
ખેડા જિલ્લામાં ગઈકાલે ખળભળાટ મચાવતી લૂંટની ઘટના બની હતી. ખેડાના અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડાલા પાટીયા નજીક કારમાં આવેલા 4 ઈસમોએ રિક્ષાને આંતરી રોકડ રૂપિયા 1 કરોડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી ખેડા ટાઉન પોલીસે લૂંટારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ BANASKANTHA: લોકોના વિરોધ વચ્ચે જીલ્લા વિભાજન અંગે ફેર વિચારણા થશે?
મળતી વિગતો અનુસાર અમદાવાદના સુભાષબ્રિજ કેશવનગરમા રહેતાં 26 વર્ષીય હસમુખ ડાભી રિક્ષા લઈને તેમના મિત્ર જોગશે ઉર્ફે મેહુલ બોડાણા સાથે 20 જાન્યુઆરીના રોજ અમદાવાદથી નડિયાદ ગયા હતા. હસમુખભાઈએ જણાવેલું કે, મારે ધંધાના રોકડા રૂપિયા નડિયાદના રાહીદભાઈ પાસેથી લાવવાના છે.
ઈકો કારે રિક્ષાને આંતરી લૂંટ ચલાવી
રોકડ રૂપિયા 1 કરોડ લઈને હસમુખભાઈ અને તેમના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ અને આ રાહીદભાઈ તમામ લોકો અમદાવાદ આવવા નીકળ્યા હતા. દરમિયાન આ દિવસે સાંજના સમયે અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રીજ પરથી પસાર થતી હતી. ત્યારે ઈકો કારમાં સવાર લોકોએ પાછળથી રિક્ષાને આંતરી રોકી હતી.જેમાં સવાર 4 રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા વ્યક્તિઓ સાથે ગાળાગાળી કરી હતી અને રિક્ષામાંથી રૂ. 1 કરોડ રુપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. પીછો કરવા છતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
લૂંટ મામલે રિક્ષા ચાલક હસમુખ ડાભીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઈકો કારમાં આવેલા 4 શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ NAVSARI: મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો કહી કર્યો હુમલો