Abhishek Mishra Mathura Arrest: શિક્ષિતોને શિકાર બનાવતો આઈઆઈટી પાસઆઉટ ‘બાબા’ ગિરફ્તાર! પ્રસાદના નામે નશો કરાવી આશ્રમમાં ખેલાતો બળાત્કારનો ખેલ

  • India
  • June 4, 2026
  • 0 Comments

Abhishek Mishra Mathura Arrest: આધ્યાત્મિકતા અને ધર્મના નામે માર્કેટિંગ કરીને યુવા પેઢીને ગુમરાહ કરનારા કથિત ધર્મગુરુઓનો વધુ એક કાળો ચહેરો સામે આવ્યો છે. દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી રૂરકી (IIT Roorkee) માંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા ૨૯ વર્ષના અભિષેક મિશ્રા ઉર્ફે ‘આદિકર્તા નારાયણ દાસ’ ની ઉત્તર પ્રદેશની મથુરા પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર ભગવદ ગીતાના ઉપદેશો આપવા અને “કોર્પોરેટની આ આંધળી દોટ છોડો” જેવા આકર્ષક સ્લોગન આપી લાખો ફોલોઅર્સ બનાવનાર આ ટેકનોક્રેટ બાબા પર આધ્યાત્મિક માર્ગદર્શનના બહાને ભક્તોને જાળમાં ફસાવી મહિલાઓનું શારીરિક અને માનસિક શોષણ કરવાનો ગંભીર આરોપ છે. મથુરાના રાધાકુંડમાં ૧૬૭ ચોરસ મીટરના આલીશાન આશ્રમમાંથી સામ્રાજ્ય ચલાવતો આ શખ્સ મુખ્યત્વે દેશની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો હતો.

ભ્રષ્ટ સિસ્ટમ અને કોર્પોરેટ કલ્ચરથી કંટાળેલા શિક્ષિત યુવાનોનું પદ્ધતિસરનું બ્રેઈનવોશ

આજની હરીફાઈ અને સરકારી શાસનની દિશાહીન આર્થિક નીતિઓથી કંટાળેલા આઈઆઈટી (IIT) અને એનઆઈટી (NIT) ના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આ કથિત ગુરુની જાળમાં સરળતાથી ફસાઈ જતા હતા. ઓડિશાના ભુવનેશ્વરના વતની અને ૨૦૧૭-૨૦૨૧ ની બેચના વિદ્યાર્થી અભિષેકે ડિગ્રીધારકો, એન્જિનિયરિંગ અધવચ્ચે છોડનારા યુવાનો અને મોટી કંપનીઓમાં નોકરી કરતા હતાશ ટેકનોક્રેટ્સનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસના ગ્રામીણ વિસ્તારના અધિક્ષકે ખુલાસો કર્યો છે કે આ શખ્સ છેલ્લા છ વર્ષથી મથુરામાં અડ્ડો જમાવીને બેઠો હતો. ઓનલાઈન પ્રવચનોની ભ્રામક માયાજાળ રચીને તેણે સમાજ અને સિસ્ટમથી નારાજ શિક્ષિત યુવાનોનું એવું ઘાતક ‘બ્રેઈનવોશ’ કર્યું કે તેઓ બધું જ છોડીને તેના આશ્રમે રહેવા ચાલ્યા આવ્યા હતા.

પ્રસાદના નામે નશીલો પદાર્થ અને બળાત્કાર

છેલ્લા કેટલાય સમયથી આશ્રમની અંદર ચાલી રહેલા આ કાળા કારોબારનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે છત્તીસગઢની ૨૨ વર્ષની એક બી.એસસી. નર્સિંગની વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને ૨૫ મેના રોજ મથુરાના ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. પીડિતાના જણાવ્યા અનુસાર, આ પાખંડી ગુરુએ તેને પવિત્ર ‘પ્રસાદ’ કહીને દૂધ આપ્યું હતું, જેમાં નશીલી દવા ભેળવેલી હતી. દૂધ પીધા બાદ યુવતી બેભાન થઈ ગઈ અને આ નરાધમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતા, ડિજિટલ યુગના આ ગુનેગારે પીડિતાના અશ્લીલ વીડિયો અને આપત્તિજનક તસવીરો પણ મોબાઈલમાં કેદ કરી લીધી હતી જેથી તે ભવિષ્યમાં બ્લેકમેઈલ કરી શકે. ફરિયાદ મળતા જ પોલીસે દરોડો પાડી આશ્રમમાંથી બે યુવતીઓ અને એક યુવકને મુક્ત કરાવી પરિવારોને સોંપ્યા હતા.

લિંક્ડઇનથી લઈને યુટ્યુબ સુધી શિકારની શોધ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અભિષેક મિશ્રા કોઈ સામાન્ય અપરાધી નથી, પરંતુ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમનો જાણકાર શાતિર મગજ છે. તે ‘રાધા કૃપા અમૃતા’ નામની યુટ્યુબ ચેનલ દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં પ્રવચનો આપતો હતો. આ સિવાય, રોજગારી આપવાના બહાને ચાલતા લિંક્ડઇન (LinkedIn) પ્લેટફોર્મ પર તે બદલાયેલા નામે પોતાની પ્રોફેશનલ પ્રોફાઈલ ચલાવતો હતો. પોલીસ અધિકારીઓના મતે, આ પ્લેટફોર્મ્સનો અસલી ઉપયોગ તે ફોલોઅર્સ વધારવા માટે નહીં, પરંતુ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતી યુવાન મહિલાઓને ટાર્ગેટ કરવા માટે કરતો હતો. તે ઓનલાઈન જાળ બિછાવી મહિલાઓને પરિવાર સાથે સંબંધ તોડવા મજબૂર કરતો અને સંપૂર્ણ વશમાં આવ્યા બાદ ‘ગંધર્વ વિવાહ’ ના નામે શોષણ કરતો હતો.

