Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • World
  • March 20, 2026
  • 0 Comments

Tech World: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ હુમલા કરી તબાહી મચાવી છે ત્યારે ઈરાને હવે દુનિયાભરને બાનમાં લઈ તેલ-ગેસનો પુરવઠો ખોરવી નાખી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી દીધી છે ત્યારે હવે ઈરાન આગામી પગલું શુ ભરશે? તેની ઉપર સૌની નજર મંડાઈ છે.

નિષ્ણાંતોના મતે હવે ઈરાન મરણીયું બન્યું છે ત્યારે તે આગામી હુમલો વિશ્વની ડિજિટલ લાઈફલાઈન સમાન ‘સબમરીન ઈન્ટરનેટ કેબલ્સ’ ઉપર કરી શકે છે, જો ઈરાન કે તેના સમર્થિત જૂથો દ્વારા સમુદ્રના પેટાળમાં બિછાવેલા આ કેબલોને બાનમાં લેશેતો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ (AI) સેવાઓ ખોરવાઈ જશે.

વૈશ્વિક ઈન્ટરનેટ ડેટા માટે બે માર્ગો સૌથી મહત્વના ગણાય છે જેમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને દરિયાઈ સુરંગો બિછાવી છે. હોર્મુઝના સૌથી સાંકડા હિસ્સામાં દરિયો માત્ર 200 ફૂટ ઊંડો છે, જે કેબલ્સને નુકસાન પહોંચાડવા માટે સૌથી સરળ રસ્તો છે. લાલ સમુદ્રમાં બાબ-અલ-મંદેબમાં ઈરાન સમર્થિત હૂથી જૂથો સતત જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ વિસ્તારની નીચેથી યુરોપ, એશિયા અને આફ્રિકાને જોડતી 17 મુખ્ય કેબલ્સ પસાર થાય છે જેની ઉપર પણ ઈરાનનું પ્રભુત્વ છે આ બધું કેલક્યુલેશન કરવામાં ટ્રમ્પ થાપ ખાઈ ગયા છે તેથી પ્રારંભિક તબક્કામાં તેલ-ગેસ સહિતનો સમાન લઈ અવર જવર કરતા જહાજને અટકાવી દેવામાં આવતા વિશ્વભરમાં મંદીનો માહોલ જામ્યો છે અને હવે ઈરાન વિશ્વના દેશો માટે સૌથી અગત્યના ઈન્ટરનેટ ડેટા ખોરવી શકે છે.

ભારતની વાત કરવામાં આવેતો આપણો મોટાભાગનો વિદેશી ડેટા ટ્રાફિક આ રૂટ પર નિર્ભર છે,AAE-1, ફાલ્કન (Falcon), ગલ્ફ બ્રિજ ઇન્ટરનેશનલ અને ટાટા-TGN ગલ્ફ જેવી સક્રિય કેબલ્સ આ વિસ્તારમાંથી પસાર થાય છે. જો આ કેબલ્સ કપાય તો ઓનલાઇન પેમેન્ટ (UPI), વિદેશી કોલ્સ, ઇમેઇલ અને ક્લાઉડ સર્વિસિસ ઠપ્પ થઈ જઈ શકે છે કારણ કે ભારત જે ઈન્ટરનેટ વાપરે છે તેનો 97% થી વધુ ડેટા સેટેલાઇટથી નહીં પણ સમુદ્ર નીચે રહેલા આ ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલના ડેટા સેન્ટર્સ (UAE અને સાઉદી અરેબિયા) પણ આ જ લાઈનો સાથે જોડાયેલા છે.

વીડિયો કોન્ફરન્સિંગથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધીની તમામ સેવાઓ આ કેબલ્સ પર નિર્ભર છે ત્યારે જો ઈરાન હવે બીજા તબક્કામાં આ કેબલ્સ કાપી નાખશે તો સમગ્ર દુનિયા દાયકાઓ પાછળ ધકેલાઈ જવાની દહેશત ઉભી થઇ છે હવે સમગ્ર ટેક જગતમાં ચિંતા ઉભી થઇ છે કે ક્યાંક જો ઈરાન ઈન્ટરનેટ ખોરવી નાખશે તો તેની ભયાનક અસરો ઉભી થવાની છે અને ટ્રમ્પથી કઈ થવાનું નથી તે માત્ર બણગાં ફૂંકી જાણે છે અને પરિણામોની ચિંતા કરતા નથી તેથી તેમની એક ભૂલ સમગ્ર વિશ્વને ભોગવવી પડે છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાનો 95% થી 99% ઇન્ટરનેશનલ ડેટા ટ્રાફિક આ કેબલ દ્વારા જ વહન થાય છે. આ હજારો કિલોમીટર લાંબા ફાઇબર ઓપ્ટિકલ કેબલ ખાસ જહાજો દ્વારા સમુદ્રના તળિયે પાથરવામાં આવે છે. તે સેટેલાઇટ કરતા વધુ ઝડપી અને સસ્તા હોવાથી ડેટા ટ્રાન્સમિશન માટે તેનો ઉપયોગ થાય છે, આ નેટવર્કને કારણે જ તમે વિશ્વના બીજા ખૂણે રહેલા વ્યક્તિ સાથે સેકન્ડોમાં વાત કરી શકો છો સંપર્કમાં રહી શકો છો અથવા કન્ટેન્ટ જોઈ શકો છો ત્યારે હવે દુનિયાભરમાં આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 5 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 7 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 9 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