Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • India
  • May 24, 2026
  • 0 Comments

Arvind Kejriwal: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક વિશેષ વીડિયો સંદેશ શેર કરીને આપ (AAP) સુપ્રિમોએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. કેજરીવાલે વીડિયોમાં જણાવ્યું હતું કે, “આજે ફરી એકવાર ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. છેલ્લા ૧૦ થી ૧૫ દિવસની અંદર જ આ ત્રીજી વખત ભાવ વધારવામાં આવ્યા છે. અંગ્રેજીમાં જેને ‘સ્લો પોઇઝન’ (Slow Poison) કહે છે, તેમ સરકાર દેશની સામાન્ય જનતાને ધીમું-ધીમું ઝેર આપી રહી છે.”

૧૦ થી ૧૫ દિવસમાં ૫ રૂપિયા સુધીનો વધારો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ દેશમાં વધી રહેલી મોંઘવારીના આંકડા રજૂ કરતા કહ્યું કે, માત્ર છેલ્લા બે અઠવાડિયામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર આશરે ૪ થી ૫ રૂપિયા સુધી વધી ગયા છે. આ સાથે જ રાંધણ ગેસ (એલપીજી સિલિન્ડર) ના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે પોતાનું ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. કેજરીવાલે ઉમેર્યું કે, દેશની જનતા આ અચાનક ઝીંકાયેલા આર્થિક બોજથી એટલી બધી આઘાતમાં છે કે લોકોને હવે કશું સમજાતું નથી. જ્યારે આ મામલે જનતા કે વિપક્ષ દ્વારા સરકારને સવાલો પૂછવામાં આવે છે, ત્યારે કેન્દ્ર સરકાર આ મૌન સેવીને બેઠી છે અને કોઈ સંતોષકારક જવાબ આપી રહી નથી.

ગુજરાતના પેટ્રોલ પંપો પર ટ્રેક્ટરોની લાંબી લાઈનો

આપ (AAP) સંયોજકે વીડિયોમાં માત્ર ભાવવધારાનો જ મુદ્દો નથી ઉઠાવ્યો, પરંતુ દેશમાં પેટ્રોલિયમ પેદાશોની ભારે અછત પ્રવર્તી રહી હોવાનો પણ મોટો દાવો કર્યો છે. તેમણે વીડિયો દરમિયાન કેટલીક ગ્રાઉન્ડ ક્લિપ્સ બતાવતા કહ્યું કે, “તમે જરા ગુજરાતની આ તસવીરો જુઓ, જ્યાં ડીઝલ ન મળવાના કારણે પેટ્રોલ પંપ પર ખેડૂતોના ટ્રેક્ટરોની માઇલો લાંબી લાઈનો લાગેલી છે. ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલ મેળવવા માટે જગ્યાએ-જગ્યાએ લોકો વચ્ચે હિંસક ઝપાઝપી અને અરાજકતાનો માહોલ સર્જાયો છે. સરકારે દેશને કટોકટી તરફ ધકેલી દીધો છે.”

યુપીના ગોરખપુરમાં રસ્તા પર મચ્છરદાની બાંધીને સૂતા લોકો: મહારાષ્ટ્રમાં પણ હાહાકાર

કેજરીવાલે વીડિયોમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સ્થિતિ દર્શાવતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ ઉત્તર પ્રદેશના ગોરખપુરની સ્થિતિ જુઓ, જ્યાં ગેસ સિલિન્ડર ભરાવવા માટે લોકો રાતભર રસ્તા પર લાઈનો લગાવીને બેઠા છે. લોકો પોતાના સિલિન્ડર સાથે રસ્તા પર જ મચ્છરદાની બાંધીને આખી રાત સૂઈ રહ્યા છે જેથી સવારે તેમનો નંબર આવી શકે. આ જ રીતે મહારાષ્ટ્રના અકોલા અને બુલઢાણા જિલ્લાની તસવીરો સાક્ષી પૂરે છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે કેવો ભયાનક હાહાકાર મચેલો છે. સરકાર જનતાને એ પણ નથી જણાવી રહી કે આગામી દિવસોમાં સ્થિતિ કેટલી વધુ ખરાબ થવાની છે.”

આંતરરાષ્ટ્રીય સ્તરની રાજનીતિ પર પ્રકાશ પાડતા આપ સુપ્રિમોએ કેન્દ્ર સરકારની વિદેશ અને વ્યાપાર નીતિ સામે આંગળી ચીંધી છે. તેમણે દાવો કર્યો કે વૈશ્વિક સ્તરે રશિયા અને ઈરાન, બંને દેશો ભારતને સસ્તા ભાવે કટોકટીના સમયે કાચું તેલ (ક્રૂડ ઓઇલ) અને ગેસ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આમ છતાં, ભારત સરકાર આ આંતરરાષ્ટ્રીય ઓફરનો સ્વીકાર કરવાની ના પાડી રહી છે. કેજરીવાલે સવાલ કર્યો કે, “અરે! જ્યારે આપણને સસ્તું ઇંધણ મળી રહ્યું છે ત્યારે સરકાર કેમ નથી લઈ રહી? કોના દબાણમાં આવીને જનતા પર આટલો મોટો આર્થિક બોજ લાદવામાં આવી રહ્યો છે તે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ.”

