Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

(સંકલન : દિલીપ પટેલ)

Adani: કચ્છના ખાવડા વિસ્તારમાંથી અદાણીની ત્રીજી વીજ લાઈન પસાર થવાની છે અને આ લાઈન નાખવા જાહેર નોટિસ અપાતા કચ્છના 5 હજાર ખેડૂતો ચિંતાની લાગણી ફેલાઇ ગઇ છે. કારણ કે આ ખેડૂતોની 1 હજાર હેક્ટર જમીન અદાણીને આપી તેઓને ફાયદો કરાવવાનો તખ્તો ગોઠવાયો છે,અદાણીની આ ત્રીજી વીજ લાઈનથી ખેડૂતો બરબાદ થઈ જશે તેમ તેઓનું માનવુ છે.

અદાણીની આ ત્રીજી વીજ લાઈન કચ્છના ખાવડાથી વાયા વલસાડ જિલ્લાથી પસાર થઈ મહારાષ્ટ્રમાં જવાની છે. જેમાં કચ્છ જિલ્લાના 3 તાલુકાની જમીન પર થાંભલા નાખવામાં આવશે. તેમ કચ્છના ખેડૂત સંકલન સમિતિના ખેડૂત આગેવાન પંકજ લીંબાનીએ જણાવ્યું હતું. જે ખાવડાથી વલસાડ સુધી જવાની છે.

KPS 2 (HVDC) અને નાગપુર (HVDC) વચ્ચે 800 kV HVDC બાયપોલ લાઇન નાંખવાનું કામ ચાલુ છે તેમાં 150 ગામના 7 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે ત્યાં ત્રીજી લાઈન નાંખવાની જાહેરાતથી ખેડૂતોની બરબાદી નક્કી છે. તેનો પાક અને જમીન પર સાવ નજીવું વળતર અદાણી કંપની આપી રહી છે. જ્યારે આ કંપની આ લાઈનથી અબજો રૂપિયાનો નફો કરવાની છે.

ટ્રાન્સમિશન લાઇનો ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોના નીચેના ગામડાઓ, નગરો અને શહેરોમાંથી, તેની ઉપર, આસપાસ અને ત્યાંથી પસાર થશે કેપીએસ 3 – 500 કેવી લાઈનથી ભુજ તાલુકાના 45 ગામના ખેડૂતો, અંજારના 12 ગામના ખેડૂતો, ભચાઉના 40 ગામો મળીને 97 ગામ છે. જે સુરજબારી સુધી 97 ગામની 108 કિલોમીટરની લાઈન થાય છે.

અગાઉ 150 ગામોમાં કેપીએસ 2 લાઈન નાંખવામાં આવી રહી છે.

વીજ વાયર નીચે 67 મીટરનો કોરીડોર રાખવા માટે મોટી જમીન જવાની છે. જે બિનઉપજાવ થઈ જવાની છે બે પોલ વચ્ચે 400 મીટર જેવું સરેરાશ અંતર હોય છે. એક કિલોમીટરમાં 4 પોલ આવે છે. આમ 100 કિલો મીટરમાં 400 પોલ નાંખવાના થાય છે એક કિલોમીટરમાં ગૌચર, પડતર અને ખેતીની જમીનો જવાની છે. જેમાં એક કિલોમીટરે સરેરાશ 4 ખેડૂતો આવે છે, સરકારે માત્ર ગામના નામનું જાહેરનામું બહાર પાડ્યું છે,પણ જમીનના સરવે નંબર કે ખેડૂતોના નામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. તેથી ખેડૂતો પરેશાન છે આ 97 ગામના 1 લાખ ખેડૂતોમાં કોની જમીન જશે અને કોની નહીં જાય તે અંગે ગભરાટ જોવા મળી રહ્યો છે.

ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે વીજ લાઈન નાંખવા અને તેનું વળતર નક્કી કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર અદાણીના દબાણ હેઠળ કામ કરી રહ્યાં છે. કચ્છના 5 ધારાસભ્યો પણ મૌન છે. કચ્છના સાંસદ નિનોદ ચાવડા કંપનીની દાદાગીરી સામે જરા પણ બોલતાં નથી ખેડૂતોની માંગ છે કે જે રીતે ખાનગી મિલકતોમાં મોબાઈ ફોન ટાવરો માટે મહિને રૂ. 30 હજારથી રૂ. 50 હજાર સુધીનો ભાડું આપવામાં આવી રહ્યું છે. એટલું મળવું જોઈએ.

તે હિસાબે કચ્છના 400 ટાવરમાંથી ખાનગી જમીન પરના 300 વીજ ટાવરો માટે મહિને 30 હજાર ભાડા પેટે 120 કરોડ મહિને આપવું જોઈએ. વીજ કંપની મહિને તેમાંથી 12 હજાર કરોડ કમાવાની હોવાનું ખેડૂતો માની રહ્યાં છે 10 હજાર ચોરસ મીટર હોય તો 1 હેક્ટર થાય થાય છે. 1 કિલો મીટરમાં 1 હાજર મીટર જમીન થાય છે. આમ કચ્છમાં 67 લાખ ચોરસ મીટર જમીન જવાની છે. જે 670 હેક્ટર જમીન થાય છે.

