Surat: બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી? નોકરી પર જવાનું કહી પાછો ન આવ્યો, જાણો કારણ?

  • Gujarat
  • February 11, 2025
  • 1 Comments

Surat Bank employee suicide: ગુજરાતમાં આર્થિક સંકડાણને કારણે વારંવાર આપઘાત લોકો કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે હવે સુરતમાં બેંક કર્માચારીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેણે ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો છે.  એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

  30 વર્ષિય બેંક કર્મચારી હાર્દિક નારણભાઈ લુખી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતો હતો.  તે મૂળ ભાવનગરનો હતો. તેણે જાંબુડાની ડાળ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે ઉઘરાણીવાળાના ત્રાસથી આપઘાત કરી રહ્યો છું.  યુવક AU સ્મોલ ફાયનાન્સ બેન્કમાં કામ કરતો હતો. હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી

આપઘાત કરનારના હાર્દિકના પરિવારમાં પત્ની અને બે વર્ષની દીકરી છે. હાર્દિક અડાજણ ખાતે આવેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. ગત 8 ફેબ્રુઆરીના રોજ ઘરેથી બેંક પર નોકરી પર જવાનું કહી નીકળી ગયો હતો. જોકે સાંજ થવા છતાં પણ પરત ફર્યો ન હોવાથી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ કરવામાં આવી હતી. ત્યાર તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં ઉતરાણ વિસ્તારની કેનાલ નજીકથી મળી આવ્યો હતો. જેથી હાલ ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ MahaKumbh: મહાકુંભમાં ભયંકર ટ્રાફિક, કુંભમાં જવું સરળ નથી, યોગીએ શું નિયમ બહાર પાડ્યા?

આ પણ વાંચોઃ Rajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!