
India Heat Wave Crisis: સમગ્ર ભારતમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને જનતા અસહ્ય નરક જેવી સ્થિતિનો સામનો કરી રહી છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને દ્વીપકલ્પ ભારતમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસની ઘાતક સપાટી વટાવી ચૂક્યો છે, જ્યારે દેશના અન્ય ભાગો ૪૦ થી ૪૩ ડિગ્રીની ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. શરમજનક બાબત એ છે કે હાલ વિશ્વના ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૨૬ શહેરો માત્ર ભારતમાં જ છે. ૧૭ મેથી શરૂ થયેલો આ કાતિલ હીટ વેવ ૩૧ મે સુધી ચાલવાની સંભાવના છે, જેને પગલે હવામાન વિભાગે (IMD) રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ક્લાયમેટ ચેન્જ અને સુપર અલ નિનો વચ્ચે સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતાએ સામાન્ય નાગરિકો માટે આ ઋતુને જીવલેણ બનાવી દીધી છે.
મોતનો આંકડો છુપાવતી સરકારી મશીનરી
આ આકરી ગરમી માત્ર અગવડતા નથી, પણ ગરીબો માટે કાળ સાબિત થઈ રહી છે. માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જ છેલ્લા થોડા દિવસોમાં ગરમીના કારણે ૧૦૦ થી વધુ લોકોના મોતના અહેવાલ છે. દિલ્હીની હોસ્પિટલોમાં રોજના ૧૫ થી ૨૫ હીટ સ્ટ્રોકના ગંભીર કેસો આવી રહ્યા છે. મહારાષ્ટ્રની વિશ્વપ્રસિદ્ધ હાફુસ (અલ્ફોન્સો) કેરીના પાકને ૮૫ થી ૯૦ ટકાનું નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. આટલી ગંભીર સ્થિતિ છતાં સરકાર દર વર્ષે માત્ર ૧,૦૦૦ મોતોનો સત્તાવાર જૂઠો આંકડો બતાવે છે, જ્યારે વૈજ્ઞાનિકોના મતે સાચો આંકડો ૩,૦૦૦ થી ૩૦,૦૦૦ ની વચ્ચે છે. હોસ્પિટલોમાં ડોક્ટરો મૃત્યુનું અસલી કારણ ‘હીટ વેવ’ લખવાને બદલે હાર્ટ એટેક કે બ્રેઈન સ્ટ્રોક નોંધીને સરકારના પાપ પર પડદો પાડી રહ્યા છે.
આપત્તિ જાહેર કરવામાં આર્થિક કંજૂસાઈ
૧૬મા નાણાં પંચે (16th Finance Commission) આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પષ્ટ ભલામણ કરી હતી કે હીટ વેવ અને વીજળી પડવાની ઘટનાઓને ‘રાષ્ટ્રીય આપત્તિ’ (National Disaster) ઘોષિત કરવી જોઈએ. તેમ છતાં, કેન્દ્ર સરકાર આ આફતને રાષ્ટ્રીય આપત્તિ તરીકે સ્વીકારવા તૈયાર નથી. સરકારની આ આનાકાની પાછળનું અસલી કારણ એ છે કે જો આને આપત્તિ જાહેર કરાય તો પીડિતોને આર્થિક સહાય અને રાજ્યોને વિશેષ ભંડોળ (Funding) આપવું પડે. પરિણામે, ફંડની ભારે મર્યાદાઓ વચ્ચે રાજ્યો લાચાર બન્યા છે અને કરોડો મજૂરો પેટનો ખાડો પૂરવા ૪૭ ડિગ્રીમાં પણ રસ્તા પર શેકાવા મજબૂર બન્યા છે.
સરકારી વિભાગો ગંભીર આયોજનના નામે માત્ર ઓઆરએસ (ORS) ના પેકેટ વહેંચવા કે દેખાવ પૂરતા કૂલિંગ સેન્ટરો ઊભા કરવા જેવા ટૂંકા ગાળાના ગતકડાં કરે છે. સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલેબોરેટિવના વૈજ્ઞાનિકોએ ૮૮ સરકારી અધિકારીઓ સાથે કરેલી વાતચીતમાં ભોપાળું છતું થયું છે કે વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ, ભંડોળની ઉધઈ, સ્ટાફની તંગી અને જનસમર્થનના નામે મીંડું છે. દેશના ૬૯ જિલ્લા, ૨૩ રાજ્યો અને ૩૦ શહેરોમાં ‘હીટ એક્શન પ્લાન’ માત્ર કાગળ પર ધૂળ ખાય છે, કારણ કે આ પ્લાન પાછળ કોઈ કાયદાકીય ફરજિયાતપણું (Legal Backing) જ નથી. જવાબદારી નક્કી ન હોવાથી અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેસીને જનતાને મરવા માટે છોડી દે છે.
કોંક્રિટના જંગલો અને વીઆઈપી વૃક્ષારોપણ
આઈઆઈટી ખડગપુરના (IIT Kharagpur) વૈજ્ઞાનિકોએ દિલ્હીના નકશા દ્વારા સાબિત કર્યું છે કે સેન્ટ્રલ દિલ્હી જેવા લ્યુટિયન્સ ગ્રીન વિસ્તારો સુરક્ષિત છે, જ્યારે નોઈડા, ગુરુગ્રામ અને પૂર્વ દિલ્હી જેવા સામાન્ય જનતાના વિસ્તારો કોંક્રિટના જંગલોના કારણે ‘અર્બન હીટ આઇલેન્ડ’ બની ચૂક્યા છે જ્યાં પ્રોપર વેન્ટિલેશન જ નથી. સરકારની વૃક્ષારોપણની નીતિ પણ માત્ર વીઆઈપી વિસ્તારો પૂરતી સીમિત છે; દિલ્હીના વસંત કુંજ જેવા ઓલરેડી લીલાછમ વિસ્તારમાં વધુ વૃક્ષો વવાય છે, જ્યારે જરૂરિયાતવાળા ગરીબ વિસ્તારોને બાકાત રખાય છે. સાયન્સની એસી તૈસી કરીને કરાતા આ આયોજનો માત્ર ફોટા પડાવવા પૂરતા જ છે.
કોર્પોરેટ મિત્રો માટે જંગલોનો સફાયો
એક તરફ ગરમીથી જનતા ત્રાહિમામ છે, ત્યારે બીજી તરફ સરકાર પોતાના કોર્પોરેટ મિત્રોના ફાયદા માટે દેશના ફેફસાં સમાન લાખો વૃક્ષો કુહાડી મારીને કાપી રહી છે. ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પર કહેવાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આશરે ૧૦ લાખ વૃક્ષો અને મધ્ય પ્રદેશના દિવાલીમાં અદાણી ગ્રુપના કોલસા માઇનિંગ (Coal Mining) પ્રોજેક્ટ માટે વધુ ૬ લાખ ઘનઘોર વૃક્ષો કાપવાની મંજૂરી આપી દેવાઈ છે. આ આડેધડ વિનાશ સાબિત કરે છે કે સરકાર માટે જનતાના જીવ કે પર્યાવરણની કોઈ કિંમત નથી, તેમને માત્ર ઉદ્યોગપતિઓની તિજોરીઓ ભરવામાં જ રસ છે.
આ પણ વાંચો:







