W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

W.Bengal: પ.બંગાળમાં હાલ ચુંટણીઓનો માહોલ છે અહીં મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ ગઢમાં ગાબડું પાડવા હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ બંગાળમાં ખૂબ જ આક્રમક પ્રચાર શરૂ કર્યો છે.ભાજપે અહીં ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિ તેમજ ઘૂસણખોરી જેવા મુદ્દા બનાવી મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના વોટ શેરમાં અહીં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ મુસલમાન વોટબેંક ભાજપ પાસે નહી બરાબર છે અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટબેંક રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ છે અને તે ચૂંટણી પરિણામો નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

2026ની સ્થિતિ મુજબ, પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વસ્તી અને વોટબેંક અંદાજે 30% થી 31% ની આસપાસ માનવામાં આવે છે.બંગાળમાં વિધાનસભાની આશરે 70 થી 100 સીટો એવી છે જ્યાં મુસ્લિમ મતો એકતરફી પડે તો તે પક્ષની જીત નક્કી કરે છે. કેટલીક બેઠકો પર મુસ્લિમ વસ્તી 50% થી વધુ છે.મુખ્યત્વે મુસ્લિમ મતોનો મોટો હિસ્સો મમતા બેનર્જીની TMC તરફ રહ્યો છે, કારણ કે તેઓ મુસ્લિમ સમુદાયના હિતોના રક્ષક તરીકે પોતાની છબી ધરાવે છે.

જોકે, ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) અને અન્ય નાના પક્ષો પણ મુસ્લિમ મતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે TMC માટે પડકારરૂપ બની શકે છે.
The Gujarat Reportના તંત્રી-માલિક અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની હાલમાં બંગાળમાં છે તેઓ ચૂંટણીઓ અંતર્ગત સ્થાનિક લોકો,પત્રકાર, આગેવાનોના અભિપ્રાય લઈ ત્યાં ખરેખર શું માહોલ છે તે જાણવાનો પ્રયાસ કરી રહયા છે ત્યારે તેઓએ સ્થાનિક અખબારના તંત્રી સાથે વાત કરી રાજકીય સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓએ ખાસ કરીને મુસ્લિમ વોટર્સમાં કઈ તરફ લહેર છે તે અંગે વિસ્તુત જાણકારી આપી હતી,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો

  • October 18, 2026
  • 3 views
Bhavnagar Cooperative Bank Scam: ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં કથિત ગેરરીતિઓનો વિવાદ, ભરતીથી લઈને કરોડોના નાણાકીય વ્યવહારો સુધી સવાલો

FSSAI Food Safety Action: બિસ્કિટમાં પશુઆહારના ભૂસાનો આક્ષેપ, નેસ્લે-HUL સહિત અનેક બ્રાન્ડ સામે કાર્યવાહી

  • October 18, 2026
  • 3 views
FSSAI Food Safety Action: બિસ્કિટમાં પશુઆહારના ભૂસાનો આક્ષેપ, નેસ્લે-HUL સહિત અનેક બ્રાન્ડ સામે કાર્યવાહી

Jalalpur Liquor Protest: ‘દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ થાય’, મહિલા PSIના નિવેદન બાદ જલાલપુરમાં રોષ, ગ્રામજનોની 9 કિમી પદયાત્રા

  • October 18, 2026
  • 6 views
Jalalpur Liquor Protest: ‘દારૂ ક્યારેય બંધ ન થાય, કંટ્રોલ થાય’, મહિલા PSIના નિવેદન બાદ જલાલપુરમાં રોષ, ગ્રામજનોની 9 કિમી પદયાત્રા

DMK SIR Protest: DMKએ SIR રદ કરવા, જ્ઞાનેશ કુમારને હટાવવા અને બેલેટ પેપર પાછાં લાવવા સહિતના 4 પ્રસ્તાવ પસાર કર્યા

  • October 18, 2026
  • 5 views
DMK SIR Protest: DMKએ SIR રદ કરવા, જ્ઞાનેશ કુમારને હટાવવા અને બેલેટ પેપર પાછાં લાવવા સહિતના 4 પ્રસ્તાવ પસાર કર્યા

Right to Peaceful Protest: જંતર-મંતર પર તિરંગો ફરકાવનારાઓની ધરપકડ, શાંતિપૂર્ણ વિરોધના અધિકાર પર ઊઠ્યા સવાલ

  • October 18, 2026
  • 9 views
Right to Peaceful Protest: જંતર-મંતર પર તિરંગો ફરકાવનારાઓની ધરપકડ, શાંતિપૂર્ણ વિરોધના અધિકાર પર ઊઠ્યા સવાલ

Kolkata Durga Puja Stampede: કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગથી 19નાં મોત, આયોજક સમિતિના સભ્યો સહિત 7ની ધરપકડ

  • October 18, 2026
  • 9 views
Kolkata Durga Puja Stampede: કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગથી 19નાં મોત, આયોજક સમિતિના સભ્યો સહિત 7ની ધરપકડ