Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

Narendra Modi: અપમાન જનક શબ્દો વાપરવા માટે મોદી જાણીતા છે. તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે સોનિયા ગાંધી માટે ખરાબ શબ્દો બોલ્યા હોવાની અનેક ઘટનાઓ બની હતી.

2003

શ્યામજી કૃષ્ણ વર્માની વિરાંજલી યાત્રા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં આવી ત્યારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 1-9-2003માં કહ્યું હતું કે, આજની ઈટાલિયન ગાંધીની કોંગ્રેસને રાષ્ટ્રભક્તિની સમજ નથી તેથી દેશભકતો માટે ખર્ચ કેમ કર્યો તેવી શરમજનક ટીકા કરે છે. કોંગ્રેસીઓએ ડુબી મરવું જોઈએ.

કોંગ્રેસનાં નેતાઓ ખર્ચની ફિકર કરે છે પરંતુ તેમની ચિન્તા જૂદી છે કારણ કે ઇટાલીયન ગાંધીનાં પનાહમાં બેઠેલા કોંગ્રેસીઓ રાષ્ટ્રનાં મહાપુરુષોના આઝાદીનાં બલિદાનોને સહેલાઈથી ભૂલી ગયા છે વિરાંજલી યાત્રાને મળેલા લોકસત્કારથી તેમના પેટમાં તેલ રેડાયુ છે.

વીરાંજલિ યાત્રા” 17 જિલ્લાઓમાંથી પસાર થઈ હતી અને અંતે કચ્છના માંડવી ખાતે પહોંચી હતી. યાત્રા માટે ખાસ સજાવટ કરાયેલ વિરાંજલિ વાહન તૈયાર કરવામાં આવ્યું હતું.

પૂર્વજન્મના સંસ્કાર હોય તો જ આવા ક્રાંતિવીરોને શ્રધ્ધાંજલિ આપવાની સદબુધ્ધિ સુઝે.

વિકૃત માનસિકતા છે. શ્રધ્ધાંજલિનો હિસાબ રુપિયા – પૈસામાં માપનારા કોંગ્રેસને રાષ્ટ્રભકિતનાં પાઠ ફરીથી ભણવા પડશે કારણ આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની કોંગ્રેસ છે તેને રાષ્ટ્રનાં વિરપુરુષોના સન્માનની સમજ નથી.

ઇટાલિયન ગાંધીનાં દરબારમાં મુજરો કરનારા વામણા કોંગ્રેસીઓએ આવા ક્રાંતિવીરોનાં અસ્થિને પુષ્પાંજલિ ન ચડાવી તે પણ એક રીતે સારુ થયું કારણ કે આજના ઇટાલિયન ગાંધીની કોંગ્રેસના નેતાઓને કાંતિવીરોની દેશભકિતનો જ અંદાજ નથી, પણ આ જનતા જર્નાદનને ક્રાંતિવીરોની આઝાદીની તડપન અને દેશભકિત માટે આદરભાવ છે એમ આક્રોશપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મહાત્મા ગાંધી કરતા સ્વ. શ્યામજી સિનીયર હતા. અસહકારનાં આંદોલનનાં મૂળ –
પ્રેરણાસ્ત્રોત સ્વ.શ્યામજી હતા તેમણે દિશા બતાવી, મહાત્મા ગાંધીજીએ તેનાથી ચેતના જગાવી.

સ્વ.શ્યામજીએ બ્રિટીશ સલ્તનતનાં મેકોલેના ગુલામીનાં શિક્ષણ સામે ભારતીય સંસ્કૃતિનાં શિક્ષણ માટે રાષ્ટ્રીય યુનિવર્સિટીની હિમાયત કરી હતી. અને મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવાની રણા લીધી હતી.

કોંગ્રેસ જ આ દેશ માટે એક બોજ બની ગઇ છે.

ખૂદ જવાહરલાલ નહેરુ શ્યામજી કૃષ્ણ વર્મા પાસે આઝાદીની લડતની દિશાનું દર્શન લેવા જતા હતા.

પૂર્વ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ ક્રાંતિવીરોના જીવનકાર્યને રણારુપ ગણાવી વિરાંજલી યાત્રામાંથી સંદેશો લેવા અપીલ કરી હતી.

ટીકા
વીરાંજલિ યાત્રા”ની સૌથી નોંધપાત્ર ટીકા સીધા કોંગ્રેસના કેટલાક નેતાઓ કરતાં વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શ્યામા પ્રસાદ સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ કરી હતી. તેઓનો આરોપ હતો કે Narendra Modi સરકાર “રાજકીય રીતે અપનાવી” રહી છે.

