Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો

Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે એક ટીમ પ્રચાર પસાર માટે શેરીઓમાં ઉતરી પડી છે અને વ્હાલા મતદારોને રીઝવવા જાતજાતના ગતકડાં કરી રહયા છે જ્યારે બીજી ટીમ ‘તોડ-જોડ’ની નીતિ અપનાવી રહી છે,ઉમેદવારી પત્રકોનીચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 15 એપ્રિલ સુધી અંદરની ખરીદ વેચાણની રણનીતી ચાલશે.

વિગતો મુજબ કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ છે અને હવે તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે, બીજી તરફ ભાજપ દ્વારા અન્ય ઉમેદવારોને લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની કથિત નીતિ સામે પણ વોચ રાખવામાં આવી રહી છે.બીજી એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે ભાજપના નેતાઓ 20થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો અને ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈ બ્રહ્મકચ્છએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મામલતદાર દલપતભાઈની ફરજ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવાની હતી. કયા ફોર્મ માન્ય છે, કયા સાચા છે, કયા નામંજૂર કરવાના છે તે નક્કી કરવાની અને ઉમેદવારની અરજીમાં કોઈ ખામીઓ ઓળખવાની અને આ મૂલ્યાંકનોના આધારે નિર્ણયો લેવાની હતી,મામલતદાર ડી.સી. બ્રહ્મકચ્છ આ ફરજ બજાવતા હતા અને સોમવારે રાત્રે એવું તે શું બન્યું કે ઉમરગામ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નજીક રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી.
ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓના દબાણ હેઠળ ટેંશનમાં આવી ગયેલા ઉમરગામના ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો હોવાનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. આ અંગે રજૂઆત કરવા આજે કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે.

આ રહસ્યમય આત્મહત્યા પ્રકરણમાં ભાજપના ક્યા ક્યા નેતાઓનું પ્રેશર હતું તે જાણવાનો પ્રયાસ કરાશે, અલબત આખી ઘટના ભારે શંકાના ઘેરામાં આવી ગઈ છે,જે વલસાડ જ નહીં પણ નેશનલ લેવલે ચર્ચાનો વિષય બની છે.

બીજી એક ઘટનામાં ખેડાના માતર ભાજપના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકી હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તેઓને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે.મહત્વનું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે કેસરીસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા હતાં.

ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા. જેમાં મનપામાં 1,934, નગરપાલિકામાં 1,164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6,721 રદ કરાયા છે. ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી છે.અહીં કુલ 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી દસ્તાવેજી કે ટેક્નિકલ ખામીઓને કારણે 6,721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.આમ,ફોર્મ ચકાસણી પૂર્ણ થતાંજ હવે ખરો ખેલ શરૂ થયો છે અને શામ-દામ-દંડની રીતિનિતી શરૂ થઈ છે.

■ ભાજપે ચુંટણીઓ અગાઉ આટલી બેઠકો ઉપર બાજી મારી અને 15 એપ્રિલ સુધીમાં આંક વધી શકે છે.

ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ મોટી સફળતા મેળવી છે આજે તા. 14 એપ્રિલ, 2026 સુધીની વિગતો મુજબ, 300 જેટલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

■ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ વિવિધ જિલ્લાઓમાં ભાજપની સ્થિતિ આ મુજબ છે.

કુલ બિનહરીફ બેઠકો: સમગ્ર રાજ્યમાં આશરે 300 બેઠકો પર ભાજપ બિનહરીફ જીત્યું છે.

નવસારી જિલ્લો: અહીં સૌથી વધુ 41 થી 42 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જેમાં ગણદેવી નગરપાલિકાની તમામ 21 બેઠકોનો સમાવેશ થાય છે.

મહેસાણા (કડી): કડી નગરપાલિકામાં 36 માંથી 22 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે.

પંચમહાલ (શહેરા): શહેરા નગરપાલિકાની 15 બેઠકો પર ભાજપે ચૂંટણી પહેલા જ કબજો મેળવી લીધો છે.

અરવલ્લી (બાયડ): બાયડ નગરપાલિકામાં 24 માંથી 11 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે.

કચ્છ: કચ્છમાં પણ વિવિધ બેઠકો પર ફોર્મ રદ થતા ભાજપે બિનહરીફ વિજય સાથે ખાતું ખોલાવ્યું છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, 15 એપ્રિલ 2026 સુધી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારબાદ બિનહરીફ બેઠકોનો આખરી આંકડો વધુ સ્પષ્ટ થશે.આમ,ભાજપની આ રણનીતિ કોંગ્રેસ-આપ માટે થોડી ચેતવણી રૂપ હોય તેઓ પોતાના ઉમેદવારો ઉપર નજર રાખી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ
  • July 24, 2026

Ahmedabad Waterlogging: રાજ્યના સૌથી વિકસિત શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં વરસાદ બાદ સર્જાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 3 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 6 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

  • July 25, 2026
  • 10 views
Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

Lalit Modi Case: લલિત મોદી ક્લીનચીટ? આખો FEMA કેસ સરળ ભાષામાં સમજો

  • July 25, 2026
  • 8 views
Lalit Modi Case: લલિત મોદી ક્લીનચીટ? આખો FEMA કેસ સરળ ભાષામાં સમજો