એપ્રોચ માર્ગો, ખેતરમાં પસાર કરતાં વાહનો સાથે માત્ર કચ્છમાં 1 હજાર હેક્ટર જમીન અદાણી કંપની ખાઈ જવાની છે અગાઉ 150 ગામની જમીન પણ અદાણી ખાઈ ગયા હતા. તેનો વિરોધ કરનારા ખેડૂતોને કંપનીની સૂચનાથી ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતાં હતા. પાછળથી પોલીસની મદદથી વીજ પોલ અને લાઈન નાંખી દેવામાં આવતી રહી છે કચ્‍છ જિલ્લામાં ખેડૂતો પર દબાણ અને દાદાગીરી અદાણી કંપની કરી રહી છે. ખેડૂતોના અપહરણ, ઉઠાવી જવામાં આવી રહ્યાં છે.

ભચાઉ તાલુકાના વાઢિયા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્‍યા વગર ખેતરમાંથી ટ્રાન્‍સમિશન લાઈન નાંખવામાં આવી રહી છે ખેડૂતોએ ભારે વિરોધ કરી કામ બંધ કરાવ્‍યું હતું. આક્રોશ દર્શાવી વિરોધ કર્યો હતો. કચ્‍છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અદાણી પાવર કંપનીની ભેદભાવની નીતિ છે. ઊભા પાકને થયેલા નુકસાન કર્યું. કંપની દ્વારા ખેડૂતોને પાયમાલ કરી રહી છે.

ગૌતમ અદાણીની કંપની ખેડૂતોના હક છીનવી રહી છે.

ખેડુતોની ફરિયાદ છે કે કોઈ વાટાઘાટ કર્યા વગર કે જાણ કર્યા વગર જમીન પર દબાણ કરી અદાણી કંપની ગેરકાયદેસર કબજો જમાવે છે બીજું કે કલેક્ટરનો આદેશ છે કે, ખેડૂતોને સમજાવીને અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ મંજૂરી લઈને જ પ્રોજેક્ટ સંબંધિત કામ કરવું પણ એ આદેશ માત્ર કાગળ પર છે અને કોઈ પૂછતું નથી અને દાદાગીરી કરે છે ત્યારે ફરી એક વખત ખેડૂતો પર આવા અત્યાચાર અને ઝુલમ થવાના છે.

અગાઉ પણ અદાણી કંપની દ્વારા કોઈપણ પ્રકારની ચર્ચા-વિચારણા કર્યા વિના કે લેખિત મંજૂરી વગર ખેતરોમાં વીજલાઈન ટાવર નાખવાનું કામ શરૂ કરી દીધું હતું કલેક્ટર, ધારાસભ્યો, સાંસદ, નેતાઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા અદાણી કંપનીનો પક્ષ લઈને કામ કરી રહ્યાં છે ખેડૂતોએ ખેતરોમાં વિરોધ કર્યો. પોતાની જમીન બચાવવા ઉગ્ર આંદોલન કરી રહ્યાં છે. પોલીસ બોલાવવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી મામલો દબાવી દેવા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે છે.

કચ્છના ગામના નામો ધોવાણા, કુરન, દિનારા, રાતડિયા, ખાવડા, લુડિયા, કળો ડુંગર, ગોરો ડુંગર, ગોડપર (ખાવડા), ​​મોતા, સોયલા, ખારી, સરગુ (બન્ની), દેડિયા (નાના) (બન્ની), દેડિયા નાના, દેડિયા મોતા, વાગુરા (બન્ની), ભીરંડિયારા, મદિયારા, નેરિયા (બન્ની). મિસરિયાડો, ભોજડ, ધોરી, કુનરિયા, સુમરાસર, લોડાઈ, હવાઈ, કોટાઈ, કોટાઈ, ફુલાઈ, ફુલાઈ, બેડ, બેરાડો, ધાંગ, રખાલ, હબાઈ, હવાઈ ગામ, કોસરખાલ, વાંત્રા, વંથરા, કાસ રખાલ, ખારોદ, જવાહરનગર, કુવા, સુમરાપોર, મોડસર, નલિયારી (ટીંબો), કાકરા
રોટોડિયા, રોટડ, મોખાડા તળાવ, મોતા, કોટારા, દાંડી, બંધો, બાંડી અને કિયારી.

ભચાઉના ગામો- ભુજપર, સુખપર, મોરગર, મોડપર, આમરડી, લુણવા, ચિરઈ મોતી, ચોપડવા, સિકરા, કુંભારડી, કબરાઈ, ભચાઉ, વોંધ, છડવાડા, છડવાલા, આમલીઆરા, વણગર, રામી, જનપર, વણકર શ્રીકૃષ્ણ નગર, ગુણાતીતપુર, પસુડા, દયાપર, નવી મોતી ચિરઈ, બોટિયા, ગડાસર, જસુબાઈ, રામપર (નવાગામ), ગોરાસર, ભીમાસર, નવા કટારીયા, લખધીરગઢ, ગોડપર (નવાગામ), લાખાપર, વાંઢિયા, મોરપર છે જે સુરજ બારી સુધી આવે છે.