જીતેન્દ્ર ધોળકીયાએ જાહેરમાં આરોપ મૂક્યો હતો કે રાજ્ય સરકાર વર્માની વિચારધારાનો રાજકીય લાભ માટે ઉપયોગ કરી રહી છે. યાત્રાને તેમણે ભગવાકરણ સાથે જોડીને ટીકા કરી હતી.

જીતેન્દ્ર ધોળકિયા
જિતેન્દ્ર ધોળકિયા એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા અને બાદમાં શ્યામજી કૃષ્ણવર્મા સોશિયલ સેન્ટરના સેક્રેટરી હતા, જે રાષ્ટ્રવાદી વિચારક શ્યામજી કૃષ્ણ વર્માના વારસાને સાચવવા માટે સમર્પિત સંસ્થા હતી. તેઓ ભારતીય સ્વ-નિર્ણયની આજીવન હિમાયત અને વિદેશી અને યુવા પેઢીઓમાં ભારતની સ્વતંત્રતા ચળવળની જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા.

સ્મારકનું સંચાલન ગુજરાત સરકાર નહીં પણ તેની કંપની જીએમડીસી કરે છે.

સ્મારકનો શિલાન્યાસ 4 ઑક્ટોબર 2009માં કરાયો હતો.
13 ડિસેમ્બર 2010ના રોજ ખુલ્લું મૂકાયું હતું. 2003થી 7 વર્ષ થયા હતા.
2010થી અત્યાર સુધી 24 લાખથી વધુ મુલાકાતી આવ્યા છે.

1905માં સ્થાપેલું ઐતિહાસિક ઈન્ડિયા હાઉસ અહીં લગભગ મૂળ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારકનું સૌથી મોટું આકર્ષણ માનવામાં આવે છે.

અસ્થિકલશ રાખવામાં આવ્યા છે, જે 2003માં સ્વિટ્ઝર્લૅન્ડમાંથી ગુજરાત લાવવામાં આવ્યા હતા.

ક્રાંતિ વન” માટે શરૂઆતમાં 22,000 વૃક્ષો ઉગાડવાનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બર 2010ના લોકાર્પણ સમયે નરેન્દ્ર મોદીએ એક રોપું વાવ્યું હતું. આશરે 2,200 વૃક્ષો ત્યારે વવામાં આવ્યા હતા. “ક્રાંતિ વન” આશરે 52 એકર છે.

આ પણ વાંચો: 

Gujarat Gas Allocation Industry Crisis: ગુજરાતમાં ગેસ ફાળવણીને લઈને ફરી ઉઠ્યા અન્યાયના સવાલ, અરૂણ જેટલીના જૂના નિવેદનો ફરી ચર્ચામાં – thegujaratreport.com

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે? – thegujaratreport.com

Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો – thegujaratreport.com

Related Posts

Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading
Sonam Wangchuk Bullet Train Delay: શું સોનમ વાંગચુકને બળજબરીથી ઉઠાવી જવું આ સરકારની મજબૂરી બની ગઈ હતી?
  • July 19, 2026

Sonam Wangchuk Bullet Train Delay: આજની ચર્ચાનો મુખ્ય વિષય જાપાનના પૂર્વ મંત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા નિષ્ણાતો દ્વારા ભારત સરકારની કાર્યશૈલી અને વલણ પર ઉઠાવવામાં આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

  • July 21, 2026
  • 5 views
KCBC FCRA Bill controversy: કેરળમાં ખ્રિસ્તી સંગઠનનો આરોપ, FCRA Bill અંગેના વચનથી BJP નેતાઓની પીછેહઠ

Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

  • July 21, 2026
  • 5 views
Student Protest India: દેશભરમાં ફાટી નીકળ્યો યુવાનોનો આક્રોશ, દિલ્હીથી લઈને મુંબઈ અને લખનૌ સુધી પેપર લીક વિરુદ્ધ દેખાવો!

India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

  • July 21, 2026
  • 6 views
India Foreign Policy: ભારતની વિદેશ નીતિમાં ‘વિશ્વાસ’ બન્યો વ્યૂહાત્મક શક્તિનો આધાર, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત થઈ ભાગીદારીઓ

Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

  • July 21, 2026
  • 6 views
Congress PM house protest: વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પાસે માફી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી

Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

  • July 21, 2026
  • 13 views
Modi NEET farmers protest statement: પેપર લીક અને ખેડૂત આંદોલનને લઈને પીએમ મોદીનું નિવેદન, શંભુ બોર્ડર પર ખેડૂતો અટકાવતા રાજકીય ગરમાવો!

Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!

  • July 21, 2026
  • 9 views
Jantar Mantar police crackdown: જંતર-મંતરથી કનોટ પ્લેસ સુધી પોલીસનું ક્રૂર દમન, વિદ્યાર્થીઓના લોહીથી રંજીત સડકો અને વિપક્ષનો ઉગ્ર આક્રોશ!