૨૦ લાખનું પેકેજ ઠુકરાવવાની સ્ક્રિપ્ટેડ વાર્તા અને ઈસ્કોનનો ખોટો સહારો

યુવાનોની નબળી નસ પકડવામાં આ શખ્સ માહેર હતો. તે પોતાના વીડિયોમાં એક ચોક્કસ સ્ક્રિપ્ટ મુજબ દાવો કરતો હતો કે તેણે પોતે જેઈઈ (JEE) જેવી અઘરી પરીક્ષા પાસ કરી, આઈઆઈટીમાં ભણ્યો અને ત્યારબાદ વાર્ષિક ૨૦ લાખ રૂપિયાની નોકરીની ઓફર પણ ઠુકરાવી દીધી. તે પોતાની વાતોમાં ઈસ્કોન (ISKCON – હરે કૃષ્ણ આંદોલન) સંસ્થાનું નામ વટાવીને યુવાનોને પ્રભાવિત કરતો હતો. તે કહેતો કે, “જીવન માત્ર સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધીની ગુલામી વાળી કોર્પોરેટ નોકરી નથી, અસલી સંતોષ માત્ર વ્રજભૂમિ અને મથુરામાં છે.” સિસ્ટમથી પીડિત અને મૂંઝવણમાં મુકાયેલા યુવાનો તેની આ માયાવી વાતોને સાચી માની કારકિર્દી રોળી નાખતા હતા.

શ્રદ્ધાળુઓના પરિવારો પાસેથી તોડબાજી 

પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિષેક મિશ્રા પોતાના આશ્રમમાં પુરુષો કરતા મહિલાઓને વધુ નજીક રાખતો હતો અને તેમની સુરક્ષાના નામે પરિવારો પાસેથી મોટી રકમ પડાવતો હતો. આસપાસની સ્થાનિક મહિલાઓને પણ તે પતાવી દેવાની ફિરાકમાં રહેતો હતો. આ પાખંડ એટલી હદે વગડેલો હતો કે શરૂઆતમાં તેની માતા પણ તેની સાથે રહેવા મથુરા આવી હતી, પરંતુ જ્યારે સગી માતાએ જોયું કે તેનો પુત્ર આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ અસંખ્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે તેઓ પણ આઘાત સાથે મથુરા છોડીને ચાલ્યા ગયા હતા.

કાયદાની ઢીલી કલમો અને સરકારી તંત્રની લાચારી વચ્ચે જનતા જાગૃત બને તે જ વિકલ્પ

હાલમાં પોલીસે મિશ્રાના મોબાઈલમાંથી અસંખ્ય મહિલાઓના અશ્લીલ વીડિયો અને તસવીરો રિકવર કરી લીધી છે, જે દર્શાવે છે કે ભોગ બનનાર મહિલાઓની સંખ્યા ખૂબ મોટી હોઈ શકે છે. ૨૫ મેના રોજ તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે આવા ગંભીર ગુનાઓ સોશિયલ મીડિયા પર વર્ષો સુધી ખુલ્લેઆમ ચાલતા હોય છે, ત્યારે સાયબર સેલ અને સરકારી એજન્સીઓ કેમ ઊંઘતી ઝડપાય છે? શાસકો માત્ર ચૂંટણીઓ અને વોટબેંકમાં વ્યસ્ત છે, જ્યારે ધર્મના નામે આવા નરાધમો દેશના ભવિષ્ય સમાન યુવાનોની જિંદગીઓ બરબાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 

Gir Lion Deaths Controversy: કોઈ રોગ નથી તો સિંહને પાંજરામાં કેમ પુર્યા, કાયદા મૂજબ જંગલના સિંહને પાંજરામાં પૂરી શકાતા નથી – thegujaratreport.com

Balirajgarh Excavation Breach: મતબેંક માટે ૨૦૨૬ માં ફરી શરૂ થયું ખોદકામનું નાટક; ૧૦ વર્ષ સુધી પ્રોજેક્ટ લંબાવી જનતાના કરોડો રૂપિયા સ્વાહા કરવાની શાસકોની પેરવી! – thegujaratreport.com

TVK Neo Dravidian Ideology: તમિલનાડુમાં ૭૨ વર્ષ જૂના વંશવાદી સામ્રાજ્ય પર જોસેફ વિજયનો ઘા; ‘નવ-દ્રવિડવાદ’ ની સુનામીમાં DMK નો ગઢ જોખમમાં! – thegujaratreport.com

Related Posts

CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી
  • September 8, 2026

CM Vijay on DMK Corruption: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિધાનસભામાં અગાઉની DMK સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવતા રાજકીય ગરમાવો વધારી દીધો છે. વિજયે પોતાના દાવાઓના સમર્થનમાં પ્રવર્તન નિદેશાલય…

Continue reading
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ
  • September 8, 2026

Eiffel Tower BAPS Controversy: પેરિસનું વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર સોમવાર, 7 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓની હડતાળને કારણે મુલાકાતીઓ માટે બંધ રહ્યું હતું. આ હડતાળનું કારણ શનિવારે થયેલી એક ખાનગી મુલાકાત હોવાનું સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી

  • September 8, 2026
  • 3 views
CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી

AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

  • September 8, 2026
  • 4 views
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

  • September 8, 2026
  • 6 views
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

  • September 8, 2026
  • 8 views
Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 10 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 10 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?