જનતા પાસે માંગ્યો તેમનો અભિપ્રાય

વીડિયોના અંતમાં અરવિંદ કેજરીવાલે દેશની આમ જનતાને આ લડતમાં જોડાવા અને પોતાનો અભિપ્રાય આપવા માટે અપીલ કરી છે. તેમણે ગ્રાહકો અને નાગરિકોને સંબોધતા કહ્યું કે, “હું તમારી પાસે સીધો જ જાણવા માંગુ છું કે, શું ભારત સરકારે રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે તેલ અને ગેસ ખરીદવો જોઈએ કે ન ખરીદવો જોઈએ? આ દેશ કોઈ ચોક્કસ નેતાઓ કે રાજકીય પક્ષોની જાગીર નથી, આ દેશ ૧૪૦ કરોડ ભારતીયોનો છે. જો આપણે બધા મળીને આ અન્યાયી ભાવવધારા સામે અવાજ ઉઠાવીશું, તો સરકારે જનતાનું સાંભળવું જ પડશે. તમે તમારા વિચારો મને સોશિયલ મીડિયા પર કોમેન્ટ બોક્સમાં અથવા ડાયરેક્ટ મેસેજ (DM) દ્વારા મોકલી શકો છો.”

આ પણ વાંચો: 

Gujarat Education Dropouts: ગુજરાતમાં શિક્ષણની ખરાબ સ્થિતિ 2025-26ના સત્તાવાર આંકડા ખરાબ હાલત બતાવે છે – thegujaratreport.com

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત! – thegujaratreport.com

Kond Powergrid Farmer Protest: સુરેન્દ્રનગર જિલાના આ ગામે ધન્ના શેઠના દાંત ખાટા કરી નાખ્યાં છે! – thegujaratreport.com

Related Posts

Rajasthan School Infrastructure Crisis: 45,365 સ્કૂલો રિપેરિંગ માગે છે, 611 સ્કૂલ બિલ્ડિંગ વિના! રાજસ્થાન સરકાર સામે મોટા સવાલો
  • August 24, 2026

Rajasthan School Infrastructure Crisis: શુક્રવાર, 21 ઓગસ્ટે જયપુર જિલ્લાના બગરુ સ્થિત રામપુરા કનવરપુરા ગામમાં જર્જરિત સરકારી સ્કૂલનું નિરીક્ષણ કરવા ગયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આશરે 40 સભ્યોના પ્રતિનિધિમંડળ પર કથિત…

Continue reading
Punjab Rape Case ₹5 Crore: રેપ કેસ દબાવવા ₹5 કરોડ માંગ્યાનો આરોપ, CM ભગવંત માનની પત્નીનું નામ આવતા મોટો વિવાદ
  • August 23, 2026

Punjab Rape Case ₹5 Crore: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ એક ફરિયાદના આધારે પંજાબના મુખ્ય સચિવ અને પોલીસ વડાને નોટિસ પાઠવી છે. ફરિયાદમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે એક રેપ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan School Infrastructure Crisis: 45,365 સ્કૂલો રિપેરિંગ માગે છે, 611 સ્કૂલ બિલ્ડિંગ વિના! રાજસ્થાન સરકાર સામે મોટા સવાલો

  • August 24, 2026
  • 2 views
Rajasthan School Infrastructure Crisis: 45,365 સ્કૂલો રિપેરિંગ માગે છે, 611 સ્કૂલ બિલ્ડિંગ વિના! રાજસ્થાન સરકાર સામે મોટા સવાલો

Punjab Rape Case ₹5 Crore: રેપ કેસ દબાવવા ₹5 કરોડ માંગ્યાનો આરોપ, CM ભગવંત માનની પત્નીનું નામ આવતા મોટો વિવાદ

  • August 23, 2026
  • 7 views
Punjab Rape Case ₹5 Crore: રેપ કેસ દબાવવા ₹5 કરોડ માંગ્યાનો આરોપ, CM ભગવંત માનની પત્નીનું નામ આવતા મોટો વિવાદ

Mohan Bhagwat USA Visit: RSS પ્રમુખ મોહન ભાગવતને અમેરિકામાં એન્ટ્રી ન આપો? શીખ સંગઠનોની માર્કો રુબિયોને અપીલ

  • August 23, 2026
  • 3 views
Mohan Bhagwat USA Visit: RSS પ્રમુખ મોહન ભાગવતને અમેરિકામાં એન્ટ્રી ન આપો? શીખ સંગઠનોની માર્કો રુબિયોને અપીલ

Northeast India Protest: ત્રિપુરામાં ONGC સામે ખેડૂતોનો મોરચો, મણિપુરમાં NRCની માંગ અને અસમમાં એક્ટિવિસ્ટની ધરપકડ પર સવાલ

  • August 23, 2026
  • 5 views
Northeast India Protest: ત્રિપુરામાં ONGC સામે ખેડૂતોનો મોરચો, મણિપુરમાં NRCની માંગ અને અસમમાં એક્ટિવિસ્ટની ધરપકડ પર સવાલ

Expensive Healthcare India: મોંઘી સારવારથી દર વર્ષે 3થી 6 કરોડ લોકો ગરીબીની નજીક, સરકારની આરોગ્ય નીતિ પર મોટા સવાલ

  • August 23, 2026
  • 10 views
Expensive Healthcare India: મોંઘી સારવારથી દર વર્ષે 3થી 6 કરોડ લોકો ગરીબીની નજીક, સરકારની આરોગ્ય નીતિ પર મોટા સવાલ

SC-ST Act Supreme Court: SC/ST એક્ટમાં ‘Public View’ની શરત શું છે? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉઠ્યા સવાલ

  • August 23, 2026
  • 11 views
SC-ST Act Supreme Court: SC/ST એક્ટમાં ‘Public View’ની શરત શું છે? સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઉઠ્યા સવાલ