Trump: ઈરાને વધુ એક અમેરિકન ફાયટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યુ! પાયલોટને જીવતો પકડવા ₹70 લાખનું ઈનામ

  • World
  • April 4, 2026
  • 0 Comments

Trump: ઈરાને વધુ એક અમેરિકી ફાઈટર જેટ અને અમેરિકી હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સી મેહર અનુસાર, જેટને તોડી પાડયા બાદ પાઇલટને શોધવા આવેલા અમેરિકી હેલિકોપ્ટર પર પણ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર ઈરાને નિશાન બનાવેલું F-15E વિમાન હતું, જ્યારે કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં તેને F-35 હોવાનુ કહી રહયા છે.

અમેરિકા પોતાના પાઇલટને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું હતું, તે દરમિયાન હેલિકોપ્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું ઈરાને શુક્રવારે એક અમેરિકન F-35 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. જોકે, તેણે પોતાના પાયલટને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા.

અગાઉ, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેટનો પાયલટ ઈરાની કસ્ટડીમાં છે. અહેવાલ મુજબ, પાયલટે વિમાન ક્રેશ થાય તે પહેલાં તેમાંથી કૂદીને ઈરાનમાં ક્યાંક ઉતરાણ કર્યું હતું યુએસ સેનાએ પાયલટને શોધવા માટે કોહગિલુયેહ અને બોયર-અહમદ જિલ્લામાં શોધખોળ શરૂ કરી હતી. આ કામગીરીમાં બ્લેક હોક હેલિકોપ્ટર અને C-130 હર્ક્યુલસ વિમાન તૈનાત કરવામાં આવ્યા હતા.

ઈરાનમાં અમેરિકી ફાઈટર જેટ પડ્યા બાદ ત્યાંની સરકાર અને સરકારી મીડિયાએ ગુમ થયેલા એક અમેરિકી પાયલટને પકડવા પર ઈનામ આપવાની જાહેરાત કરી છે ઈરાનના સરકારી મીડિયા IRIB ના એક એન્કરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ અમેરિકી પાયલટને જીવતો પકડવામાં કાયદા અમલીકરણ એજન્સીઓ અથવા સેનાને મદદ કરે.

તદુપરાંત, કોહગીલુયેહ અને બોયર-અહમદ પ્રાંતના ગવર્નરે અમેરિકી પાયલટને પકડીને સોંપવા બદલ 10 અબજ તોમાન (આશરે 70 લાખ રૂપિયા) ના ઈનામની જાહેરાત કરી છે ઈરાને કુવૈત, બહેરીન અને જોર્ડનમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે,ઈરાનના મતે, આ કાર્યવાહી તેના ઉદ્યોગો, સ્ટીલ પ્લાન્ટ અને પુલો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.
આમ,ઈરાન યુદ્ધમાં અમેરિકાને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

US Economy: યુદ્ધથી કોને ફાયદો? અમેરિકાની બેન્કો અને ડિફેન્સ કંપનીઓની કમાણીનો ખુલાસો
  • July 18, 2026

US Economy: જ્યારે દુનિયાના કોઈ ખૂણે યુદ્ધ ફાટી નીકળે છે, ત્યારે તેની અસર માત્ર સરહદો પર જ નથી પડતી, પરંતુ તે ગ્લોબલ ઇકોનોમીના પાયા હચમચાવી નાખે છે. યુદ્ધની શરૂઆતમાં અર્થશાસ્ત્રીઓએ…

Continue reading
Adani US Investment Proposal: અદાણીએ અમેરિકી કોર્ટમાં 10 અબજ ડોલરના રોકાણ પ્રસ્તાવની કરી કબૂલાત
  • July 16, 2026

Adani US Investment Proposal: ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ ગૌતમ અદાણીએ તાજેતરમાં અમેરિકાની ન્યૂયોર્ક સ્થિત ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું (સ્વોર્ન એફિડેવિટ) દાખલ કર્યું છે. ૧૫ જુલાઈના રોજ રજૂ કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Cancer Train: કેન્સર ટ્રેનનું સત્ય, કેવી રીતે ગ્રીન રિવોલ્યુશનની સફળતા પંજાબ માટે આરોગ્ય સંકટમાં બદલાઈ ગઈ?

  • July 22, 2026
  • 2 views
Punjab Cancer Train: કેન્સર ટ્રેનનું સત્ય, કેવી રીતે ગ્રીન રિવોલ્યુશનની સફળતા પંજાબ માટે આરોગ્ય સંકટમાં બદલાઈ ગઈ?

Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

  • July 22, 2026
  • 3 views
Nationwide youth protest: સંસદમાં સંજય સિંહનો સરકાર પર પ્રહાર, જંતર-મંતર પર યુવતીઓ સાથે પોલીસના વર્તન પર ઉઠાવ્યા સવાલ

Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

  • July 22, 2026
  • 3 views
Delhi Police Action Student Protest: દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો, વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં

Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

  • July 22, 2026
  • 6 views
Rahul Gandhi Delhi police detention: વડાપ્રધાન આવાસ બહાર હાઇ-વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની અટકાયત, સરકાર સામે વિપક્ષનો આક્રમક હુંકાર!

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!