MODI: મોદી વિદેશનીતિમાં ફેઈલ! સંજય સિંહે મોદી માટે કહ્યું ‘અનપઢ નેતા’! તો કોઈએ કહ્યું “ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!”

MODI: દેશમાં હાલ ગેસ કટોકટી સર્જાઈ છે હોટલ-રેસ્ટોરન્ટ બંધ થઈ રહયા છે,ઉદ્યોગો પર અસર પડી છે અને સર્વત્ર મંદીનો માહોલ છે ત્યારે આ માટે વિપક્ષ હવે મોદીને દોષ દઈ રહયા છે જો તેઓએ ઈરાન સાથે દોસ્તી રાખી હોત તો યુદ્ધ દરમિયાન પણ આ સ્થિતિ ન હોત.માનવતા ખાતર ઈરાને બે જહાજ આવવા દેતા થોડું સંકટ ટળ્યું છે પણ બાકીના જહાજ હજુપણ રોકાયેલા છે,કારણ કે ભારતે ઈઝરાયેલ અને ટ્રમ્પનો પક્ષ લીધો તેનાથી ઈરાન નારાજ છે.

ભારતના PM નરેન્દ્ર મોદી વિદેશ નીતિમાં ફેઈલ રહ્યા હોવાની વાત હવે ધીરેધીરે ભારતના રાજકારણથી બહાર વિદેશોમાં ચર્ચાનો વિષય બની છે.ખાસ કરીને ટ્રમ્પના પ્રભાવમાં આવીને નિર્ણય લેવા જેવી બાબતો હવે જગ જાહેર થઈ રહી છે.ઈરાન યુદ્ધ પહેલા ઈઝરાયેલ જવું અને ત્યાંના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ગળે મળવું અને મજબૂત દોસ્તી બતાવવી ત્યાંથી મેડલ લઈ જ્યારે મોદી પરત ભારત આવ્યા ત્યારે એજ નેતન્યાહુએ ઈરાન ઉપર હુમલો કરી દીધો અને ઈરાનના સુપ્રીમોના મોત, સેંકડો સ્કૂલની બાળાઓના મોત અને ઇરાનથી ભારતે આમંત્રિત કરેલા જહાજને અમેરિકાએ તોડી પાડ્યું છતાં મોદી ચૂપ રહયા તે પ્રકારના વ્યવહારથી હવે ઈરાન સાથેના સંબંધો બગડ્યા છે એજ રીતે રશિયા સાથે પણ ટ્રમ્પના કહેવાથી સબંધ બગાડ્યા હવે ગરજ પડી અને ટ્રમ્પના કહેવાથી ફરી રશિયા પાસે તેલ લેવા ગયા તો રશિયાએ પણ દોસ્તી સાઈડમાં મૂકી વધુ રકમ વસૂલીને તેલ આપી રહયા છે આમ અહીં પણ દોસ્તી ખતમ.વિદેશ કૂટનીતિમાં ભારત હવે ફેઈલ ગયાનું વિપક્ષ વારંવાર જણાવી રહ્યું છે.

મોદી સરકારની વિદેશ નીતિમાં પડોશી દેશો સાથેના સંબંધોમાં ‘નેબરહુડ ફર્સ્ટ’ (Neighborhood First) નીતિ સામે પડકારો ઉભા થયા છે ત્યારે દેશમાં અત્યારે ગેસ સંકટ તોળાયું છે તે પણ મોદીની મહેરબાની હોવાનું આપ નેતા સંજય સિંહ જણાવી રહયા છે તેઓએ નરેન્દ્ર મોદીને અભણ નેતા ગણાવી મોદીએ વિદેશ કૂટનીતિમાં વૈશ્વિક સ્તરે ભારતની શાખને નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું હતું.દેશમાં ઘણા વિડીયો વાયરલ થઈ રહયા છે તેમાં એક નાગરિક કહેતો સંભળાય છે કે “અબ સમય આ ચુકા હૈ! ઝોલા ઉઠાવો ઔર નિકલ પડો!!!”

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

  • June 13, 2026
  • 3 views
Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

  • June 13, 2026
  • 4 views
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

  • June 13, 2026
  • 5 views
Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 8 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 11 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 11 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!