબ્લિકની સાચી ટેકનોલોજી જાહેર થશે હવેથી, ખૈબર શેકાન-4 મિસાઈલો ગલ્ફ અને મધ્ય પૂર્વ તરફ છોડવામાં આવશે, અને આ પ્રદેશમાં તૈનાત ઇઝરાયલી અને યુએસ દળો પર ગંભીર હુમલો કરશે.

જે કોઈ ઈરાન સામે ઊભું રહેશે તેને આવનારા કલાકોમાં પરિણામ ભોગવવા પડશે”ઇરાનના રાષ્ટ્રપતિના આ ટ્વીટથી ખળભળાટ મચ્યો છે અને કંઈક મોટું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,ઈરાની સૈન્ય (IRGC) એ ખુર્રમ શાહ R-4, ખૈબર અને ફતાહ મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરવાનો દાવો કર્યો હતો.

IRGC એ જણાવ્યું હતું કે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4ની 22મી વેવ શરૂ થઈ ગઈ છે. “અમે ઈઝરાયલના કબજા હેઠળના પ્રદેશોને નિશાન બનાવ્યા છે”આમ હવે ઇરાને નવો અસરકારક સ્ટોક કાઢ્યો છે પરિણામે ખુવારીનો આંક બન્ને તરફ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

 

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

 

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