BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!

BJP: ભારતમાં ‘સ્વચ્છ ભારત મિશન’ (SBM) અંતર્ગત ઘરદીઠ શૌચાલય બનાવવા માટે ભાજપે 2 ઓક્ટોબર 2014 ના રોજથી ઝુંબેશ શરૂ કરી છે તેનો લાભ પણ જણાઈ રહ્યો છે,જે ઉમેદવાર પોતાના ઘરે શૌચાલય નથી બનાવ્યું તેઓ ચૂંટણીમાં ઉમેદવારી કરવા લાયક ઠરતા નથી તે વાત ટીકીટ આપનાર કોંગ્રેસને ખબર ન હોવાથી તેનો ફાયદો ભાજપને થઈ ગયો.

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ઘરે શૌચાલય ન હોવાના કારણે રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે શિનોર તાલુકા પંચાયત (શિનોર-1 બેઠક) કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ વસાવાનું ફોર્મ શૌચાલયના અભાવે રદ કરવામાં આવ્યું છે કોંગ્રેસનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદભાઈ વસાવા બિનહરીફ (Unopposed) વિજેતા બન્યા છે.

આ મુદ્દે ચૂંટણી અધિકારીની કચેરીમાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને કોંગ્રેસે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડતા ઉમેદવારના ઘરે કાર્યરત શૌચાલય હોવું ફરજિયાત છે, જે નિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તંત્રનું કહેવું છે.

વિગતો મુજબ શિનોર મામલતદાર કચેરી ખાતે તા.13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન શિનોર ૧ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવા તેમના ઘરે શૌચાલય ધરાવતા ના હોવાની લેખિત રજૂઆત કરાયા બાદ ભાજપના આગેવાનોની દરમિયાનગીરી અને મોડીરાત્રે કોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવાના રહેણાંકના સ્થળે શૌચાલયની સુવિધા ના હોવાનું પંચની હાજરીમાં કંન્ફોર્મ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યુ હતું પરિણામે ભાજપના ઉમેદવાર પ્રમોદ વસાવા બિનહરીફ રહયા છે. તેની લોકોને સવારે જાણ થઈ હતી આમ,જાજરૂ ન હોવાથી છેલ્લી ઘડીએ ભાજપને તાલુકા પંચાયતની એક બેઠક પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

https://youtu.be/xjgDJIKW8SY?si=2soeznTdJhPmwNi_

 

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Election: ભાજપે 300 બેઠકો ઉપર બાજી મારી! ખરીદ-વેચાણનો ભાવ 30થી 40 લાખ રૂપિયા? ચૂંટણી અધિકારીએ ભાજપના ક્યા નેતાના પ્રેશરથી આત્મહત્યા કરી? જાણો
  • April 14, 2026

Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની અલગ અલગ…

Continue reading
Accident: લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ ઉપર ફરી વળ્યો,7ના કરુણ મોત થતાં અરેરાટી
  • April 13, 2026

Accident: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક કાળમુખા ટ્રકે પગપાળા જઈ રહેલા સંઘને પાછળથી અડફેટે લેતા સાત પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. મુંધવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: અમદાવાદ શહેરનું પાંચ વર્ષનું સરવૈયુ! કૌભાંડની હારમાળા જોઈ ચોંકી જશો! ભાજપનું આ છે અસલી રિપોર્ટ કાર્ડ!

  • April 15, 2026
  • 3 views
Ahmedabad: અમદાવાદ શહેરનું પાંચ વર્ષનું સરવૈયુ! કૌભાંડની હારમાળા જોઈ ચોંકી જશો! ભાજપનું આ છે અસલી રિપોર્ટ કાર્ડ!

Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો

  • April 15, 2026
  • 3 views
Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો

BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!

  • April 15, 2026
  • 14 views
BJP: ‘જાજરૂ’ નહિ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ચૂંટણી લડ્યા વગરજ ભાજપને બેઠક મળી ગઈ!

Islamabad: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ તે સેરેના હોટેલનું બિલ ચૂકવવા પાક સરકાર અસમર્થ! ભારે ફજેતી

  • April 15, 2026
  • 11 views
Islamabad: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થઈ તે સેરેના હોટેલનું બિલ ચૂકવવા પાક સરકાર અસમર્થ! ભારે ફજેતી

Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?

  • April 15, 2026
  • 12 views
Donald Trump: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી શુ વાતચીત થઈ?

New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ

  • April 14, 2026
  • 12 views
New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