Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

  • Gujarat
  • November 17, 2026
  • 0 Comments

Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

દિલીપ પટેલ
અમદાવાદ, 17 નવેમ્બર 2026
ગુજરાતમાં “ડ્રગ્સ ફ્રી ગુજરાત” અભિયાનની સત્તાવાર શરૂઆત અને ગુજરાતને નશામુક્ત બનાવવાની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી.

ડ્રગ્સની ફરિયાદ માટે નવો 1033 નંબર આપ્યો છે. તે પહેલાં 1933 અપાયો હતો.

હર્ષ સંઘવીએ ગૃહ વિભાગનો કાર્યભાર સંભાળ્યા બાદ વર્ષ 2021માં ‘ડ્રગ્સ ફ્રી ગુજરાત’ અભિયાન શરૂ કર્યું હતું અને જાહેરમાં સંકલ્પ લીધો હતો કે ગુજરાતની યુવા પેઢીને બચાવવા માટે રાજ્યને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવામાં આવશે.

જોકે, આ પહેલાં પણ વર્ષ 2016માં તત્કાલીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તે સમયે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા રાજ્યમાં નશાબંધીના કાયદાને વધુ કડક બનાવતી વખતે (દારૂ અને ડ્રગ્સ બંને સામે) નશામુક્ત ગુજરાત બનાવવાની વાત કરવામાં આવી હતી.

પરંતુ ખાસ કરીને “ડ્રગ્સ ફ્રી ગુજરાત” ના નામે વિશેષ ઝુંબેશ ચલાવીને આ નિવેદન સૌથી વધુ પ્રચલિત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 10 વર્ષમાં 2015થી 2025-26 સુધીમાં ગુજરાતમાંથી અંદાજે રૂ. 13,939 કરોડની કિંમતનો 1.74 લાખ કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છે.

ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું કહ્યું પણ સ્થિતી અત્યંત ખરાબ બની છે. દેશના ગૃહ પ્રધાને કહેવું પડે તે ગુજરાતના ગૃહ પ્રધાન વર્ષ સંઘવીની મોટી નિષ્ફળતા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાળી ચૌદસના દિવસે નવેમ્બર 2026માં અમદાવાદ ખાતેના કાર્યક્રમ દરમિયાન 31 ડિસેમ્બર, 2028 સુધીમાં ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે. 15 દિવસ પછી 1033 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર અને ફરિયાદના ત્રણ કલાકમાં કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. આમ કરવાની હાલત ગુજરાતની થઈ ગઈ છે.

નાગરિકો ડ્રગ્સનું વેચાણ કે પડીકી વેચાતી હોવાની માહિતી આપી શકશે. 3 કલાકની અંદર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. એવી જાહેરાત કરી હતી. જે બતાવે છે કે પોલીસ તંત્ર અને માફિયાઓ સરકારથી કાબુમાં આવ્યા નથી તેથી નાગરોકોને અપીલ કરવી પડે છે.

ડ્રગ્સની લતનો ભોગ બનેલાને ગુનેગાર ગણવાને બદલે સાજા કરવા માટે રાજ્યમાં ખાસ સારવાર અને રિહેબિલિટેશન કેન્દ્રો શરૂ કરવામાં આવશે એવું અમિત શાહે કહેવું પડ્યું છે.

દરિયો વેપારનું કેન્દ્ર
5 વર્ષમાં જપ્તીમાંથી મોટો હિસ્સો રૂ. 13,600 કરોડથી વધુ અને 1.36 લાખ કિલો ડ્રગ્સ) છેલ્લા 5 વર્ષ (2021–2026) દરમિયાન જ પકડાયો છે. મુદ્રા, કંડલા અને પોરબંદર દરિયાકાંઠા કરોડનું હેરોઈન અને કોકેઈન પણ ઝડપ્યું છે.

5 વર્ષમાં 3,700 કેસ નોંધાયા.
5,346 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
2015માં માત્ર 72 આરોપી પકડાયા હતા, જે વધીને 2025માં 1,379 પકડાયા હતા.
5 વર્ષમાં 3,700 કેસ વર્ષ 2015માં 54 કેસ હતા જે 2025માં વધીને 980 થયા હતા.

2026ના પ્રથમ 10 મહિનામાં અમદાવાદ પોલીસે ડ્રગ્સના સેવનની લત ધરાવતા અંદાજે 200 યુવાનોને રિહેબિલિટેશન માટે મોકલ્યા હતા.

ગુજરાત ડ્રગ્સ માફિયાઓનું બજાર બની ગયું છે.

ગુજરાતમાં 20 લાખ લોકો દારૂના બંધાણી છે, જ્યારે બાકીના 20 લાખ લોકો અન્ય નશાના રસ્તે ચડી ગયા છે.
18 લાખ પુરુષોમાંથી 8 લાખ પુરુષો ચરસ કે અફીણનો અને 3 લાખ પુરુષો ગાંજા કે ભાંગનો નશો કરે છે.
રાજ્ય સભામાં રજૂ કરાયેલા ‘નેશનલ સબસ્ટેન્સ યુઝ સર્વે 2023’ મુજબ, ગુજરાતમાં સૌથી વધુ 9 લાખ લોકો પીડાશામક (પેઇનકિલર કે સેડેટિવ્સ) દવાઓનો નશો કરે છે.
આ સિવાય 2 લાખથી વધુ મહિલાઓ ગાંજો, ભાંગ કે પીડાશામક દવાની લતે ચડી ચૂકી છે.

દેશભરમાં દારૂ પીનારા 16 કરોડ, ચરસ-ગાંજાના 3.01 કરોડ અને હેરોઇન-સ્મેકનો નશો કરનારા 1.18 કરોડ લોકો છે, પરંતુ ગુજરાત રાજ્ય કક્ષાએ આવી કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરાતી નથી.