મુન્દ્રામાં નવીનાળ ખાતે નવીનાળ ટ્રાન્સમિશન રિએક્ટરની સ્થાપના માટે ખેડૂતોની જમીનો પર વીજ લાઇન અને ટ્રાન્સમિશન લાઈન પસાર કરવાનો સર્વે ચાલુ છે ત્યારે તેના વિરોધમાં ટ્રેકટરોમાં 700 ખેડૂતોએ રેલી કાઢી હતી અને પ્રાંત કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી વીજ લાઇન ન નાંખવા માંગણી કરી હતી.

જ્યાં પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં મામલતદાર કે. એસ. ગોંદિયાને આવેદન આપી અદાણી સામે વિરોધ કર્યો હતો ખેડૂતોના મતે કોરિડોર અને ટાવરોના નિર્માણથી ખેડૂતોની જમીનનો નોંધપાત્ર હિસ્સો ખેતી અને બાગાયત માટે નકામો થઇ જશે,હાલ આ વિસ્તારમાં નવ હેવી વીજ લાઈનો પસાર થઇ રહી છે ત્યારે ભૂમિપુત્રોની આજીવિકા નષ્ટ થવાની દહેશત વ્યક્ત કરાઈ હતી બગીચાના લીલા ખેતરોમાં પર્યાવરણને ખેદાનમેદાન કરશે તેથી દૂર જગ્યાએ વીજ લાઈન નાંખવા માંગણી થઈ રહી છે.
અદાણી કંપનીની વિગતો અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.નો ગુજરાતના મુન્દ્રામાં નવીનાળ ખાતે $3.2 બિલિયનનો પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ છે.

3 લાખ કરોડ રૂપિયા – 2,95,90,67,20,000 ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન ઇલેક્ટ્રોનના પુરવઠો પુરો પાડશે ત્રણ વર્ષમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટમાં નવીનાળ સબસ્ટેશનનું અપગ્રેડેશન કર્યું 765/400 kVના બે ટ્રાન્સફોર્મર છે જે મોટા પાયે ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા ઉત્પાદન કરશે અહીં 765 kV ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇન નાંખવામાં આવી રહી છે જે ખેડૂતોએ અટકાવી દીધી છે.

150 સર્કિટ કિલોમીટર (ckm) ટ્રાન્સમિશન લાઇન અને વધારાની 3 હજાર MVA ટ્રાન્સફોર્મેશનની ક્ષમતા છે અદાણી પાવર કંપનીના કુલ ટ્રાન્સમિશન નેટવર્કને 25,928 ckm અને ટ્રાન્સફોર્મેશન ક્ષમતા 87,186 MVA સુધી થશે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનએ ટ્રાન્સમિશન ચાર્જ સ્વીકાર્યા છે,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડની પેટાકંપની, નવીનલ ટ્રાન્સમિશન લિમિટેડ છે

CERC એ સ્પર્ધાત્મક બિડિંગ રૂ. 2,987.14 મિલિયનના સિંગલ વાર્ષિક ટ્રાન્સમિશન ચાર્જને મંજૂરી આપી છે જે જુલાઈ 2026 સુધીમાં વીજ લાઇન નાંખવા રૂ. 1,853 કરોડના અંદાજિત ખર્ચનો અંદાજ છે, તા.21 ઓગસ્ટ, 2024 ના રોજ યોજાયેલી ઇ-રિવર્સ ઓક્શન (e-RA) દરમિયાન પ્રોજેક્ટ મળ્યો હતો PGCIL રૂ. 4,210 મિલિયનની બોલી સાથે L1 હતું અને AESL રૂ. 4,221.30 મિલિયન સાથે L2 સ્થાન પર હતું ,300 કરોડનો પ્રોજેક્ટ AESL રૂ. 2,987.14 મિલિયનની બોલી સાથે L1 ઉભરી આવ્યું હતું જ્યારે PGCIL રૂ. 2,994.63 મિલિયનના ભાવ સાથે L2 હતું AESL બોલીમાં કિંમતમાં 29.2 ટકા જેટલો ઘટાડો કર્યો હતો અને નેવિનાલ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મેળવ્યો હતો.

કચ્છમાં અદાણીની આ ત્રીજી મોટી વીજ લાઈન નાખવા માટે કાઉન્ટ ડાઉન શરૂ થયું છે જેનો ખેડૂતો વિરોધ કરી રહયા છે અને ગભરાટ પણ ફેલાયો છે કે કોઈ સાંભળતું નથી અને તેમની માલિકીની જમીન હોવાછતાં કોઈનું કઈ ચાલતું નથી ત્યારે ખેડૂતોએ સંગઠિત બની લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય