
Trump: ઈરાન ઉપર હુમલો કરીને વિશ્વભરમાં આર્થિક સ્થિતિ ડામાડોળ કરનાર ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ જોવા મળી રહ્યો છે અને દુનિયાભરમાં સેંકડો ધંધા રોજગાર બંધ થઈ જતા લાખ્ખો લોકો બેરોજગાર બની રહ્યા છે મોંઘવારી વધી ગઈ છે,કોરોનાથી બદતર સ્થિતિ જોવા મળી રહી છે અને આ માટે સીધા જવાબદાર મનાતા ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરુદ્ધ માહોલ ઉભો થયો છે.
અમેરિકા અને ઈઝરાયલમાં પણ ઘર આંગણે હવે લોકો ટ્રમ્પ અને નેતાન્યાહૂના વિરોધમાં માર્ગો પર ઊતરી આવ્યા છે અને યુદ્ધનો અંત લાવવાની માગ કરી રહ્યા છે.શિકાગોમાં સેંકડો લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ટ્રમ્પ વિરોધી સુત્રોચ્ચાર કરી યુદ્ધનો અંત લાવવાની માગ કરી હતી.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ યોજાયેલી ‘નો કિંગ્સ’ રેલીમાં 80 લાખ લોકોએ ભાગ લીધો હતો. પ્રેસ રિલીઝ મુજબ, સમગ્ર અમેરિકાના તમામ 50 રાજ્યોમાં 3,300 થી વધુ સ્થળોએ આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઈઝરાયલમાં પણ પીએમ નેતન્યાહુ વિરુદ્ધ ઠેરઠેર દેખાવો થઈ રહયા છે,આ દેખાવકારોને કચડી નાખવા માટે ઈઝરાયલી સેના અને પોલીસને આદેશ અપાયા હતા. અહીંના તેલ અવીવમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ઈરાન ઉપર હુમલાનો વિરોધ કર્યો હતો.
ઈઝરાયેલમાં લોકોની માગ છે કે ઈરાન વિરુદ્ધ યુદ્ધને તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવે.જ્યારેલંડનમાં પણ લોકો માર્ગો પર ઉતરી પડ્યા હતા. તેમણે ઈરાનના લોકો ઉપર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા થઈ રહેલા હુમલાઓની ટીકા કરી યુદ્ધ જલ્દી ખતમ કરવાની માંગ કરી હતી.તેજ રીતે પેરિસમાં પણ મોટી સંખ્યામાં લોકો જાહેર માર્ગો પર ઊતરી આવ્યા હતા અને ટ્રમ્પ તથા નેતન્યાહૂ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ બધા વચ્ચે અમેરિકાના સેનેટર બર્ની સેન્ડર્સે ચોંકાવનારું નિવેદન આપ્યું કે અમેરિકા અને ઈઝરાયલી સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 498 સ્કૂલો પર બોમ્બમારો કર્યો છે. જેમાં અનેક બાળકો અને શિક્ષકોએ જીવ ગય છે.
આમ બાળકો અને નાગરિકો ઉપર હુમલા થતાં હવે અમેરિકા દ્વારા ઈઝરાયલ સાથે કરાયેલી મોટી હથિયારોની ડીલને પણ રોકવાની તેઓએ માગ કરી હતી.આમ,ઈરાન ઉપર હુમલા કરી આખી દુનિયામાં સંકટ ઉભું કરનારા ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ દુનિયાભરમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






