વડોદરા: વોર્ડ અધિકારીને થાપ મારવાના 9 વર્ષ જૂના કેસમાં ભાજપના પૂર્વ મેયરને 6 મહિનાની સજા

  • Gujarat
  • February 11, 2025
  • 0 Comments
  • વડોદરા:  વોર્ડ અધિકારીને થાપ મારવાના 9 વર્ષ જૂના કેસમાં ભાજપના પૂર્વ મેયરને 6 મહિનાની સજા

વડોદરાના એલ એન્ડ ટી સર્કલ પાસે દબાણની કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીને લાફો મારીને કાયદેસરની ફરજમાં રૂકાવટનો કેસ અદાલતમાં ચાલી જતા પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કસૂરવાર ઠેરવી 6 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.

વર્ષ 2014 જાન્યુઆરી માસ દરમિયાન એલ એન્ડ ટી સર્કલ પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરવાની કામગીરીમાં હતા. તે સમયે ભાજપના કોર્પોરેટર આરોપી યોગેશ ડાહ્યાભાઈ પટેલ (મુક્તિ) સ્થળ પર પહોંચ્યા હતા. લારી તથા ગલ્લા વગેરે વાહનોમાંથી ઉતરાવી હોબાળો મચાવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેઓ રાજ્ય સેવક હોવા છતાં લાફો ફટકારીને પાલિકાની દબાણની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી.

આ મામલે કારેલીબાગ પોલીસ મથકે આઈપીસી 332, 186 મુજબ ગુનો નોંધાયો હતો. જે અંગેના કેસની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એસ.શેખની અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એ.પી.પી. ડી.એમ.પરમાર અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એન.એ.સતપતીએ દલીલો કરી હતી. જેમાં ફરિયાદી પક્ષ તરફે 16 સાક્ષી અને 22 લેખીત/મૌખિક પુરાવા રજૂ કરાયા હતા.

આ પણ વાંચો-જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ; બે ભારતીય જવાન શહીદ એક ગંભીર ઈજાગ્રસ્ત

મારામારીનો બનાવ કોઈએ નજરે જોયેલ નથી. આરોપી કોર્પોરેટર છે જેથી તેની ઓળખ થાય છે. જગમલભાઈ પોતાની ફરજ પર હાજર હતા કે કેમ તે પ્રસ્થાપીત થતુ નથી. સૌપ્રથમ આ સરકારી કર્મચારી છે કે કેમ તે ફરીયાદપક્ષે પ્રસ્થાપીત કરવુ પડે. મેડીકલ સર્ટીફીકેટ જોવામાં આવે તો, અજાણ્યા વ્યક્તિએ ઈજા કરેલ હોવાની હકીકત જણાવે છે.

જેથી, આરોપી સામે કોઈ ગુનો બનતો નથી. આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા અરજ છે. જ્યારે ફરિયાદ પક્ષ તરફે દલીલો થઈ હતી કે, આરોપી વિરુદ્ધનો ગુનો ગંભીર છે. જેથી ગુનાની ગંભીરતા જોતા એક કોર્પોરેટર છે અને જાહેર સેવક હોય જેથી સમાજમાં દાખલો બેસે તેવી પૂરેપૂરી સજા થવી જોઈએ.

બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ અદાલતે નોંધ્યું હતું કે, આરોપી કોર્પોરેટર હોય તેઓ જ જો સરકારી કર્મચારી સાથે આ પ્રકારનો ગુનાહિત કૃત્ય કરશે તો શહેરમાં અને સમાજમાં આવા કૃત્યની ઘણી ગંભીર અસરો થાય છે. આરોપીના આવા કૃત્યને માફ કરવામાં આવે તો ભવિષ્યમાં પણ અન્ય લોકો દ્વારા આ પ્રકારના ગુનાહિત કૃત્યને ઉત્તેજન મળશે. આરોપીને ઈ.પી.કો. કલમ-323 અન્વયે તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરાયો હતો.

Related Posts

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 8 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 14 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 12 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 28 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump