Sujalam Sufalam Yojna Scam: સુજલામ-સુફલામ-1100 કરોડના ગોટાળા, મોદીએ કોઈ પગલાં ન લીધા

Sujalam Sufalam Yojna Scam: સુજલામ સુફલામ યોજના અંગે ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ 2008ના ઓડિટ અહેવાલમાં ગંભીર વાંધાઓ નોંધ્યા હતા. આ અહેવાલ ગુજરાત વિધાનસભામાં 2009માં રજૂ થયો હતો.

સુજલામ-સુફલામ-1100 કરોડના ગોટાળા
નરેન્દ્ર મોદીની યોજના 8 ટકા સફળ

કોઈ પગલાં ન લેવાયા
મોદી રાજમાં કોન્ટ્રાક્ટરોને ખોટી રીતે કામ અપાયા

ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સુજલામ સુફલામ યોજનાના અમલીકરણ
કેનાલ ખર્ચમાં વધારો ₹911 કરોડ ખર્ચ છતાં કામ અધૂરું
લોકોની ભાગીદારી ન રાખવાથી વધારાનો ખર્ચ ₹55.73 કરોડ
ખોટા ભાવના કારણે રૂ. 21.01 કરોડ
102 ટેન્ડર રૂ. 396.30 કરોડના ભાવ વગર આપી દેવાયા
ગ્રાંટ ખોટી વાપરી રૂ. 2.42 કરોડ
પગાર માટે ગ્રાંટ ₹39.47 કરોડ
ભાવ ફેર 5.68 કરોડ
કોન્ટ્રાક્ટરો પાસેથી મોડા કામના દંડના રૂ. 83.23 કરોડ વસૂલ્યા નહીં
પંપનું ખોટું રોકાણ 3.92 કરોડ
પાઈપલાઈનની ક્ષમતાનો ઉપયોગ માત્ર 8.70%

મુખ્ય વાંધાઓ નીચે મુજબ હતા:
1. રૂ. 1,123.80 કરોડની અનિયમિતતાઓ

2. ટેન્ડર પ્રક્રિયાનું ઉલ્લંઘન
102 કોન્ટ્રાક્ટરોને આશરે ₹396 કરોડના કામો ખુલ્લા ટેન્ડર વગર આપવામાં આવ્યા.

3. કામ શરૂ થયા પછી વહીવટી મંજૂરી
અનેક કામોમાં પહેલાં કામ શરૂ કરવામાં આવ્યું અને પછી વહીવટી તથા તકનીકી મંજૂરી આપવામાં આવી.
આ નાણાકીય નિયમોનો ભંગ ગણાયો.

4. ખર્ચના યોગ્ય અંદાજનો અભાવ
વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) અને વૈજ્ઞાનિક સર્વે વગર કામો હાથ ધરાયા.
પરિણામે ખર્ચમાં વધારો અને કાર્યક્ષમતામાં ઘટાડો થયો હોવાનું CAGએ નોંધ્યું.

5. માટી ખોદકામ કેટલું ખોદકામ થયું તેની યોગ્ય માપણી અને ચકાસણી નહોતી.
ઘણા કેસોમાં ચૂકવણીના આધાર પૂરતા નહોતા.

6. કામોની ગુણવત્તા ચકાસવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દેખરેખ અને દસ્તાવેજીકરણમાં પણ ગંભીર ખામીઓ હતી.

7. આયોજન વગર ઉતાવળમાં અમલીકરણ

તે સમયના જળસંપત્તિ મંત્રી નીતિન પટેલએ CAGના વાંધાઓ નકારી કાઢતાં કહ્યું હતું કે આ અનિયમિતતા નહીં પરંતુ વહીવટી વિલંબ હતા અને યોજનાના હેતુને ધ્યાનમાં રાખીને ઝડપી નિર્ણય લેવાયા હતા.

1. યોજનાનું આયોજન જ ખામીયુક્ત
જમીન સંપાદન પહેલાં જ કામ શરૂ કરવામાં આવ્યું. વન વિભાગ, રેલવે અને રોડ વિભાગની મંજૂરી લીધા વગર ટેન્ડર આપવામાં આવ્યા. ખર્ચના અંદાજ વાસ્તવિક નહોતા.

2. કેનાલનો ખર્ચ બમણાથી વધુ
મહેરનો મૂળ અંદાજ રૂ. 458.50 કરોડ હતો અને ખર્ચ રૂ. 911 કરોડથી વધુ છતાં નહેર પુરી થઈ ન હતી. ખર્ચ લગભગ બમણો થયો છતાં કામ પૂર્ણ થયું નહોતું.

3. પીવાના પાણીની યોજના નિષ્ફળ
સરકારે લક્ષ્ય રાખ્યું 4,904 ગામ અને 34 શહેર
પરંતુ 2008 સુધી માત્ર 2,524 ગામ અને માત્ર 19 શહેર સુધી પાણી પહોંચ્યું.
એટલે લગભગ અડધું લક્ષ્ય જ પ્રાપ્ત થયું.

4. લોકોની ભાગીદારી ન રાખતાં ₹55.73 કરોડ વધારાનો ખર્ચ

5. ખોટા રેટ નક્કી કરવાથી ₹21.01 કરોડ નુકસાન

6. ટેન્ડરમાં ગંભીર ગેરરીતિ

સરકારે નક્કી કર્યું હતું કે એક કોન્ટ્રાક્ટરને એક જ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
પરંતુ
16 કોન્ટ્રાક્ટરોને
કુલ 102 કોન્ટ્રાક્ટ
રૂ. 396.30 કરોડના કામો આપી દેવાયા.

7. કામ મોડું થવાના મુખ્ય કારણો
જમીન સંપાદનમાં વિલંબ
Forest Clearance મોડું
Railway Crossing મંજૂરી મોડી
ડિઝાઇન બદલાતી રહી
અનેક નાના ટેન્ડર આપ્યા

પરિણામે ડિસેમ્બર 2005માં પૂર્ણ થવાની યોજના વર્ષો સુધી અધૂરી રહી.

રૂ. 2.42 કરોડની ગ્રાન્ટ અન્ય કામમાં વાપરી

બીજા કામમાં ખર્ચી. રૂ. 39.47 કરોડ પગાર માટે વાપર્યા

રૂ. 5.68 કરોડ વધારાની ચુકવણી

કોન્ટ્રાક્ટરોને રૂ. 5.68 કરોડ વધુ ચૂકવાયા.
કોન્ટ્રાક્ટરો સમયસર કામ પૂરું ન કરતાં રૂ. 83.23 કરોડ દંડ વસૂલાયો નહીં

રૂ. 3.92 કરોડના વધારાના પંપ મૂક્યા તેથી ખર્ચ નકામું કર્યું. એક Spare Pump પૂરતો હતો.
માત્ર 8.7% ક્ષમતાનો ઉપયોગ

બનાવેલી પાઇપલાઇન અને પંપની ક્ષમતા સામે 8.70% પાણીનું વહન થયું.

નર્મદા નહેર ફાટી
છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડાં પડયાં તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને 3393 ગમોને નર્મદાનું પાણી આપવા માટે બનાવેલી નહેરો ફાટી રહી છે.
ધ્રાંગધ્રાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.બી.પટેલ નવેમ્બર 2018માં લાંચ લેતા પકડાયા બાદ એમના ઘરેથી રૂ.45 લાખ રોકડ મળ્યા હતા. જો નાગરિકે તેમને લાંચ લેતા પકડ્યા ન હોત તો આ કૌભાંડ બહાર આવ્યું ન હોત. પછી સરકારને ફરજ પડી હતી કે તેમના સમયમાં કેટલા કામો થયા છે તે શોધી કાઢવાની.
18,641 કિમી નર્મદા કેનાલ નેટવર્ક ઘટાડી દીધું છે. 17.92 લાખ હેક્ટરમાં સિંચાઇ શરૂ થઈ જવી જોઈતી હતી. પણ 2 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થાય છે. 2013-14-15માં સિંચાઈ વધી ન હતી. જ્યાં પાઈપ લાઈન નાંખવાની આવશ્યતા હતી.

આ પણ વાંચો: 

IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો? – thegujaratreport.com

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી? – thegujaratreport.com

SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

  • August 15, 2026
  • 3 views
Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

  • August 15, 2026
  • 3 views
CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

  • August 15, 2026
  • 7 views
UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

  • August 15, 2026
  • 9 views
Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 8 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 10 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