Share Market Crash: યુદ્ધની અસર વચ્ચે શેરબજારમાં ભયાનક કડાકો,સેન્સેક્સ 2200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹9 લાખ કરોડ ગુમાવ્યા!

  • India
  • March 9, 2026
  • 0 Comments

Share Market Crash: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવ $117 ને વટાવી જવાથી શેરબજારમાં હાહાકાર મચી ગયો છે અને સેન્સેક્સ 2,200 પોઈન્ટ અને નિફ્ટી 700 થી વધુ પોઈન્ટ ગગડી જતાં રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ખુલ્યાના માત્ર પાંચજ સેકન્ડમાં રોકાણકારોએ ₹9 લાખ કરોડ ગુમાવ્યા હતા.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈ ક્રૂડ ઓઇલના ભાવો આસમાને પહોંચતા દલાલ સ્ટ્રીટ પર અરાજકતા ફેલાવી દીધી છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના તણાવે હવે ખતરનાક વળાંક લીધો છે, જેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર તેમજ લોકોના ખિસ્સા પર પડી રહી છે. પરિસ્થિતિ એવી છે કે સેન્સેક્સ અને નિફ્ટી તૂટી ગયા છે અને દરેક જગ્યાએ ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

■સેન્સેક્સ અને નિફ્ટીમાં હાહાકાર

આજે સોમવારે સવારે જ્યારે બજાર ખુલ્યું, ત્યારે સ્ક્રીનો પર મોટા ઘટાડાના સંકેતો દેખાતા હતા. સવારે 9:21 વાગ્યા સુધીમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ 2,272 પોઈન્ટ (લગભગ 2.87 ટકા) ઘટીને 76,621 પર પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટીને પણ ઝટકો લાગ્યો. નિફ્ટી લગભગ 706 પોઈન્ટ (2.89 ટકા) ઘટીને 23,743 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે એક સમયે 500 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ અચાનક ઘટાડો નથી થયો. શુક્રવારે પણ બજાર ખરાબ રહ્યું હતું, જ્યારે સેન્સેક્સ લગભગ 1,097 પોઈન્ટ ઘટીને 78,918 પર બંધ થયો અને નિફ્ટી 315 પોઈન્ટ ઘટીને 24,450 પર બંધ થયો હતો આમ,રોકાણકારો હવે ગભરાયા છે.શેર બજારના પતનનું મુખ્ય કારણ સાત સમુદ્ર પાર ચાલી રહેલા તીવ્ર યુદ્ધ તણાવ છે. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ હવે એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં ઉર્જા પુરવઠાની કટોકટી વધુ ઘેરી બની છે. ઇરાને પર્સિયન ગલ્ફમાં કેટલાક સૌથી મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નિશાન બનાવી છે. તેના જવાબમાં, ઇઝરાયલે આક્રમક વલણ અપનાવ્યું છે, તેહરાનના મુખ્ય તેલ ડેપો પર હુમલો કર્યો છે.

આ લશ્કરી સંઘર્ષથી વિશ્વભરના બજારોમાં ગભરાટ ફેલાયો છે. યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ ઓઇલ (બ્રેન્ટ ક્રૂડ) ના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ $117 ના ખતરનાક સ્તરને પાર કરી ગયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારો સીધા ફુગાવાને આમંત્રણ આપે છે. ભય ફક્ત ભારતમાં જ નહીં પરંતુ એશિયન બજારોમાં પણ પ્રવર્તે છે, જ્યાં 7 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધયો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
    • September 17, 2026

    Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

    Continue reading
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
    • September 17, 2026

    Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 8 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી