Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

  • World
  • March 12, 2026
  • 0 Comments

Iran War: ઈરાન ઉપર તા.28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે હુમલો કરી દીધો અને તેઓને એમ હતું કે ઘરડા થઈ ગયેલા ખામેની માર્યા જશે એટલે યુદ્ધ પૂરું થઈ જશે અને ઈરાન ઉપર આપણે કબ્જો કરી મનમાની કરી શકીશું પરંતુ અહીજ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ ગોથું ખાઈ ગયા કારણ કે તેઓએ ગ્રાઉન્ડ લેવલનું હોમવર્ક કર્યું ન હતું.અમેરિકાને માત્ર તેલ ભંડારો દેખાતા હતા અને ઈઝરાયેલને સત્તા પરિવર્તન અને જૂની દાઝ કાઢવી હતી પણ તેના પરિણામો વિશે ન વિચાર્યું કે આ યુદ્ધની વૈશ્વિક અસરો શુ થશ?ઇરાને એવી ચાલ ચાલ્યું કે અમેરિકા અને ઈઝરાયેલ હવે થાકી ગયા છે તેઓ અંદર ખાને યુદ્ધ બંધ કરવા ઈચ્છે છે પણ હવે ઈજ્જત જવાના ડરથી પહેલ કરી શકતા નથી જોકે,ગઇકાલે ટ્રમ્પ બોલ્યા હતા કે હવે યુદ્ધ જલ્દી ખતમ થઈ જશે તેના પાછળના કારણો જણાવતા ટ્રમ્પે કહ્યું કે “ઇરાનનું નૌકાદળ સાફ થઈ ગયું છે,ઇન્ફાસ્ટ્રક્ચર તોડી પાડ્યું છે અને મિસાઇલ ઠેકાણા તબાહ થઈ ગયા હોય હવે હુમલો કરવા કઈ બચ્યું નથી” આમ કહી ટ્રમ્પ હવે યુદ્ધ બંધ કરવા ઉપર આવી ગયા છે પણ હવે ઈરાન યુદ્ધ વિરામ કરવાનો ઇન્કાર કરી રહ્યું છે ઇરાને ધમકી આપી છે કે “યુદ્ધ ચાલુ તમે કર્યું છે પણ ખતમ અમે કરીશું” તેથી હવે ઈઝરાયેલ અને અમેરિકા ભેખડે ભરાયા છે તેનું કારણ છે ઇરાનની યુદ્ધ કરવાની રણનીતિ.

આ રણનીતિ અંતર્ગત તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માર્ગ બંધ કર્યો છે જેને લઈ સમગ્ર વિશ્વમાં માત્ર 12 દિવસમાં જ ભયાનક મંદીનો માહોલ સર્જાયો છે અને ક્રૂડ ઓઈલ,ગેસની અછત સાથે ભાવમાં ભડકો થયો છે. દરિયાઈ માર્ગે તેલ ટેન્કરોની અવરજવર ખોરવાતા વિશ્વભરમાં મોંઘવારી વધી છે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને કામદારો નવરા થઈ ગયા છે આર્થિક કટોકટી સર્જાઈ છે આ માર્ગ માત્ર તેલ કે ગેસ જ નહીં પણ અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને વિશ્વભરના જહાજો આવન-જાવન કરે છે તે તમામ જહાજો અટવાઈ જતા તેના માત્ર 10 દિવસમાં માઠા પરિણામો આવ્યા છે જો આવું મહિનો પણ ચાલુ રહે તો ભયાનક સ્થિતિ ઉભી થઇ શકે તેમ છે એટલુંજ નહિ ઈરાન ગમેત્યારે ઈન્ટરનેટના કેબલ પણ કાપી સમગ્ર દુનિયાને એક ઝાટકે સંપર્ક વિહોણી કરી શકે તેમ છે આ બધી બાબતોનું અગાઉ અમેરિકા કે ઈઝરાયેલ દ્વારા હોમવર્ક કરવામાં આવ્યું ન હતું જેના પરિણામો હવે આખી દુનિયાને ભોગવવા પડી રહયા છે.

હવે યુદ્ધ વિરામ કરવો હોય તો પણ ઇરાનના હાથમાં છે તેઓ ઘાટ સર્જાયો છે આ યુદ્ધ હવે અમેરિકા-ઇઝરાયલ નહિ પણ ઈરાન જ ખતમ કરી શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને યુદ્ધ બંધ કરવા ઇરાને ત્રણ શરત મૂકી છે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સ્વીકારવામાં આવશે તો જ ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર છે.

■ ઈરાનની 3 મુખ્ય શરતો શુ છે? જાણો

● વૈધ અધિકારોની માન્યતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે.

● યુદ્ધનું વળતર (હરજાણું): યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનનું વળતર અમેરિકા અને ઇઝરાયલ આપે.

● આંતરરાષ્ટ્રીય ગેરંટી: હવે પછી ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે.

રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને એમપણ જણાવ્યું કે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ આજ શરતો ઉપર વાતચીત કરી છે.આ સંઘર્ષ માટે તેઓએ અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, “ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ આ લડાઈ શરૂ કરી છે. અમે અમારા વિસ્તારમાં હંમેશા શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ અમેરિકા અને ઈઝરાયેલે અમારા પર હુમલો કરી યુદ્ધ શરૂ છેડયું છે.આમ,હવે હુમલા કરી થાકેલા ઈઝરાયેલ અને અમેરિકાના હાથમાં યુદ્ધ બંધ કરવાનું રિમોર્ટ રહ્યું નથી અને ખોટી ફાંકા ફોજદારી કરી વિશ્વભરમાં મંદી અને અબજોનું નુકશાન કરી બેઠા છે અને હવે ભેખડે ભરાયા છે ત્યારે હવે આગામી દિવસોમાં શુ થશે તેતો સમય જ કહેશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