
Ahmedabad Accident: અમદવાદમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. AMTSની બસના આદિનાથના ખાનગી કોટ્રાક્ટરના બે કર્મચારીઓના ઘટના સ્થળે જ મોત થયા છે.
AMTSની બસ રિપેર કરી રહેલા બે ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતા મોત નિપજ્યા છે. મૃતકોના નામ હૃદયાનંદ રામલક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી છે. બંને બ્રિજ પર જ્યારે બસ વચ્ચે કામ કરી રહ્યા હતા, ત્યારે જ પાછળથી એક આઈસરે ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે AMTS અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો છે.
ટ્રકે AMTS બસને પાછળથી ટક્કર મારી
મળતી માહિતી અનુસાર એક એએમટીએસ બસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે પાછળથી આઇસરે ટ્રકે AMTS બસને ટક્કર મારી હતી. આઈસરે બસને ટક્કર મારતા બંને બાદ વચ્ચે કામ કરી રહેલા ફોરમેનના મોત નિપજ્યા છે.