Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે માત્ર એક દેખાવ નહોતો, પરંતુ વર્ષોથી સંગ્રહાયેલા રોષનો વિસ્ફોટ હતો. આ આંદોલનની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમાં મહિલાઓએ અદાણી અને સરકારી નીતિઓ સામે જે રીતે કટાક્ષભર્યા જોડકણાં ગાયા, તે જોતા જ લાગે કે ખેડૂતો હવે ગીતો અને કવિતાઓ દ્વારા પણ સરકારના ‘ભગવા અંગ્રેજો’ સામે જંગ લડી રહ્યા છે. ટ્રેક્ટર રેલી કાઢીને સરકારી તંત્રને પડકારવું એ સાબિત કરે છે કે ગુજરાતના ધરતીપુત્રો હવે લોકશાહીના માધ્યમથી પોતાનો હક છીનવી લેવા માટે તૈયાર છે. આ દ્રશ્યો માત્ર એક ઘટના નથી, પણ ગુજરાતના ખેડૂતોના દાયકાઓ લાંબા સંઘર્ષની એક સળગતી જીવંત તસ્વીર છે.

દર વર્ષે ૩૦૦ અને બે દાયકામાં ૬,૦૦૦ આંદોલનોનો કાળો ઈતિહાસ!

આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોનું લોહી આ ધરતી પર સતત વહી રહ્યું છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં નાના-મોટા ૬,૦૦૦થી વધુ ખેડૂત આંદોલનો થયા છે, એટલે કે સરેરાશ દર વર્ષે ૩૦૦ આંદોલન! બટાકાના ભાવ ન મળવા, જમીન સંપાદનના અન્યાયી કાયદા, પાક વીમાનું કૌભાંડ અને નર્મદાના પાણી માટેની ખેંચતાણ — આ એવી સમસ્યાઓ છે જેનો કોઈ અંત જ દેખાતો નથી. કચ્છમાં જેટકો (GETCO) ના અધિકારીઓની દાદાગીરી હોય, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદન હોય કે પછી દ્વારકાની નાયરા એનર્જી સામે પ્રદૂષણનો પ્રશ્ન, દરેક જગ્યાએ ખેડૂતોએ જમીન બચાવવા માટે લોહીના આંસુ રોવા પડ્યા છે. ભાજપના શાસનમાં ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવી એ ખેડૂતો માટે તેમના અસ્તિત્વનો જંગ બની ગયો છે.

સામંતશાહીનો અહંકાર: ‘કુંભકર્ણ’ બનેલી સરકાર અને ખેડૂતો પર અત્યાચાર!

મોદીરાજ હોય કે રૂપાણી સરકાર, ખેડૂતોના અવાજને કચડી નાખવો એ આ સરકારની જૂની આદત રહી છે. રૂપાણી સરકારના સમયમાં જમીન રી-સર્વેના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું, તેણે ખેડૂતોની કમર તોડી નાખી હતી. જ્યારે ખેડૂતો પોતાના હક માટે રસ્તા પર આવે છે, ત્યારે સરકાર તેમને આતંકવાદી ગણીને લાઠીઓ અને બુલડોઝરથી તેમના અવાજને દબાવવા નીકળી પડે છે. ભાવનગરના મહુવામાં અલ્ટ્રાટેક કંપની સામેના આંદોલનમાં ખેડૂતો પર થયેલો લાઠીચાર્જ હોય કે પછી ધોલેરામાં જમીન માટે ટ્રેક્ટર લઈને ઉતરેલા ખેડૂતો, સરકારનું વલણ હંમેશા દમનકારી રહ્યું છે. એક તરફ સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને ગૌરવ લેવાય છે, પણ જે જમીન પર તે બન્યું છે, ત્યાંના ખેડૂતો ૫૦ વર્ષથી ન્યાય માટે ઠોકરો ખાઈ રહ્યા છે. શું આ લોકશાહી છે કે સામંતશાહી?

