Death Penalty in India: ગુજરાતના ઇતિહાસમાં 57 લોકોને ફાંસી, બોમ્બ ધડાકાના ગુનામાં 38ને ફાંસી, ઇતિહાસની મોટી ઘટના

દિલીપ પટેલ
અમદાવાદ, 8 જૂલાઈ 2026

Death Penalty in India: ગુજરાતના ઇતિહાસમાં ફાંસી આપવાનો સૌથી મોટો બનાવ 9 જુલાઈ 2026માં ગુજરાતની વડી અદાલતમાં બન્યો હતો. ફેબ્રુઆરી, 2022માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38ને ફાંસીની સજા આપી હતી. 11 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે હવે દેશની સર્વોચ્ચ અદાલત અને પછી રાષ્ટ્રપતિ સુધી આ મામલો જવાની શક્યતા છે. તેથી ખરેખર ફાંસી ક્યારે આપશે અથવા નહીં અપાય તે નક્કી નથી.

અગાઉ 77 આરોપીઓમાંથી 49ને દોષિત અને 28ને નિર્દોષ જાહેર કર્યા હતા.

26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં અમદાવાદમાં 21 બોમ્બ ધડાકા થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યાં હતાં. તેમજ 200 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામના ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

આરોપીઓએ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પકડાઈ ગયા હતા.

ગોધરા કાંડ કારણ
ગુજરાતના 2002નાં કોમી રમખાણોને પગલે આ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સિમીના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી, બદલાની ભાવનાથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી.

ગુજરાત
આઝાદી બાદ ભારતમાં 2020 સુધીમાં 57 આરોપીઓને ફાંસી થઈ હતી.
ગુજરાત રાજ્યમાં 1953થી 2020 સુધીમાં 8 આરોપીઓને ફાંસી અપાઈ હતી. 1953માં 2, 1962માં 1, 1963માં 1, 1964માં 1 અને 1965માં 2 આરોપી, 1989માં 1 આરોપીને ફાંસી અપાઈ હતી.
ગોધરા કાંડના આરોપીઓને ફાંસી આપવાનો કેસ હતો.
રાજકોટમાં ડિસેમ્બર 1989માં વેરાવળના શશીકાંત માળીને રાજકોટની જેલમાં ફાંસી અપાઈ હતી.
રાજકોટનાં મઝદૂર સંઘનાં જાણીતા વકીલ હસુભાઈ દવેનાં પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 72 વર્ષીય ગૌરીશંકર દવે, આશા નિરંજન દવે અને બે વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતમાં જલ્લાદ નથી. ફાંસી આપવા માટે મહારાષ્ટ્રમાંથી જલ્લાદને લાવવામાં આવ્યો હતો.  રાજ્યમાંથી જલ્લાદને લાવવામાં આવે છે. સાબરમતી અને રાજકોટની જિલ્લા જેલમાં ફાંસી ખોલી છે. રાજકોટ જિલ્લા જેલમાં ફાંસી ખોલી છે.

નથુરામ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાના ગુનામાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને 15 નવેમ્બર 1949ના રોજ અંબાલા જેલમાં ફાંસી આપવામાં આવી હતી, જે આઝાદ ભારતની પ્રથમ ફાંસી હતી.

નિર્ભયા કેસ
દિલ્હીના ચકચારી ગેંગરેપ કેસના ચાર દોષિતોને 20 માર્ચ 2020ના રોજ દિલ્હીની તિહાર જેલમાં એક સાથે ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા.

અજમલ કસાબ
મુંબઈ આતંકવાદી હુમલામાં પકડાયેલા આતંકી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ પુણેની યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી.

અફઝલ ગુરુ
2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

યાકુબ મેમણ
1993ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટ કેસના ગુનેગાર યાકુબ મેમણને 30 જુલાઈ 2015ના રોજ નાગપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી અપાઈ હતી.

વિશ્વમાં
તાજેતરના વર્ષોમાં વિશ્વભરમાં મૃત્યુદંડની ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે.
છેલ્લા 10 વર્ષોમાં 2015થી 2025 વચ્ચે વિશ્વભરમાં સત્તાવાર રીતે 12 હજાર 329 લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ચીન, ઉત્તર કોરિયા અને વિયેતનામ જેવા દેશોના ચોક્કસ આંકડા સામેલ નથી,
દુનિયામાં સૌથી વધુ લોકોને મૃત્યુદંડ ચીનમાં આપવામાં આવે છે, જોકે ત્યાં આ આંકડા ગુપ્ત રાખવામાં આવે છે.

ઈરાન
ઈરાનમાં વર્ષ 2025માં 2159 લોકોને અને સાઉદી અરેબિયામાં 356 લોકોને માદક પદાર્થોની હેરાફેરી અને રાજકીય વિરોધના ગુનાઓમાં ફાંસી કે અન્ય રીતે મૃત્યુ દંડ આપવામાં આવ્યો હતો.

ફાંસી પર પ્રતિબંધ
બીજા વિશ્વયુદ્ધ પછીથી મૃત્યુદંડને નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે. 1977 માં, છ દેશોએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. 95 દેશોએ મૃત્યુદંડ નાબૂદ કર્યો છે. નવ દેશોએ ખાસ પરિસ્થિતિઓ સિવાયના તમામ ગુનાઓ માટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. 35 દેશોએ છેલ્લા દસ વર્ષમાં તેને લાદ્યો નથી. અન્ય 58 દેશોએ તેનો સંપૂર્ણ અમલ કર્યો છે.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, 2009માં, 18 દેશોએ ઓછામાં ઓછા 714 મૃત્યુદંડ લાદ્યા હતા અને તેનો અમલ કર્યો હતો.

વિવાદ
માયરાના સંત નિકોલસે છેલ્લી ક્ષણે ખોટા ચુકાદા દ્વારા મૃત્યુદંડની સજા પામેલા ત્રણ લોકોને બચાવવા માટે જલ્લાદના હાથમાંથી તલવાર ખેંચી લીધી. વિવિધ દેશોમાં મૃત્યુદંડ ચર્ચાનો ગરમ વિષય રહ્યો છે.

વિરોધીઓ દલીલ કરે છે કે કાયદાને તોડીને અને ખોટી જુબાની પર આધાર રાખીને નિર્દોષ લોકોને ફાંસી આપવામાં આવે તે શક્ય છે. તેઓ આંકડા ટાંકે છે જે દર્શાવે છે કે મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના લોકો ગરીબ છે અથવા જેઓ વકીલનો ખર્ચ ઉઠાવી શકતા નથી.
મૃત્યુદંડના સમર્થકો દલીલ કરે છે કે ગુનેગારને ફાંસી આપવી એ તેને કાયમ માટે જેલમાં રાખવા કરતાં સસ્તો વિકલ્પ છે. તેઓ તેને અન્ય લોકો માટે શીખવાનો પાઠ પણ માને છે, પરંતુ આ હોવા છતાં, મૃત્યુદંડનો ડર ગુનાને રોકતો નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં મૃત્યુદંડ નાબૂદ કરવા માટે બિન-બંધનકર્તા ઠરાવ પર મતદાન થયું હતું. મૃત્યુદંડ નાબૂદ કરનારા મોટાભાગના દેશો પશ્ચિમી રાષ્ટ્રો છે. વિશ્વની 60% ટકા વસતી ધરાવતા દેશો હજુ મૃત્યુદંડનો ઉપયોગ કરે છે.

ચાર મુખ્ય દેશોમાં ચીન, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. નજીકના ભવિષ્યમાં તેને નાબૂદ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી.

