Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.

Narendra Modi: રાજસ્થાનમાં આજે તા.21મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદ્ઘાટન કરવાના હતા તે બાડમેર નજીક બાલોત્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી હવે આ આગ લાગવાના કારણે આજે તા. 21 એપ્રિલ 2026 ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે થનારું રિફાઇનરીનું ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું છે અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા નવી તારીખની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

યુનિટમાંથી ધુમાડો નીકળતો જોઈ કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરી દેતા સમયસર તમામ બહાર નીકળી ગયા અને રિફાઇનરીની ઇમરજન્સી ટીમો તેમજ ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકમાં આગને કાબુમાં લીધી હતી આશરે ₹79,459 કરોડના ખર્ચે બનેલી આ રિફાઇનરી HPCL તથા રાજસ્થાન સરકારનો સંયુક્ત સાહસ પ્રોજેક્ટ છે જેનું મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાજ તેમાં આગ લાગી ગઈ હતી.

આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો હતો,સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે,પીએમ મોદીની સભા આગ લાગવાના સ્થળથી માત્ર 800 મીટર દૂર યોજાવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવાઈ છે મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ, હીટ એક્સચેન્જર સર્કિટમાં વાલ્વ અથવા ફ્લેંજમાંથી હાઇડ્રોકાર્બન લીક થવાને કારણે આગ લાગી હોવાનું મનાય છે. સત્તાવાળાઓએ આ મામલે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે આ ઘટના બાદ વિપક્ષના નેતા ટીકારામ જુલીનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે “આ એક અકસ્માત નહી,પણ સરકારની ગંભીર બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.” બાલોત્રામાં પચપદ્રા રિફાઇનરીમાં લાગેલી આગ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવેલી આ રિફાઇનરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે તે પહેલાં બનેલી આ ઘટના સરકારની ઉતાવળભરી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા કરે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

Modasa Water ATM: મોડાસાના વોટર ATM બન્યા શોભાના ગાંઠીયા, લાખોના ખર્ચ બાદ લાંબા સમયથી બંધ, નાગરિકોમાં રોષ
  • June 14, 2026

Modasa Water ATM: અરવલ્લીના મોડાસા શહેરમાં પ્રજાની સુખાકારીના નામે ખર્ચાયેલા લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ચાર રસ્તા અને માલપુર રોડ પર આવેલા ઓધારી માતાજી મંદિર પાસે…

Continue reading
Gujarat Congress Protest: હિંમતનગરથી ધરમપુર સુધી કોંગ્રેસનો હલ્લાબોલ, ગેસ સિલિન્ડર-બળદગાડા સાથે સરકાર સામે રોષ વ્યક્ત
  • June 12, 2026

Gujarat Congress Protest: ગુજરાતભરમાં કોંગ્રેસ પક્ષે વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓ સામે સરકારને ઘેરવા માટે ‘જન આક્રોશ’નો શંખ ફૂંક્યો છે. હિંમતનગર, ચીખલી અને ધરમપુર જેવા વિવિધ વિસ્તારોમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Sailors Death: ‘વ્યૂહાત્મક ભાગીદારી’ કે અમેરિકી ગુલામી? ભારતીય નાવિકોના મોત પર મોદી સરકારનું મૌન

  • June 14, 2026
  • 4 views
Indian Sailors Death: ‘વ્યૂહાત્મક ભાગીદારી’ કે અમેરિકી ગુલામી? ભારતીય નાવિકોના મોત પર મોદી સરકારનું મૌન

Girish Mahajan Controversy: શહીદ કે ઉગ્રવાદી? ભાજપના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, પંજાબના રાજકારણમાં ગરમાવો!

  • June 14, 2026
  • 7 views
Girish Mahajan Controversy: શહીદ કે ઉગ્રવાદી? ભાજપના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, પંજાબના રાજકારણમાં ગરમાવો!

Modi Government Future Challenges: મોદી સાહેબ, હવે નેહરુની સરખામણી બંધ કરો: ભવિષ્યના પાંચ મોટા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે!

  • June 14, 2026
  • 11 views
Modi Government Future Challenges: મોદી સાહેબ, હવે નેહરુની સરખામણી બંધ કરો: ભવિષ્યના પાંચ મોટા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે!

Delhi HC NewsClick Case: ન્યૂઝક્લિક મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ ક્લબની માંગ, પત્રકારોને થયેલા નુકસાનની ભરપાઈ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ

  • June 14, 2026
  • 9 views
Delhi HC NewsClick Case: ન્યૂઝક્લિક મામલે હાઈકોર્ટના નિર્ણય બાદ પ્રેસ ક્લબની માંગ, પત્રકારોને થયેલા નુકસાનની ભરપાઈ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ

Northeast India News: પૂર્વોત્તરમાં અશાંતિનો વંટોળ: મણિપુરમાં ‘કઠપૂતળી’ સરકાર, તો અસમમાં ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ!

  • June 14, 2026
  • 13 views

  • 16 views
Modasa Water ATM: મોડાસાના વોટર ATM બન્યા શોભાના ગાંઠીયા, લાખોના ખર્ચ બાદ લાંબા સમયથી બંધ, નાગરિકોમાં રોષ