PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

PM Modi: દેશમાં હાલ અરાજકતાનો માહોલ છે,રૂપિયો તળિયે ગયો છે,ગેસ-તેલની તીવ્ર તંગી અને લોકો લાઈનો લગાવીને ઉભા છે ત્યારે આવા સમયે સરકારની ટીકા કરનાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે.
સરકારની વાહવાહી કરતા ગોદી મીડિયા મજા કરે છે કેમકે તેઓ દેશમાં પ્રવર્તી રહેલી વાસ્તવિક સ્થિતિ ઉપર કોઈ ટીપ્પણી કરતા નથી આવા સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે નરેન્દ્ર મોદી સરકાર પર સોશિયલ મીડિયા પર સેન્સરશિપ અને પત્રકારો તથા સ્વતંત્ર અવાજોને દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

શ્રીનાતે ઉમેર્યુ કે સરકાર વિરુદ્ધ પ્રશ્નો પૂછતા અથવા જાહેર મુદ્દાઓ ઉઠાવતા અનેક પત્રકારો, સ્વતંત્ર કન્ટેન્ટ ક્રિએટર્સ અને યુટ્યુબર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (જેમ કે X, YouTube અને Instagram) ભારત સરકારના આદેશથી બ્લોક કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમણે આરોપ લગાવ્યો કે સરકાર IT એક્ટની કલમ 69A નો ઉપયોગ કરીને એવા એકાઉન્ટ્સ અને કન્ટેન્ટને હટાવી રહી છે જે તેમની ટીકા કરે છે.

તેમના મતે, મુખ્યધારાના મીડિયા પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે સરકાર સોશિયલ મીડિયાને પણ પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કોઈ પણ પ્રકારની ટીકા કે જવાબદારી ટાળી શકાય, તેમણે નોંધ્યું હતું કે ‘4PM’ જેવી યુટ્યુબ ચેનલો અને ગેસ સિલિન્ડરની અછત જેવા મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરતા યુટ્યુબર્સને નિશાન બનાવવામાં આવ્યા છે.

શ્રીનાતે એવો પણ દાવો કર્યો હતો કે તેમને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ બાબતે સરકાર તરફથી અનેક નોટિસો મળી છે, આ નિવેદન દ્વારા તેમણે સરકારને “ડરપોક” ગણાવી હતી અને કહ્યું હતું કે એકાઉન્ટ બ્લોક કરવાથી જનતાના પ્રશ્નો પૂછાતા બંધ નહીં થાય.
આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 7 views
Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

  • September 21, 2026
  • 9 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 10 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 7 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 9 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?