ફાંસી
સૌથી મોટી અને પ્રખ્યાત ફાંસીની ઘટનાઓ નીચે મુજબ છે:

વૈશ્વિક સ્તરે સૌથી મોટી અને ચકચારી ઘટનાઓ
ઇરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર માટે 30 ડિસેમ્બર 2006ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

આ ઘટનાનો વીડિયો લીક થતાં આખી દુનિયામાં ભારે હોબાળો મચ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાખો નિર્દોષ લોકોની હત્યા કરનારા 10 મુખ્ય નાઝી નેતાઓ અને લશ્કરી અધિકારીઓને ન્યુરેમબર્ગ ટ્રાયલ બાદ 16 ઓક્ટોબર 1946ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

બ્રિટનના ઇતિહાસમાં પ્રખ્યાત જલ્લાદ અલ્બર્ટ પિયર પોઇન્ટે બીજા વિશ્વયુદ્ધના 200થી વધુ યુદ્ધ અપરાધીઓને ફાંસી આપી હતી.

આ પણ વાંચો: 

Private Hospital Medicine Scam: દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ, ફેન્ચાઈજી દવાના ધંધામાં નાના વેપારીઓ વધી રહ્યાં છે, પોતાના મેડિકલ સ્ટોરમાંથી લૂંટતી હોસ્પિટલ્સ – thegujaratreport.com

Pinjarat Hazira Land Scam: લો બોલો! 1500 કરોડની 280 વીઘા જમીન 16 કરોડમાં પડાવી લેવા કારસો! – thegujaratreport.com

Child Marriage in Gujarat: નાની ઉંમરે લગ્ન અને મોટી ઉંમરે કુંવારા રહેતું ગુજરાત, નાની ઉંમરે માતા-પિતા અને મોટી ઉંમરે કુંવારા રહેવાનું પ્રમાણ વધ્યું – thegujaratreport.com

  • Related Posts

    Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળ, ઉગ્ર વિરોધ બાદ સરકાર કરશે પુનર્વિચાર
    • October 6, 2026

    Gujarat Rent Bill Lawyers Strike: ગુજરાતમાં ભાડાના વિવાદોના નિકાલ માટે લાવવામાં આવેલા ગુજરાત ભાડા વિધેયક, 2026ને લઈને વકીલો અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ઊભો થયો છે. વિધેયકની કેટલીક જોગવાઈઓ સામે…

    Continue reading
    Gujarat Revenue Employees Strike: ગુજરાતના 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓની હડતાળ, 14 માંગણીઓ સાથે સરકાર સામે આરપારની લડાઈ
    • October 6, 2026

    Gujarat Revenue Employees Strike: ગુજરાતમાં મહેસૂલ વિભાગના 10 હજારથી વધુ વર્ગ-3 કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યના રેવેન્યુ ક્લાર્ક, મહેસૂલી તલાટી અને નાયબ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

    • October 8, 2026
    • 4 views
    Dhanraj Nathwani Modi Praise: ધનરાજ નાથવાણીએ PM મોદીની પ્રશંસા કરતાં સપામાં અસ્વસ્થતા, અખિલેશ યાદવના નિર્ણય પર ઉઠ્યા સવાલ

    MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

    • October 8, 2026
    • 6 views
    MENAAP Pakistan Poverty: MENAAPની ગરીબીમાં પાકિસ્તાનનો 48% ભાગ, વર્લ્ડ બેંકના રિપોર્ટમાં મોટો ખુલાસો

    HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

    • October 8, 2026
    • 5 views
    HSPCB Scam: HSPCB-IDFC કેસમાં IAS પ્રદીપ કુમાર પર CBIનો ગંભીર આરોપ, 50 કરોડની મર્યાદા છતાં 163.68 કરોડ જમા

    West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

    • October 8, 2026
    • 10 views
    West Bengal SIR ECINET: Bengal SIRમાં ECINETની ખામીઓનો ખુલાસો, 19માંથી 12 ટ્રિબ્યુનલ ન્યાયાધીશોએ ઓગસ્ટમાં જ કરી હતી ફરિયાદ

    Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

    • October 8, 2026
    • 10 views
    Manual Scavenging Deaths: જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે સીવર-સેપ્ટિક ટાંકીમાં કામ દરમિયાન 125 શ્રમિકોના મોત, DASAM રિપોર્ટમાં મોટો ખુલાસો

    MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી

    • October 8, 2026
    • 9 views
    MPSC Protest Maharashtra: MPSC Protest પર બોમ્બે હાઇકોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી