Gujarat EV Policy: ગુજરાતમાં ઈવી નીતિનો ધબડકો: કેશ સબસિડી બંધ થતાં જ ઈ-વાહનોની ખરીદીમાં મોટો ઘટાડો, દેશભરમાં રાજ્ય છેક ૧૬મા ક્રમે ધકેલાયું

અમદાવાદ, 20 મે 2026
Gujarat EV Policy: ગુજરાતમાં નિષ્ફળતા મળતા રાતોરાત નરેન્દ્ર મોદીએ 19 મે 2026માં નિર્ણય લેવો પડ્યો છે કે ડ્રાઇવ યોજના હેઠળ 8 મોટા રાજ્યોમાં 4800 નવા ઇવી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 56 નવા સ્ટેશન શરૂ થશે. આ આખા પ્રોજેક્ટને માત્ર 6 મહિનાની અંદર જ પૂરો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.

પોલિસી જાહેર કરી પણ સરકારે ટુ વ્હિલર પર 20 હજાર અને ફોર વ્હીલર પર 15 લાખ રૂપિયા સુધીની સબસીડી આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વર્ષ 2024થી ઇવી ટુ વ્હિલર પર સીધી કેશ સબસિડી બંધ કરી દીધી હતી. તેથી ગુજરાત સમગ્ર દેશમાં ઈ વાહનો લેવામાં સાવ છેલ્લે આવી ગયું છે. 2024 પછી ઈવી ખરીદવાનું ઘટી ગયું છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ-
ગુજરાતમાં માંડ 2 લાખ ઈ વાહનો છે.
ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ઈલેક્ટ્રીક વાહનો ખરીદવામાં છેક 16મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે.
વાહન ચાર્જિંગ પોઈન્ટની સંખ્યામાં દેશમાં 22મા ક્રમે અને કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવવામાં 27મા ક્રમે છે.

વાહનો
VAHAN/પરિવહન અને ગુજરાત સરકારના આંકડાઓ બતાવે છે કે, માર્ચ 2023માં ગુજરાતમાં કુલ EV સંખ્યા આશરે 99,236 હતી અને 2023 સુધી તે 1,18,086 થઈ હતી.

2023 સુધીમાં કુલ વાહન પ્રકાર:
ઇ-ટૂ વ્હીલર: 1,06,341
ઇ-થ્રી વ્હીલર: 4,093
ઇ-ફોર વ્હીલર: 5,646
અન્ય: 2,006

ત્યાર પછી ઘટાડો થયો છે.

2021માં (EV પોલિસી પહેલા) 7,240
2023માં 1,18,086 બે વર્ષમાં 1,475% વૃદ્ધિ
2024 25,753 નવી EV નોંધણીઓ
2025 66,534 નવી EV નોંધણીઓ
2026માં 15,918 (હાલ સુધી)નોંધણી

ગુજરાતમાં 2021 પછી EV નોંધણીમાં નવી EV નીતિ પછી ખરીદી વધી હતી પણ હવે ખરીદી ઘટી છે.

2023–24 દરમિયાન ગુજરાતમાં કુલ નોંધાયેલા વાહનોની સંખ્યા 3 કરોડ 25 લાખ હતી, જે 2024માં 3 કરોડ 36 લાખ થઈ હતી. એક વર્ષમાં લગભગ 11.18 લાખ નવા વાહનોનો વધારો નોંધાયો હતો.
વાહન પ્રકાર
મોટરસાયકલ / સ્કૂટર / મોપેડ 241.55 લાખ
કાર (જીપ સહિત) 49.12 લાખ
ઓટો-રિક્શા 10.73 લાખ
માલવાહક વાહનો 15.80 લાખ
ટ્રેક્ટર 11.57 લાખ
ટ્રેલર 4.14 લાખ
અન્ય બાકીના

વાહનોની વૃદ્ધિ:
2014–15માં 1.67 કરોડ
2023–24માં 3.25 કરોડ
2024–25માં 3.36 કરોડ

ગુજરાતમાં છેલ્લા દાયકામાં વાહનોની સંખ્યા લગભગ 70% જેટલી વધી છે અને કુલ વાહનોમાં આશરે 75% હિસ્સો બે-વ્હીલરનો છે.

પણ તેમાં ઈ વાહનો 1 ટકા જેટલા નથી.

2026માં 12 લાખ વાહનો ખરીદ થશે, તેમાં 50 હજાર વાહનો ખરીદ નહીં થાય.

પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવવધારાથી સામાન્ય નાગરિકની કમર ભાંગી ગઈ છે, ત્યારે પ્રદૂષણ મુક્તિ માટે ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાની ગુલબાંગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વાહન વિભાગનો હવાલો સંભાળતાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પોકારવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી પાસે માત્ર ભાષણોનું જ રિચાર્જ છે, વાહનો ચાર્જ કરવાનું કોઈ ઠેકાણું નથી.
નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત સરકારની પોલ ખુલ્લી પડી છે.

ગુજરાતની EV પોલીસીને 5 વર્ષ થયા છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ –
ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત 16મા ક્રમાંકે છે. ઈલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન મુદ્દે સૂચકાંકમાં ગુજરાતે 100માંથી 37 સ્કોર, રીસર્ચ અને ડેવલોપમેન્ટ સૂચકાંકમાં 46 સ્કોર, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સૂચકાંકમાં 44 સ્કોર, ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં 51 સ્કોર, કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં માત્ર 5 સ્કોર મેળવ્યાં છે.

ગ્રીન એનર્જીની વાતો
ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ સૂચકાંકમાં 24 સ્કોર મેળવ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોની પ્રોત્સાહન, ખરીદી, વ્યવસ્થાતંત્રના વિકાસ-પ્રગતિમાં ગુજરાતનો 1થી 10 રાજ્યોમાં સમાવેશ થતો નથી.

બસ
વર્ષ 2023માં 106, વર્ષ 2024માં 331, વર્ષ 2025માં 124 અને વર્ષ 2026 માર્ચ સુધીમાં 137 ઈલેક્ટ્રિક બસ નોધાઈ છે.

વિદ્યાર્થી
વર્ષ 2014-2021 સુધી છ વર્ષમાં ગુજરાતમાં માત્ર 7,923 વિધાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ જ્યારે 87 ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી અપાઈ છે.

ગ્રીન એનજીના નામે મસમોટી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું અંધણ સરકાર કરે છે.

આ પણ વાંચો: 

Gujarat Gold Import Duty Impact: MODI એ સોનું ન ખરીદવાનું કહી અને TAX ને 100% વધારતાં ગુજરાતની હાલત કફોડી! – thegujaratreport.com

Narendra Modi: નળમાંથી પેટ્રોલ અને ગેસ આવશે એમ કહીને સૌને ટોપી પહેરાવનારા મોદી આજે એ અંગે એક શબ્દ બોલવા તૈયર નથી! – thegujaratreport.com

Surendranagar Mining Royalty Scam: અબજો રુપિયાની કપચી ચાઉં થઈ રહી છે અને ભાજપ સરકારને ઓડકાર પણ નથી આવતો! – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

  • August 19, 2026
  • 2 views
Parents birthplace Census 2027: જ્ઞાતિ, ધર્મ અને પરિવારની વિગતો બાદ હવે માતા-પિતાની જન્મ માહિતી કેમ?

Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

  • August 19, 2026
  • 5 views
Azam Khan ED raid: આઝમ ખાન પર EDના દરોડા, ચૂંટણી પહેલાં ફરી ગરમાયું UPનું રાજકારણ

Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

  • August 19, 2026
  • 8 views
Ahmedabad Hiteshbhai Pandya accident: મીડિયા ધ્યાન આપે ત્યારે જ પોલીસ સક્રિય થાય? અમદાવાદની ઘટનાએ ખોલી સિસ્ટમની પોલ

Modi vs Nehru: નેહરુને ભૂંસવાની રાજનીતિ વચ્ચે સંસદથી અંતર કેમ? મોદી સરકારની સંસદીય કાર્યશૈલી પર મોટા સવાલ

  • August 19, 2026
  • 8 views
Modi vs Nehru: નેહરુને ભૂંસવાની રાજનીતિ વચ્ચે સંસદથી અંતર કેમ? મોદી સરકારની સંસદીય કાર્યશૈલી પર મોટા સવાલ

Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી

  • August 19, 2026
  • 8 views
Cyber Crime Network: 26 રાજ્યોમાં સાયબર ઠગોનું સામ્રાજ્ય! ચીન-પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ, 21 હજાર OTPના સોદાથી કરોડોની છેતરપિંડી

Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ

  • August 19, 2026
  • 8 views
Delhi Medical Scam: દિલ્હીના હેલ્થ વિભાગમાં ₹750 કરોડથી વધુનું કથિત કૌભાંડ? ટેન્ડરથી બેંક ખાતાઓ સુધી ઉઠ્યા ગંભીર સવાલ