મોદીના કૃષિ કાયદા અને ગુજરાતના ખેડૂતોની વેદના

પંજાબના ખેડૂતોના આંદોલન વખતે જે તાકાત જોવા મળી હતી, તેની ઝલક ગુજરાતમાં પણ જોવા મળી હતી. ખેડૂતોએ ત્રણ કાળા કાયદાઓ સામે જે રીતે વિરોધ કર્યો, તે આખરે મોદી સરકારને ઘૂંટણિયે પાડી દેવા માટે મજબૂર કરી દેનારો હતો. ૭૦૦થી વધુ ખેડૂતોના બલિદાન પછી જ્યારે વડાપ્રધાને માફી માંગવી પડી, ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ એવો અહેસાસ થયો કે જો લડત મજબૂત હોય તો સત્તાને ઝુકાવવી અશક્ય નથી. છતાં, આજે પણ સ્થિતિ એવી છે કે ખેતીના ભાવ પશુપાલન અને ખેત ઉત્પાદનોમાં MSP ની ગેરંટી નથી. જમીન સંપાદન માટે ૨૦૧૩ના કાયદામાં જે ખેડૂતલક્ષી સુધારા મનમોહનસિંહ સરકારે કર્યા હતા, તેને રૂપાણી સરકારે ૨૦૧૬માં સુધારીને ખેડૂતોને ફરીથી લૂંટવાલાયક બનાવી દીધા.

વિકાસના નામે વિનાશ: ઉદ્યોગપતિઓની સેવા અને અન્નદાતાની ઉપેક્ષા

આજે ગુજરાતમાં ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ ના નવા અવતાર તરીકે સરકારી નીતિઓ કામ કરી રહી છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ખેડૂતોને ખેતમજૂર બનાવી દેવાનું આ ષડયંત્ર છે. બુલેટ ટ્રેન હોય કે એક્સપ્રેસ હાઈવે, ખેડૂતોને તેમનું યોગ્ય વળતર મેળવવા માટે મહિનાઓ સુધી ધરણાં કરવા પડે છે. જયેશ પટેલના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતના ૧,૧૦૦ ખેડૂતોએ જ્યારે સંઘર્ષ સમિતિ બનાવીને વિજય મેળવ્યો, ત્યારે જ સાબિત થયું કે સરકાર ફક્ત ઝૂકે છે ત્યારે જ જ્યારે ખેડૂતો એકતા બતાવે છે. ૪૯૧ કરોડ ચોરસમીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દેવી એ ગરીબ પશુપાલકો અને ખેડૂતો સાથે કરેલો મોટો વિશ્વાસઘાત છે.

જ્યાં સુધી ન્યાય નહીં, ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે

ઈતિહાસ ગવાહી આપે છે કે ભાજપ સરકારે ક્યારેય આંદોલનકારી ખેડૂતો પાસે માફી માંગી નથી, ઉલટું તેમના પર અત્યાચારો ગુજાર્યા છે. પરંતુ, ખેડૂતોનો આ સંઘર્ષ હવે થાકવા કે અટકવા તૈયાર નથી. પરેશ ધાનાણી જેવા નેતાઓ પણ હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ખેડૂતને ખેત મજૂર બનાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ગાંધીજી અને સરદારના ગુજરાતમાં ખેડૂતોને જો પોતાની જમીન બચાવવા માટે આટલી હિંસક લડાઈ લડવી પડતી હોય, તો તે આ સરકારની નૈતિક નિષ્ફળતાની પરાકાષ્ઠા છે. સરકાર કુંભકર્ણની નિદ્રામાં છે, પણ હવે ખેડૂતોના આંદોલનોના ઘોંઘાટથી આ સરકારની ઊંઘ ઉડવાનો સમય પાકી ગયો છે. ખેડૂત અન્નદાતા છે, એ વાત ભૂલી ગયેલી સરકારને હવે જનતાના આક્રોશનો સામનો કરવો જ પડશે.

આ પણ વાંચો: 

Nasirnagar Demolition Controversy: નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદ: ગેરકાયદે તોડફોડના આક્ષેપો વચ્ચે તપાસ, રાજકીય ઘમાસાણ તેજ – thegujaratreport.com

Gujarat Poverty Reality: બુલડોઝર નીચે કચડાતા ગરીબોના સપના, ‘અચ્છે દિન’ના વાયદા અને જમીની વાસ્તવિકતાનું સત્ય! – thegujaratreport.com

Dholera Aerospace Project Reality: ધોલેરામાં વિમાન ન બન્યા, 20 વર્ષથી મોદીની માત્ર વાતો – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય