Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

  • World
  • April 18, 2026
  • 0 Comments

Donald Trump: ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝ ફાયર થયા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખવાની જાહેરાત કરી પણ અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખતા ઇરાને તેનો વિરોધ કર્યો તેમછતાં અમેરિકાના વલણમાં કોઈ ફેર નહી પડતા આખરે ઇરાને ફરીથી આ જળમાર્ગ બંધ કરી દીધો છે ઈરાનના સંયુક્ત લશ્કરી કમાન્ડે શનિવારે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પરનું નિયંત્રણ તેની પાછલી સ્થિતિમાં આવી ગયું છે, અને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ઈરાની બંદરો પર અમેરિકા નાકાબંધી ચાલુ રહેશે ત્યાં સુધી ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ ચાલુ રાખશે અને કોઈપણ જહાજ નહિ નીકળવા દે આમ,વિશ્વમાં માંડ હાશકારો થયો ત્યાં અમેરિકાના વલણને લઈ ફરી તેલ-ગેસ પરિવહન ઉપર સંકટ ટોળાયું છે.

માંડ કરીને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખ્યો ત્યારે લાગતું હતું કે હવે સારા દિવસો આવશે પણ ફરી ટ્રમ્પ આડા ફાટયા અને હવે એવું કહેવા લાગ્યા કે જ્યાં સુધી તેહરાન અમેરિકા સાથે કોઈ કરાર ન કરે ત્યાં સુધી અમેરિકાની નાકાબંધી સંપૂર્ણ રીતે અમલમાં રહેશે, જેમાં તેના પરમાણુ કાર્યક્રમ પર કરાર પણ શામેલ છે.
આમ,ઈરાન આ વાત સાથે સહમત ન હોય ઇરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે અને વાત ત્યાંની ત્યાંજ આવીને અટકી ગઈ છે.

ટ્રમ્પને જવાબ આપતા ઈરાની સંસદના સ્પીકર બાકિર ગાલિબાફે કહ્યું કે ટ્રમ્પે એક કલાકમાં સાત ખોટા દાવા કર્યા છે હવે જો યુએસ નાકાબંધી ચાલુ રહેશે, તો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહેશે કે બંધ અને તેને સંચાલિત કરવાના નિયમો શું હશે, તે સોશિયલ મીડિયા પર નહીં, પરંતુ જમીની પરિસ્થિતિઓ પર આધારિત નક્કી કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકામાં ઈરાની દૂતાવાસે ‘X’ પર લખ્યું, ‘હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવતી નથી.’
આમ,ટ્રમ્પની મજાક ઉડાવવામાં આવી અને વારંવાર સોશ્યલ મીડિયા ઉપર ગપ્પા માર્યા કરતા ટ્રમ્પને ઈરાને વળતો જવાબ આપી ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે જેનાથી વિશ્વભરમાં ફરી ચિંતાના વાદળો છવાયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો
  • April 18, 2026

CIA: વિશ્વ જમાદારની ભૂમિકા ભજવતા અમેરિકાનું ગુપ્તચર વિભાગ હવે પહેલા જેવું સક્ષમ નથી રહ્યુ અને “દિવા તળે અંધારું” જેવી હકીકત દુનિયા સમક્ષ છતી થઈ છે બીજા દેશોમાં શુ ચાલુ રહ્યું…

Continue reading
Iran News: શું મુનીર અમેરિકા માટે જાસૂસી કરી રહ્યા છે? મોજતબા ખામેની સાથેની મુલાકાતને લઈને સસ્પેન્સ
  • April 18, 2026

Iran News: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર તેહરાન પહોંચ્યા છે. મોજતબા ખામેનીને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટાયા પછી આ તેમની પહેલી મોટી વિદેશ યાત્રા છે. તેથી, આ મુલાકાતને ખૂબ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

  • April 18, 2026
  • 3 views
Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

  • April 18, 2026
  • 13 views
W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી  મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

  • April 18, 2026
  • 8 views
Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!

  • April 18, 2026
  • 14 views
Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!

MODI: સીમાંકન અને મહિલા અનામત બિલ પસાર ન થવું તે મોદી સરકારની હાર છે કે બીજું કંઈ? જુઓ ખાસ વિશ્લેષણ

  • 15 views
CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો