
PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની નિષ્ફળતાઓ ગણાવી તેને ઉખાડી ફેંકવા અને ભાજપની સરકાર લાવવા જનતામાં મોટા મોટા દાવા કરી જનતાનો ઉત્સાહ વધારી રહયા છે.
જોકે,ગુજરાતમાં પણ તેઓએ આવુજ કર્યું હતું અને વર્ષો જૂની કોંગ્રેસને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવાની હાકલ કરી અને જનતાએ ભાજપને સત્તા આપી દીધી પણ તે વાતને 30 વર્ષ વીતી ગયા પણ અહીં ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે,આટલા લાંબા શાસન છતાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને આરોગ્ય તેમજ રોજગારી જેવી બાબતોમાં અપેક્ષિત સફળતા મળી નથી તેમજ ઉદ્યોગોને જમીનો ફાળવી દેવામાં આવી રહી છે,ગૌચર ખતમ થવા આવ્યા છે,જેટલા પશુ હોય તેની સામે ગૌચર બચ્યા નથી અહીં નકલી દૂધનો કાળોબાર વધ્યો છે બધેજ નકલી ની બોલબાલા છે ખેડૂતો પાયમાલ થઈ રહયા છે,આ તમામ મુદે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તારથી વાત કરી છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