એન્ટી નાર્કોટિક્સ વિંગ શરૂ કરવા કહ્યું.
100 જેટલા ખાનગી રિ-હેબ ડૉક્ટર્સ ફી વસૂલીને નશા મુક્તિ કરાવે છે.

34 જિલ્લાઓમાં 15 બેડ ધરાવતા ડી-એડિક્શન સેન્ટર કાર્યરત કરાયા છે

3 વર્ષમાં ગુજરાતમાં એનડીપીએસ એક્ટ હેઠળ પકડાયેલા 1348 વ્યક્તિઓ એટલે કે આશરે 24 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરવાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

ડ્રગ્સનો કઈ વપરાશ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ અને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં સિન્થેટિક મીડિયા તથા ડાર્ક વેબના માધ્યમથી ડ્રગ્સનું નેટવર્ક ચાલે છે.

ઓનલાઇન અને ડાર્કવેબમાં ઉપલબ્ધ ડ્રગ્સની હેરાફેરી કારણે ડ્રગ્સની ખરીદી અને વેચાણ માટે નવું માર્કેટ બની ગયું છે.

ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓમાં 246 લોકો ઝડપાયા હતા. પીનારાઓ વધારે પકડાયા છે.

2022માં ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં 528 લોકો અને 2023માં 719 આરોપીઓ પકડાયા. 411 બંધાણીઓ પકડાયા હતા.

ડ્રગ્સના કેસોનું ત્રણ વર્ષનું સરવૈયું
2021માં 200 ગુનામાં 467 ધરપકડ, હેરાફેરી કરનારા 261 સાથે 479 આરોપીઓ પકડાયા હતા.
2022માં 211 ગુનામાં 471 ધરપકડ, હેરાફેરી કરનારા 267 સાથે 528 આરોપીઓ પકડાયા હતા.
2023માં 203 ગુનામાં 411 ધરપકડ, હેરાફેરી કરનારા 358 સાથે 719 આરોપીઓ પકડાયા હતા.
કુલ 614 ગુનામાં 1348 ધરપકડ, હેરાફેરી કરનારા 876 સાથે 1726 આરોપીઓ પકડાયા હતા.

પોલીસ ચોપડે નોંધાયેલા આ આંકડા માત્ર હિમશીલાની ટોચ સમાન છે, વાસ્તવિક સ્થિતિ ઈન્સ્ટન્ટ નશા માટે મેડ્રોન, ચરસ અને કેમિકલ હુક્કા પીનારાઓ વધ્યા છે.

આ પણ વાંચો:

Related Posts

Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત
  • November 16, 2026

Gujarat Drug Seizure: ગુજરાતમાં 10 વર્ષમાં રૂ. 13,939 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 1.74 લાખ કિલોથી વધુ જથ્થો જપ્ત અમદાવાદ, 16 નવેમ્બર 2026 ગુજરાતમાં 10 વર્ષમાં 2015થી 2025-26 સુધીમાં ગુજરાતમાંથી અંદાજે રૂ.…

Continue reading
SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

  • November 17, 2026
  • 5 views
Gujarat Drug Seizure: ડ્રગ્સને નાથવામાં હર્ષ સંઘવીની નિષ્ફળતા, અમિત શાહ દોડી આવ્યા

Owaisi Chandrashekhar Alliance: ઓવૈસી-ચંદ્રશેખરનું ગઠબંધન UPમાં સપા કરતાં બસપાની વાપસીનો માર્ગ વધુ મુશ્કેલ બનાવી શકે છે

  • November 16, 2026
  • 6 views
Owaisi Chandrashekhar Alliance: ઓવૈસી-ચંદ્રશેખરનું ગઠબંધન UPમાં સપા કરતાં બસપાની વાપસીનો માર્ગ વધુ મુશ્કેલ બનાવી શકે છે

TVK Investment MoUs: DMKની ટીકાનો વિજય સરકારનો જવાબ, તમિલનાડુમાં ₹1.14 લાખ કરોડના રોકાણની જાહેરાત

  • November 16, 2026
  • 4 views
TVK Investment MoUs: DMKની ટીકાનો વિજય સરકારનો જવાબ, તમિલનાડુમાં ₹1.14 લાખ કરોડના રોકાણની જાહેરાત

Jharkhand Forest Rights: ઝારખંડના 26 વર્ષ બાદ પણ આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પર અધિકારનું સપનું અધૂરું – જનાધિકાર મહાસભા

  • November 16, 2026
  • 4 views
Jharkhand Forest Rights: ઝારખંડના 26 વર્ષ બાદ પણ આદિવાસીઓને જળ, જંગલ અને જમીન પર અધિકારનું સપનું અધૂરું – જનાધિકાર મહાસભા

UP SP Congress Seat Sharing: UP ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસની મોટી તૈયારી, સપા પાસે 181 બેઠકોની માગ સાથે ખડગેના ઘરે બેઠક

  • November 16, 2026
  • 7 views
UP SP Congress Seat Sharing: UP ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસની મોટી તૈયારી, સપા પાસે 181 બેઠકોની માગ સાથે ખડગેના ઘરે બેઠક

Punjab Election 2027 BJP Strategy: પંજાબ ચૂંટણી 2027 પહેલાં BJPની મોટી તૈયારી, AAP છોડનારા રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોને મહત્વની જવાબદારી

  • November 16, 2026
  • 12 views
Punjab Election 2027 BJP Strategy: પંજાબ ચૂંટણી 2027 પહેલાં BJPની મોટી તૈયારી, AAP છોડનારા રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોને મહત્વની જવાબદારી